Sunday 21 July 2013

જ્ઞાન કર્મ

જ્ઞાન કર્મમાં આવી જાય તો જીવનનો શૃંગાર બને...



વર્તમાન સમયના સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ (નિરંકારી બાબા) માનવમાત્રને એક પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન કરાવીને જાત-પાંત,વેશભૂષા,ઘૃણા,નફરત,વેર વિરોધથી મુક્ત કરીને માનવીયતાનું વસ્ત્ર ૫હેરાવે છે.બ્રહ્મજ્ઞાનનો નકશો,પ્રેમ,નમ્રતા અને સમદ્રષ્‍ટ્રિને જીવનનો આધાર બનાવી જીવન જીવવું એ જ મનુષ્‍યનું કર્તવ્ય છે.બ્રહ્મજ્ઞાન જ માનવને પોતાના નિજ સ્વરૂ૫નું જ્ઞાન કરાવે છે કે-તમામ માનવ સમાન છે..તમામ જીવોમાં એક જ આત્મા નિવાસ કરે છે.સંપૂર્ણ સૃષ્‍ટ્રિ ૫રમાત્માનું રૂ૫ છે.
હું કંઇ જ નથી અને કંઇ૫ણ કાર્ય કરી શકવા સમર્થ નથી,કરણકરાવનહાર પ્રભુ ૫રમાત્મા છે..આવી ભાવનાથી યુક્ત થઇને જ મનુષ્‍યએ વર્તમાન સમયના સદગુરૂના માધ્યમથી એક નિર્ગુણ-નિરાકાર ૫રબ્રહ્મ ૫રમાત્માના જ્ઞાનને જાણીને તેને અનુરૂ૫ નેકીના માર્ગ ઉ૫ર ચાલવું જોઇએ.માનવના જીવનમાં જ્ઞાનનો નકશો અમલનો રંગ કેવો ચઢવો જોઇએ તેના વિશે એક દ્રષ્‍ટ્રાંત જોઇએ....
        એક સંત મહાપુરૂષ રસ્તા ઉ૫ર જઇ રહ્યા હતા.તેમને પાંચ બદમાશોએ ૫કડીને તેમની પાસેના પૈસા ઝુંટવી લીધા,ત્યારબાદ મારપીટ કરીને ભાગી ગયા.તે જ રસ્તે થઇને એક સજ્જન વ્યક્તિ ૫સાર થઇ રહ્યા હતા.સંતની આવી હાલત જોઇને તેમને દયા આવી ગઇ.તેઓ સંતને દવાખાને લઇ જઇ દાખલ કરી ઉ૫ચાર કરાવ્યો.કેટલાક દિવસ ૫છી સંત મહાપુરૂષને હોંશ આવતાં પેલા સજ્જને પૂછ્યું કેઃમહારાજ..! શું આપને યાદ છે કે-આપને મારપીટ કરનાર અને આપને લૂંટી લેનાર કોન હતા..? અહી દવાખાનામાં આપને કોન લાવ્યું હતું..? તેના જવાબમાં સંત મહાપુરૂષ કહે છે કેઃ મને પુરેપુરૂ ભાન હતું કેઃ તમે જ મને માર મારી લૂંટી લીધો અને તમે જ મને અહી દવાખાનામાં દાખલ કરી ઉ૫ચાર કરાવ્યો હતો. પેલા સજ્જને મહાત્માને કહ્યું કેઃ મહારાજ..! આપ જરા વિચાર કરીને બોલો ! મહાત્માએ કહ્યું કેઃ હું સાચું જ કહું છું કેઃ તમે સાક્ષાત નિર્ગુણ નિરાકાર પરમેશ્વર આ મહાનુભાવના શરીરમાં આવીને મને પૂછી રહ્યા છો. જ્યારે મને સજા આ૫વી હતી તો પાંચ બદમાશોના રૂ૫માં આવીને તમે જ મને માર્યો.સજા આપ્‍યા પછી તમે જ વિચાર્યુ કે આને જાનથી મારવો નથી,એટલે આ સજ્જનના રૂપમાં આવીને મારી તમામ પ્રકારની દેખભાળ કરાવી અને તમે જ મને પુછી રહ્યા છો..! મારી દ્દષ્‍ટ્રિમાં તો " જિધર દેખતા હું તૂં હી તૂં હૈ ’’ કહેવાનો ભાવ સંત મહાપુરૂષના હ્રદયમાં સમયના સદગુરૂ દ્વારા આપવામાં આવેલ પ્રેમ..નમ્રતા..સમદ્રષ્‍ટિરૂપી જ્ઞાનનો નકશો જેવી રીતે રેખાંકીત કર્યો હોય છે તેના અનુરૂ૫ જ તેમના જીવનમાં કર્મરૂપી રંગ ચઢ્યો હતો.ઇશ્વર સમહ્રદય છે.અમારે ૫ણ અમારા જીવનમાં સમદ્રષ્‍ટ્રિનો ભાવ ઉત્પન્ન કરીને ભૌતિક તથા આધ્યાત્મિક બંન્ને સ્તર ૫ર ઉન્નત્તિ કરવાની છે તથા જ્ઞાનના નકશા ઉ૫ર અમલનો રંગ અમારા જીવનમાં ચઢાવવાનો છે.
        સાચી માનવતાવાળું જીવન જીવવાની કામના કરનારને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ પૂર્ણ ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂના માધ્યમથી સબઘટવાસી અંતર્યામી નિર્ગુણ નિરાકાર પરમાત્મનું જ્ઞાન પ્રાપ્‍ત થાય છે.જો પ્રત્યેક માનવ પોતાના વાસ્તવિક સ્વરૂ૫ બ્રહ્મજ્ઞાનને પ્રાપ્‍ત કરીને તે મુજબ જીવન જીવવાનું શરૂ કરી દે તો અશાંતિ..વૈરમનસ્ય..ચોરી..વ્યભિચાર..અપરાધ તથા સ્વાર્થ ૫રાયણતા.. માનવ માનવનું જે શોષણ કરે છે તે..લૂંટફાટ..ખૂના મરકી જેવા અત્યાચારો બંધ થઇ જાય તેમાં કોઇ શંકા નથી.
        માનવતા એ જ માનવનો સાચો ધર્મ(મજહબ) છે.જે માનવના હ્દયમાં બ્રહ્મજ્ઞાનનો નકશો રેખાંકીત રહે છે,તેમનામાં વર્ગભેદ કે વર્ણભેદ હોતો નથી,એટલે જ જ્ઞાનીજનો યુગના અવતાર વર્તમાન સદગુરૂની વાણીને ૫રમાત્માના સાનિધ્યમાં લઇ જનારી વાણી સમજીને પોતાના જીવનમાં અનુસરણ કરી અમલનો રંગ ચઢાવી ઇમાનદારીના રસ્તે ચાલે છે...

સંકલનઃ
વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી, તા.શહેરા, જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧  ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail:vinodmachhi@gmail.com


No comments:

Post a Comment