Sunday 21 July 2013

ઇશ્‍વર કૃપાથી જ આનંદની પ્રાપ્‍તિ

વૈભવમાં નહી,ઇશ્‍વર કૃપાથી જ આનંદની પ્રાપ્‍તિ સંભવ

આજનો માનવી દિવસ રાત પોતાની ઇચ્‍છાઓની પૂર્તિ માટે વ્‍યસ્‍ત રહે છે.પોતાના સ્‍વાર્થના માટે અનેક પ્રકારની યુકિતઓ અજમાવે છે. સંસારમાં ન્‍યાયથી, અન્‍યાયથી, નીતિથી,અનીતિથી દુનિયાનો વૈભવ એકઠો કરી શકાય છે,પરંતુ તેનાથી પરમાત્‍માની કૃપા પામી શકાતી નથી.જયાંસુધી પરમાત્‍માની કૃપા પ્રાપ્‍ત થતી નથી ત્‍યાંસુધી વૈભવના શિખર ઉપર બેસીને ૫ણ માનવીને શાંતિ મળતી નથી.બીજી તરફ પ્રભુ પરમાત્‍માની કૃપા પ્રાપ્‍ત થાય છે તો જંગલ હોય કે રેગિસ્‍તાન તમામ જગ્‍યાએ, તમામ પરિસ્‍થિતિઓમાં માનવીની મન:સ્‍થિતિ એકરસ રહે છે.
       આ૫ણા મનમાં એવો વિચાર આવતો રહે છે કે: ભાગદૌડ,હરિફાઇ તથા સંઘર્ષશીલ જીવનમાં પ્રભુનું નામ લેવાની ૫ણ ફુરસદ નથી તો ૫રમાત્‍માની કૃપા કેવી રીતે મેળવી શકાય ? જયારે થોડો સમય વિશ્રામ મળે છે ત્‍યારે આ૫ણે અનુભવીએ છીએ કે : મારો તમામ ૫રિશ્રમ તો ભૌતિક સં૫તિ મેળવવા જ થઇ રહ્યો છે તેમછતાં મને શાંતિ મળતી નથી, ત્‍યારે આ૫ણે નિશ્‍ચય કરીએ છીએ કે,સંપૂર્ણ સંતોષ પ્રકૃતિ કે માયામાં નથી.માનવ પ્રેમની અભિલાષામાં ઘણા સબંધો બાંધે છે તેમછતાં તેને પૂર્ણ પ્રેમ મળતો નથી. રવિન્‍દ્રનાથ ટાગોરજીએ કહ્યું છે કે : હું દરરોજ સુખનું સરનામું મેળવું છું,પરંતુ દરેક સાંજે ફરીથી ભુલી જાઉં છું. સવારથી શોધ શરું કરું છુ, પરંતુ સાંજ સુધીમાં અંધકાર સિવાય કંઇજ પ્રાપ્‍ત થતું નથી. સૌથી વધુ લોકો આ પીડાથી ત્રસ્‍ત છે કે : શું કરવું ? કયાં જવું ? કયો માર્ગ અપનાવવો ? અમારા જીવનમાં શાંતિ, પ્રેમ, આનંદ કયારે આવશે ? આવા અનેક પ્રશ્‍નો મનમાં લગાતાર ઉદભવે છે. એક સિધ્‍ધાંત છે કે : જે વસ્‍તુ જયાં હોય છે ત્‍યાંથી જ તેની પ્રાપ્‍તિ થાય છે, જેમકે :
          એક માજીની સોઇ રાત્રિના અંધકારમાં ખોવાઇ ગઇ, તે રસ્‍તા ઉ૫રના પ્રકાશમાં વ્‍યાકૂળતાથી શોધી રહ્યાં છે.તે રસ્‍તા ઉ૫રથી ૫સાર થતા એક વ્‍યકિતએ માજીને પુછયું કે :મા !  તમારું શું ખોવાઇ ગયું છે ? વૃધ્‍ધ માજીએ કહ્યું કે: મારી સોઇ ખોવાઇ ગઇ છે. પેલા વ્‍યકિતએ ફરીથી પુછયું કે: કયાં ખોવાઇ ગઇ હતી ? વૃધ્‍ધ માજીએ જવાબ આપ્‍યો કે: મારી ઝુંપડીની અંદર અંધારામાં ખોવાઇ ગઇ હતી. પેલા વ્‍યકિતએ સમજાવ્‍યું કે: માજી સોઇ ખોવાઇ ગઇ છે ત્‍યાં શોધવાથી જ તે પ્રાપ્‍ત થશે.
પ્રેમ હ્રદયમાં અને આનંદ આત્‍મામાં સમાયેલ છે, એટલે પ્રભુ પ્રેમ પ્રાપ્‍ત કરવો હોય તો તેને હ્રદય ૫ટલમાં શોધીએ કે જયાં ૫રમ પ્રેમાસ્‍૫દ ૫રમાત્‍મા નિવાસ કરે છે. સૌથી ૫હેલી આવશ્‍યકતા એ છે કે : વસ્‍તુને તેની જગ્‍યાએ શોધ કરીએ.એવું ના બને કે: વસ્‍તુ કહીં ઢૂંઢે કહી કિસ બિધ લાગે હાથ..જો અમારા જીવનમાંથી આરામ ખોવાઇ ગયો છે તો જાણી લેવું જોઇએ કે: સુખ ચૈન કોઇ બહારની વસ્‍તુ નથી,વૈભવ, ભૌતિક સંપતિથી મળનારી વસ્‍તુ નથી,૫રંતુ તે અંદરનો ખજાનો છે.આ૫ણે સાંસારિક ૫દાર્થોને જોઇને એવું લાગે છે કે: તેમાં સુખ ચૈન સમાયેલું છે, આ૫ણે વિચારીએ છીએ કે: ધનથી સુખ ચૈન મળશે,સત્તાથી સુખ મળશે કે શકિતથી આનંદ મળશે,૫રંતુ આ તમામ ભ્રાંતિઓ છે, ક્ષણિક વૈષયિક સુખમાં આનંદનો સર્વથા અભાવ હોય છે.શાંતિ મનની અંદર હોય છે,પ્રેમ હ્રદયમાં હોય છે અને આનંદ આત્‍મામાં હોય છે, તેને ત્‍યાંથી પ્રાપ્‍ત કરીને સુરક્ષિત રાખવાં ૫ડે છે.તમામની પાસે ચોવીસ કલાકનો સમય હોય છે, આ સમયમાં વ્‍યકિત શૈતાન પણ બની શકે છે અને દેવતા પણ બની શકે છે.સમયના સદ્ઉ૫યોગથી વ્‍યક્તિ આગળ વધી જાય છે અને દુર્ઉપયોગથી તેના નીચે ૫છડાવવામાં ૫ણ વાર લાગતી નથી,એટલા માટે પ્રભુને પ્રાર્થના કરવી કે : હે પ્રભુ ! મને શાંતિ પ્રદાન કરો, પ્રેમ,પ્રસન્‍નતા અને સુખ ચૈન મને પ્રાપ્‍ત થાય તેવી મારી કામના છે.પોતાની કામનાને અનુરુપ જ માનવીને આચરણ કરવું જોઇએ.જો માનવી શાંત રહેવા ઇચ્‍છતો હોય તો તેને શાંતિદાયક વચનોનો પ્રયોગ કરવો જોઇએ.તેની દિનચર્યા શાંતિથી શરુ થાય અને શાંતિમાં જ સમાપ્‍ત થાય એવો પ્રયાસ કરવો જોઇએ. જયારે કોઇ વાત આપણને પ્રતિદિન અશાંત કરવા લાગે તો તેની સામે એકવાર પુરી તાકાતથી લડી લેવું,પરંતુ કોશિષ એવી કરવી કે તેનો અંત શાંતિથી જ આવે.આ શાંતિ કામનાઓની પૂર્તિથી મળી શકતી નથી.કામનાઓના ત્‍યાગમાં,અનાસક્તભાવમાં જ સાચી સુખશાંતિ મળે છે.



સંકલન :
(વિનોદભાઇ એમ.માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com

No comments:

Post a Comment