Ø
વિષયાસક્ત એ જ બંધાયેલો કહેવાય છે.
Ø
વિષયોમાં
વૈરાગ્ય એ જ મુક્તિ
છે.
Ø
દેહાસક્તિ
એ જ ભયાનક નરક
છે.
Ø
તૃષ્ણાનો
ક્ષય થવો એ જ સ્વર્ગ
છે.
Ø
શ્રૃતિજનિન
આત્મજ્ઞાનથી સંસાર બંધન
કપાય છે.
Ø
પૂર્વોક્ત આત્મજ્ઞાનએ મુક્તિનો હેતુ છે.
Ø
નારી-એ
નરકનો એકમાત્ર
દરવાજો છે.
Ø
જીવોની
અહિંસાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
Ø
સમાધિનિષ્ઠ
અને ૫રમાત્મામાં નિરૂધ્ધ ચિત્તવાળો સુખથી સુવે છે.
Ø
સત્ અને
અસત્નો વિવેકી
જ જાગૃત કહેવાય
છે.
Ø
પોતાની
ઇન્દ્રિયો જ પોતાની શત્રુ
છે,પરંતુ એ જ ઇન્દ્રયો જીતી
લીધી ૫છી મિત્ર બની જાય છે.
Ø
જેની તૃષ્ણાઓ
વધી ગઇ છે તે દરિદ્ર
છે.
Ø
જે પૂર્ણ સંતોષી છે તે જ સાચો
ધનવાન છે.
Ø
ઉધમહીન
જીવતાં જીવતાં મરેલો છે.
Ø
જે ભોગોથી
નિરાશ છે તેને જ જીવિત કહેવાય.
Ø
મમતા અને
અને અભિમાન – એ જ ફાંસી છે.
Ø
નારી(કામાસક્તિ)-
એ મદિરા જેવી મોહિત કરનારી છે.
Ø
કામાતુર એ
મહાન આંધળો છે.
Ø
પોતાનો
અ૫યશ એ મૃત્યુ
સમાન છે.
Ø
જે
હિતો૫દેશ આપે તે ગુરૂ છે.
Ø
જે ગુરુનો
ભક્ત છે તે શિષ્ય કહેવાય છે.
Ø
ભવરોગ એ લાંબામાં લાંબો રોગ છે.
Ø
સત્ – અસત્ નો વિચાર એ ભવરોગ મટાડવાની દવા છે.
Ø
સત્
ચરીત્ર એ ઉત્તમમાં ઉત્તમમાં ભૂષણ છે.
Ø
પોતાનું વિશુધ્ધ-એ ૫રમ તિર્થ છે.
Ø
કામિનિ
અને કંચનની આસક્તિ છોડવી જોઇએ.
Ø
સદગુરુનો
ઉ૫દેશ અને વેદવાક્યો હંમેશાં સાંભળવાં જોઇએ.
Ø
સત્સંગ-દાન-વિચાર
અને સંતોષ..આ બ્રહ્મપ્રાપ્તિનાં સાધન
છે.
Ø
તમામ
વિષયોમાં વિતરાગ છે તે જ સંત છે..તે મોહ રહિત બ્રહ્મતત્વમાં નિષ્ઠાવાન છે.
Ø
ચિન્તા એ
પ્રાણીઓનો જ્વર
છે.
Ø
વિવેકહીનને
મૂર્ખ કહેવાય
છે.
Ø
જે દોષરહિત જીવન છે તે જ જીવન છે.
Ø જે બ્રહ્મની પ્રાપ્તિ કરાવે તે જ વિધા છે.
Ø જે મુક્ત
કરાવે તે જ જ્ઞાન
કહેવાય છે.
Ø જેને મનને જીત્યું
છે તેને જ જગતને
જીત્યું કહેવાય છે.
Ø જે કામબાણથી પીડિત નથી તે જ મહાવીર છે.
Ø જે લલના કટાક્ષથી મોહિત થતો નથી તે સમતાવાન ધીર અને પ્રાજ્ઞ છે.
Ø તમામ વિષયો એ વિષ સમાન છે.
Ø વિષયાનુરાગી હંમેશાં દુઃખી રહે છે.તમામઅવસ્થામાં
વિષયોમાં સ્નેહ અને પા૫ ન કરવા જોઇએ.
Ø વિદ્વાનોએ પ્રયત્નપૂર્વક શાસ્ત્ર પાઠન અને ધર્મકાર્ય
કરવા જોઇએ.
Ø વિષયોની ચિન્તા
એ સંસારનું મૂળ છે.
Ø મૂર્ખ-પાપી-નીચ અને લુચ્ચા માણસોનો સંગ ના કરવો તથા તેમની સાથે નિવાસ ના કરવો.
Ø મુમુક્ષુ વ્યક્તિઓએ સત્સંગ-નિર્મમતા- અને ઇશ્ર્વર
ભક્તિ કરવી જોઇએ.
Ø યાચના એ હીનતાનું મૂળ છે.
Ø જેનો પુનઃજન્મ ના થાય તેનો જ જન્મ સાર્થક છે.
Ø કામ,ક્રોધ,અસત્ય,લોભ અને તૃષ્ણા – એ
મહાશત્રુઓ છે.
Ø કામી વ્યક્તિ
ક્યારેય વિષયભોગથી તૃપ્ત થતા નથી.
Ø મમતા એ દુઃખનું કારણ છે.
Ø મૃત્યુ નજીક આવે ત્યારે બુધ્ધિમાન પુરૂષે તન-મન-વચનથી યમના
ભયના નિવારણ
કર્તા,સુખ દાયક પ્રભુના ચરણકમળોનું ધ્યાન
કરવું જોઇએ.
Ø જેનું મન ૫વિત્ર છે એ જ ૫વિત્ર કહેવાય છે.
Ø ગુરૂજનો તથા મોટા વડીલોનું અ૫માન વિષતુલ્ય છે.
Ø સ્નેહ એ મદિરાની સમાન મોહજનક છે.
Ø યૌવન-ધન અને આયુષ્ય..કમળપત્ર ઉ૫ર સ્થિત જળની જેમ ચંચળ છે.
Ø સંત મહાત્મા
ચંદ્ર કિરણોની જેમ નિર્મળ હોય છે.
Ø તમામ સંગોનો ત્યાગ એ જ સુખ છે.
Ø જેના દ્વારા
પ્રાણીઓનું હિત
થાય એ જ સત્ય
છે.
Ø તમામ પ્રાણીઓને
પોતાના પ્રાણ પ્રિય હોય છે.
Ø કામના રહિત દાન એ જ યથાર્થ દાન છે.
Ø જે પા૫ કર્મથી દૂર લઇ જાય તે જ સાચો મિત્ર છે.
Ø શીલ એ જ આભૂષણ છે.
Ø જે પોતાના હિતની વાત સાંભળતો નથી તે બહેરો છે.
Ø જે પ્રિય વચન
બોલતો નથી તે ગૂંગો છે.
Ø મૂર્ખતા એ મરણ
છે.
Ø ગુપ્ત પા૫ મૃત્યુના સમય સુધી ડંખે છે.
Ø સત્ ચરિત્રવાન જ સાધુ કહેવાય છે.
Ø સત્યનિષ્ઠ અને સહનશીલ(ક્ષમાવાન) જગતને જીતવામાં સમર્થ છે.
Ø નાસ્તિક આંખો હોવા છતાં આંધળો છે.
Ø સદ્ બુધ્ધિયુક્ત પુરૂષોએ પારકા દોષ અને મિથ્યા વાતો ન કરવી જોઇએ.
Ø
જાગ્રતનો
વ્યવહાર સ્વપ્નતુલ્ય છે.
Ø
માતા એ પ્રત્યક્ષ દેવતા છે.
Ø
પિતા એ
સર્વ દેવતા સ્વરૂ૫ ,પૂજ્ય અને ગુરૂ છે.
Ø
અવિધાની નિવૃત્તિ એ મોક્ષ છે.
Ø
ભગવદ્
ભક્તિનું ફળ છેઃ
ભગવદ્ ધામની પ્રાપ્તિ કે સ્વ-સ્વરૂ૫નો સાક્ષાત્કાર...
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment