લઘુકથા..એક પાગલ
ભિખારી
સંતુષ્ટિ કરૂણા દયા અને
પ્રેમની ભાવના ભક્તના જીવનમાં દેખાવવી જોઇએ.બાળ૫ણથી દયા ધર્મ કૂળ અને વ્યવહારને
સુધારવો જોઇએ નહિતર મોટા થયા ૫છી તે કઠણ થઇ ૫ડે છે.ભગવાનની દયા મેળવવા ઇચ્છતા હો
તો પોતાનાથી નાના ઉ૫ર દયા કરો ત્યારે જ ભગવાન દયા કરશે.સર્વ જીવો પર દયા રાખવી,જે કંઈ મળે તેનાથી સંતોષ માનવો અને તમામ ઇન્દ્રિયો ઉપર સંયમ
રાખવો આમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે..તમામની ભલાઇના માટે કામના
કરે છે અને પરોપકારની ભાવના માટે જ જીવન જીવે છે તે સમગ્ર સંસારના કલ્યાણના માટે
કામના કરે છે આ જ ભક્તની સાચી ઓળખાણ છે.પરોપકારમાં શરીરને ઘસાવો તે યજ્ઞ છે.પરોપકાર સમાન કોઇ ધર્મ નથી.સંપત્તિ આવે છે તેનો
ઉપયોગ પરોપકારમાં કરજો.
જ્યારે
વૃદ્ધાવસ્થામાં એકલા જ રહેવાનું હોય તો પોતાના સંતાનોને કેમ પૈદા કરવાના? તેમને ભણાવી-ગણાવીને એટલે લાયક બનાવીએ છીએ કે જે
અમોને દર-દર ઠોકર ખાવા માટે છોડી દે છે? પોતાના
સંતાનો પાછળ દુનિયાના લોકો કેમ ગાંડા થાય છે? આ
વિશે એક બોધકથા જોઇએ જેને વાંચીને આપને જીવનના પ્રત્યેનો નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત
થશે.
દરરોજની જેમ આજે ર્ડાકટર
સાહેબ પરીસરની બહાર બેઠેલા ભિખારીઓની મફતમાં સ્વાસ્થ્ય તપાસ કરવામાં વ્યસ્ત હતા.મફતમાં
સ્વાસ્થ્યની તપાસ અને મફતમાં મળનાર દવાઓનો લાભ લેવા માટે તમામ ભિખારીઓ લાઇનમાં ઉભા
હતા.અચાનક સહજમાં જ ર્ડાકટરનું ધ્યાન એક વૃદ્ધ તરફ જાય છે જે નજીકમાં આવેલ એક
પત્થર ઉપર બેઠા હતા.સીધું નાક,વિખરાયેલા વાળ,નિસ્તેજ આંખો,શરીર ઉપર સાદા પરંતુ સ્વચ્છ કપડા પહેરેલા
હતા.થોડીવાર તેમની સામું જોયા પછી તેમને વિશ્વાસ આવી ગયો કે આ ભિખારી નથી.તેમનો
ડાબો પગ ઢીંચણથી કપાયેલો હતો અને બાજુમાં સહારા માટે લાકડાની ઘોડી હતી. પછી તેમને
જોયું કે આવતા-જતા લોકો આ વૃદ્ધને કંઇને કંઇ આપતા હતા અને તેનો સ્વીકાર કરી તે
વૃદ્ધ પોતાની પાસે રાખી લેતા હતા ત્યારે ર્ડાકટરે વિચાર્યું કે મારૂં અનુમાન ખોટું
હતું આ વૃ્દ્ધ ભિખારી જ છે.
ઉત્સુકતાવશ ર્ડાકટર વૃદ્ધ
પાસે જાય છે ત્યારે કેટલાક લોકોએ બુમ મારી કે સાહેબ તેમની નજીક ના જશો આ વૃદ્ધ તો
પાગલ છે પરંતુ અવાજને નજરઅંદાજ કરીને ર્ડાકટર તેમની નજીક જાય છે અને વિચાર કરે છે
કે જેમ તે બીજાઓની સામે હાથ લાંબો કરે છે તેમ મારી સામે પણ લાથ લાંબો કરશે,મારૂં આ અનુમાન પણ ખોટું સાબિત થયું વૃદ્ધે મને જોઇને મારી સામે
હાથ ના લાંબો કર્યો.મેં જ્યારે પુછ્યું ત્યારે લાકડાની ઘોડીના સહારે ધીરેથી ઉભા થઇને
બોલ્યા કે Good After Noon Doctor, I Think I
may Have Some Eye Problem In My Right Eye..
આટલી સુંદર અંગ્રેજી
સાંભળીને ર્ડાકટર તો અવાક્ થઇને વૃદ્ધની સામે જોયું.તેમની આંખમાં મોતિયા બિંદ પાકી
ગયું હતું.ર્ડાકટરે કહ્યું કે મોતિયાબિંદ છે બાબા..ઓપરેશન કરાવવું પડશે.ત્યારે
વૃદ્ધ કહે છે કે “Oh Cataract ? I Had Cataract
Operation In 2015 For My Left Eye In Summit Hospital.”
ર્ડાકટરે પુછ્યું કે બાબા
આપ અહીયાં શું કરો છો? ત્યારે વૃદ્ધ કહે છે કે સાહેબ હું અહીયાં દરરોજ બે
કલાક ભીખ માંગું છું.ર્ડાકટર કહે છે કે બાબા આપ તો ઘણા ભણેલા-ગણેલા લાગો છો તો ભીખ
કેમ માંગો છો? ત્યારે વૃદ્ધ ર્હસતાં ર્હંસતાં કહે છે કે
ભણેલો-ગણેલા? ત્યારે ર્ડાકટર કહે છે કે બાબા તમે મારી મજાક
ઉડાડો છો? ત્યારે વૃદ્ધ કહે છે કે “Oh No Doctor ! Why Would I ? Sorry If I Hurt You !”
ર્ડાકટર કહે છે કે દિલ
દુભાવવાની વાત નથી બાબા પરંતુ મારી સમજમાં આવતું નથી.ત્યારે વૃદ્ધ કહે છે કે
સમજીને શું કરશો ર્ડાકટર ? ચાલો આપણે સામે ઓટલા ઉપર બેસીને વાતચીત કરીએ નહી
તો લોકો તમોને પણ પાગલ કહેશે તેમ કહીને વૃદ્ધ હસવા લાગે છે.
વૃદ્ધ કહે છે કે “Well Doctor, I am Mechanical Engineer..” તેમને અંગ્રેજીમાં જ શરૂઆત
કરી કે હું કંપનીમાં સિનીયર મશીન ઓપરેટર હતો.એક નવા ઓપરેટરને શિખવાડતો હતો તે સમયે
મારો ડાબો પગ મશીનમાં ફસાઇ ગયો અને પગ કપાઇ ગયો.કંપનીએ મારા ઇલાજનો તમામ ખર્ચ
ઉપાડ્યો અને સાજા થયા પછી મને કેટલીક રકમ આપીને ઘેર કાઢી મુક્યો.
પછી મેં મળેલ રકમમાંથી
મારૂં પોતાનું એક નાનકડું વર્કશોપ ખોલ્યું.સરસ ઘર લીધું.મારો દિકરો પણ મિકેનીકલ
એન્જીનિય છે.વર્કશોપમાંથી દિકરાએ નાનકડી કંપની પણ બનાવી.ત્યારે ર્ડાકટર કહે છે કે
બાબા તો પછી આપ આવી હાલતમાં કેમ છો? ત્યારે વૃદ્ધ કહે છે કે હું કિસ્મતનો શિકાર
છું.મારા દિકરાએ પોતાનો વ્યવસાય વધારવા માટે કંપની અને ઘર બંન્ને વેચી
દીધાં.દિકરાની પ્રગતિ માટે હું કંઇ જ ના બોલ્યો.અહીની તમામ સંપત્તિ વેચીને મારો
દિકરો-વહું અને તેનાં બાળકો જાપાન જતા રહ્યા અમે અહી રહી ગયાં આવું કહીને બાબા
ર્હંસવા લાગ્યા.હાસ્ય પણ આટલું કરૂણ હોય છે તે મેં આજે પહેલીવાર જોયું.
ર્ડાકટર આગળ પુછે કે પરંતુ
બાબા આપની પાસે તો આટલી બધી તકનીકી વિદ્યા છે કે લાત મારો તો પાણી કાઢી શકો છો
ત્યારે વુદ્ધ પોતાના કપાયેલા પગ તરફ ઇશારો કરીને કહે છે કે લાત? ક્યાં અને કેવી રીતે મારી શકું? ર્ડાકટરને પોતાના બોલાયેલા શબ્દો પર દુઃખ થાય છે એટલે વાત
ફેરવીને કહે છે કે બાબા આપશ્રીને તો કોઇપણ વર્કશોપમાં નોકરી ઉપર રાખી લે તેમ છે.
ત્યારે વૃદ્ધ કહે છે કે હા
ર્ડાકટર ! હું એક વર્કશોપમાં નોકરી કરૂં છું અને મને આઠ હજાર પગાર મળે
છે.ર્ડાકટરને વૃદ્ધની વાત સમજમાં નથી આવતી એટલે પુછે છે કે તો તમે ભીખ કેમ માંગે
છે? ત્યારે વૃદ્ધ કહે છે કે ર્ડાકટર ! મારા દિકરાના ગયા પછી મેં એક
સાદું પતરાના શેડવાળું મકાન ભાડેથી લીધું અને હું અને મારી લકવાગ્રસ્ત પત્ની સાથે
રહું છું.મારી પત્ની ઉઠી કે બેસી શકતી નથી.હું ૧૦ થી ૫ નોકરી કરૂં છું અને સાંજે ૫
થી ૭ અહી આવીને ભીખ માંગું છું અને ત્યારબાદ હું ત્રણેના માટે ભોજન બનાવું છું.
ર્ડાકટરને હવે વધુ ગુંચવાડો
થયો એટલે પુછ્યું કે હમણાં તો તમે કહ્યું કે તમે પત્ની સાથે રહો છો અને હમણાં
કહ્યું કે ત્રણના માટે ભોજન બનાવું છું.ત્યારે વૃદ્ધ કહે છે કે
ર્ડાકટર..બાળપણમાં જ મારી માતાનું અવસાન થયું હતું.મારો એક જીગરી દોસ્ત હતો તેની
માતાએ મારૂં પાલનપોષણ કર્યું હતું.બે વર્ષ પહેલાં મારા જીગરી દોસ્તનું હાર્ટ એટેક
આવતાં અવસાન થયું છે,તેની ૯૨ વર્ષની માતા પણ મારી સાથે રહે છે.
ર્ડાકટર તો અવાક્ બની જાય
છે.આ બાબાની પોતાની હાલત ખરાબ છે,પત્ની અપંગ છે,પોતાનો એક પગ નથી,ઘરબાર નથી અને જે હતું તે દિકરો વેચીને પરદેશ જતો
રહ્યો છે અને પોતે મિત્રની માતાની દેખરેખ રાખી રહ્યા છે ! કેવો જીવંત માનવ છે ! થોડીવાર પછી ર્ડાકટર પુછે છે કે
બાબા..દિકરાએ આપશ્રીને રસ્તા ઉપર લાવી દીધા,ઠોકરો ખાવા છોડી દીધા તો
આપશ્રીને ગુસ્સો નથી આવતો?
વૃદ્ધ કહે છે કે ના ના
ર્ડાકટર ! આ બધું તો મેં તેના માટે જ કમાવીને ભેગું કર્યું હતું અને તે બધું તેનું
જ હતું અને તેને લઇ લીધું એમાં તેની કોઇ ભૂલ છે જ નહી ! પરંતુ બાબા..દિકરાએ જે કંઇ
કર્યું તે સારૂં નથી કર્યું.હવે મને આપ જે ભીખ માંગો છો તેનું કારણ પણ સમજમાં આવી
ગયું કે આઠ હજાર રૂપિયામાં આપ ત્રણનું પુરૂ ના થાય એ સ્વાભાવિક છે એટલે આપ ભીખ
માંગો છો..?
વૃદ્ધ કહે છે કે "No, You are Wrong Doctor..આઠ હજારમાં તો હું બધું જ મેનેજ કરી લઉં છું પરંતુ
મારા મિત્રની જે ર્માં છે તેને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બિમારી છે એટલે
બંન્નેના દવાના ખર્ચની વ્યવસ્થા થઇ શકતી નથી એટલે હું અહી બે કલાક બેસીને દવા માટે
પૈસા સિવાય કશું જ લેતો નથી. મેડીકલ સ્ટોર્સવાળો મને દવા ઉધારે આપે છે અને રોજ
ભીખમાં જે કંઇ પૈસા મળે છે તે જમા કરાવી દઉં છું.આ વાત સાંભળીને ર્ડાકટરની આંખમાં
આંસુ આવી જાય છે.
રડતાં રડતાં ર્ડાકટર કહે છે
કે બાબા..બીજા કોઇની ર્માં માટે આપ રોજ અહી ભીખ માંગો છો? ત્યારે વૃદ્ધ કહે છે કે બીજાની ર્માં ? અરે મારા બાળપણમાં જ્યારે મારી ર્માં મરી ગઇ ત્યારે આ દેવીએ મને
ઉછેરીને મોટો કર્યો હતો.હવે મારી ફરજ છે કે આ બંન્નેની સેવા કરૂં. મેં તેમને
બંન્નેને કહી રાખ્યું છે કે મને સાંજે ૫ થી ૭ બીજી જગ્યાએ કામ મળ્યું છે.
ર્ડાકટરે ર્હંસીને કહ્યું
કે જો તે બે સ્ત્રીઓને ખબર પડશે કે આપ ૫ થી ૭ ભીખ માંગો છો તો ? ત્યારે વૃદ્ધ કહે છે કે તેમને કેવી રીતે ખબર પડવાની હતી..! બંન્ને પથારીવશ છે.મારી મદદ વિના તો તે પડખું પણ બદલી શકતી નથી.
ર્ડાકટર કહે છે કે બાબા હું
આપની માતા માટે નિયમિત રીતે દવાઓ મોકલાઉ તો ? આપને ભીખ પણ માંગવી નહી
પડે.ત્યારે વૃદ્ધ કહે છે કે ના..ર્ડાકટર.આપ ભિખારીઓના માટે કામ કરો છો.માતાજીના
માટે આપ દવાઓ આપશો તો તે પણ ભિખારી કહેવાશે.હું હજું સમર્થ છું,હું તેમનો દિકરો છું.મને કોઇ ભિખારી કહેશે તો ચાલશે પણ તેને કોઇ
ભિખારી કહે તે મને મંજુર નથી.O.K.Doctor હવે હું ઘેર જઇ રહ્યો છું,ઘેર જઇને મારે હજુ જમવાનું બનાવવાનું છે.
ર્ડાકટરે નિવેદનના રૂપમાં
બાબાનો હાથ હાથમાં લઇને કહ્યું કે બાબા..ભિખારીઓનો ર્ડાકટર નહી પરંતુ આપનો દિકરો
સમજીને મારી દાદીના માટે દવાઓનો સ્વીકાર કરો ! ત્યારે પોતાનો હાથ છોડાવીને બાબા
બોલ્યા કે ર્ડાકટર ! મને કોઇ સબંધના બંધનમાં ના બાંધો.એક તો અમોને છોડીને ગયો
છે.આજે મને સ્વપ્ન બતાવીને તમે પણ છોડીને જતા રહ્યા તો? હવે મારી સહન કરવાની શક્તિ રહી નથી.આવું કહીને બાબાએ પોતાની
લાકડાની ઘોડીનો સહારો લઇને જતાં જતાં ર્ડાકટરના માથા ઉપર હાથ મુકીને કહ્યું કે
બેટા આપ આપનું ધ્યાન રાખજો.
ર્ડાકટરે પોતાના હાથ
જોડ્યા.અમારાથી પણ વધુ દુઃખી,વધુ ખરાબ પરિસ્થિતિમાં જીવતા આવા પણ લોકો હોય
છે.બની શકે કે તેમને જોઇને અમારૂં દુઃખ અમોને ઓછું લાગે અને દુનિયાની જોવાની અમારી
નજર બદલાઇ જાય.હંમેશાં સારૂં વિચારીએ..ગમે તેવી હાલત આવે તેનો સામનો કરીએ.આ વાર્તાથી પ્રેરણા લઇ જીવમાત્ર ઉપર દયા રાખવી અને પરોપકારની
ભાવના બાળકોને અવશ્ય શિખવવી..
આલેખનઃ
વિનોદભાઇ માછી
નિરંકારી
નવીવાડી
તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment