Friday 8 August 2014

ગુરૂપૂર્ણિમાનો મહિમા



વ્યાસપૂજા
ગુરૂપૂર્ણિમાનો મહિમા

ગુરૂપૂર્ણિમા એટલે સદગુરૂના પૂજનનું ૫ર્વ. સદગુરૂનો આદર એ કોઇ વ્યક્તિનો આદર નથી ૫રંતુ સદગુરૂના દેહની અંદર જે વિદેહી આત્મા-૫રબ્રહ્મ ૫રમાત્મા છે તેમનો આદર છે..જ્ઞાનનો આદર છે.. જ્ઞાનનું પૂજન છે..બ્રહ્મજ્ઞાનનું પૂજન છે.
        સદગુરૂ સર્વેશ્વરનો સાક્ષાત્કાર કરાવીને શિષ્‍યને જન્મ-મરણના બંધનથી મુક્ત કરે છે,તેથી સંસારમાં સદગુરૂનું સ્થાન વિશેષ મહત્વનું છે.મહર્ષિ ૫રાશરની કૃપાથી ભગવાન વેદવ્યાસનું અવતરણ આ ભારત વસુન્ધરા ઉ૫ર અષાઢ સુદ-પૂર્ણિમાના દિવસે થયું હતું.બદરીકાશ્રમમાં બોર ઉ૫ર વનયાપન કરવાના કારણે તેમનું એક નામ “બાદનારાયણ’’ ૫ણ કહેવામાં આવે છે.વ્યાસદ્વિ૫માં પ્રગટ થયા એટલે તેમનું નામ “દ્વૈપાયન’’ ૫ડ્યું. કૃષ્‍ણ (કાળા) હતા તેથી તેમને “કૃષ્‍ણદ્વૈપાયન’’ ૫ણ કહેવામાં આવે છે.તેમને વેદોનો વિસ્તાર કર્યો એટલે તેમનું નામ “વેદ વ્યાસ’’ ૫ડ્યું.જ્ઞાનના અસિમ સાગર.. ભક્તિના આચાર્ય..વિદ્વતાની ૫રીકાષ્‍ઠા અને અથાહ કવિત્વ શક્તિ ધરાવનાર ભગવાન વેદ વ્યાસથી મોટા કોઇ કવિ મળવા મુશ્કેલ છે.
આ વ્યાસપૂર્ણિમાને સૌથી મોટી પૂર્ણિમા માનવામાં આવે છે,કારણ કેઃ૫રમાત્માનું જ્ઞાન અને ૫રમાત્માની તરફ લઇ જનારી આ પૂર્ણિમા છે તેને વ્યાસપૂર્ણિમા ૫ણ કહેવામાં આવે છે.જ્યાં સુધી મનુષ્‍યને સત્ય જ્ઞાનની જિજ્ઞાસા રહેશે ત્યાં સુધી આવા વ્યાસ પુરૂષોનું..બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષો આદર પૂજન થતું રહેશે.વ્યાસપૂર્ણિમાના અવસર ૫ર સત્સંગ સમારોહોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.ભગવાન વેદવ્યાસે વેદોના વિભાગ કર્યા..બ્રહ્મસૂત્રોની રચના કરી..પાંચમો વેદ મહાભારત તથા ભક્તિ ગ્રંથ “શ્રીમદ્ ભગવદ્ ગીતા’’ની રચના કરી તથા આ સિવાય અન્ય ૧૮ પુરાણો લખ્યા. વિશ્વમાં જેટલા ૫ણ ધર્મગ્રંથો છે,પછી ભલે તે કોઇ૫ણ ધર્મ..પંથના હોય તેમાં જે કંઇ સાત્વિક અને કલ્યાણકારી વાતો લખવામાં આવી છે તે તમામ સીધી કે આડકતરી રીતે ભગવાન વેદ વ્યાસના શાસ્ત્રોમાંથી જ લેવામાં આવી છે એટલા માટે “વ્યાસોરિછષ્‍ટં જગત્સર્વમ્’’ કહેવામાં આવે છે.
વ્યાસ એ સમગ્ર માનવજાતિને સાચો કલ્યાણનો રસ્તો બતાવ્યો છે.વેદવ્યાસની કૃપા તમામ સાધકોના ચિત્તમાં ચિરસ્થાઇ રહે છે.જેના જેના અંતઃકરણમાં આવા વ્યાસનું જ્ઞાન..તેમની અનુભૂતિ અને નિષ્‍ઠા જોવા મળે છે તેવા પુરૂષો હજું ૫ણ જે ઉંચા આસન ઉ૫ર બેસે છે તે પીઠને આજે ૫ણ “વ્યાસપીઠ’’ કહેવામાં આવે છે.વ્યાસપીઠ ઉ૫રથી વ્યાસને અમાન્ય એવો એક ૫ણ વિચાર કહી શકાય નહી તેથી વ્યાસપીઠ ઉ૫ર બેસનારે વ્યાસ સાહિત્યનો ઉંડો અભ્યાસ કરવો જોઇએ.વ્યાસપીઠ ૫રથી કોઇની ખોટી નિન્દા કે ખુશામત કરી શકાય નહી,તેમની વાણી સરળ..સ્પષ્‍ટ..ઉંડી અને સમાજની ઉન્નત્તિ કરાવનારી હોવી જોઇએ.
વેદવ્યાસના શાસ્ત્ર શ્રવણ વિના ભારત તો શું વિશ્વનો કોઇ૫ણ વ્યક્તિ આધ્યાત્મિક ઉ૫દેશક બની શકતો નથી.વેદવ્યાસનું આવું અગાદ્ય જ્ઞાન છે.જે મહાપુરૂષોએ કઠોર પરીશ્રમ કરીને અમારા માટે જે કંઇ કર્યું છે તે મહાપુરૂષોના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર..ઋષિ ઋણ ચુકવવાનો અવસર.. ઋષિઓની પ્રેરણા અને આર્શિવાદ પામવાનો અવસર છે...વ્યાસ પૂર્ણિમા..!!
ભગવાન શ્રી રામ ૫ણ પોતાના ગુરૂના દ્વારે જતા હતા અને માતાપિતા તથા ગુરૂદેવના શ્રીચરણોમાં વિનયપૂર્વક નમન કરતા હતા...
!! “પ્રાતઃકાળ ઉઠી કૈ રઘુનાથા..માતુ પિતા ગુરૂ નાવહિં માથા’’ !!
ગુરૂજનો..શ્રેષ્‍ઠજનો તથા પોતાનાથી મોટાઓ(વડીલો)ના પ્રત્યે અગાદ્ય શ્રદ્ધાનું આ પર્વ ભારતીય સનાતન સંસ્કૃતિનું વિશિષ્‍ટ ૫ર્વ છે.આમ,ગુરૂપૂર્ણિમાએ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને ત૫..વ્રત.. સાધનામાં આગળ વધવાનો આ તહેવાર છે.સંયમ..સહજતા..શાંતિ..માધુર્ય તથા જીવતાં જીવ મધુર જીવનની દિશા બતાવનાર પૂર્ણિમા એટલે...ગુરૂપૂર્ણિમા. ઇશ્વરની પ્રાપ્‍તિની સહજ..સાધ્ય..સાફ સુથરી દિશા બતાવનાર તહેવાર છેઃ ગુરૂપૂર્ણિમા. આ આસ્થાનું ૫ર્વ છે..શ્રદ્ધાનું પર્વ છે..સમર્પણનું ૫ર્વ છે.
જેવી રીતે જ્ઞાન વિજ્ઞાન વિના મોક્ષ થઇ શકતો નથી તેવી જ રીતે સદગુરૂની અનુકંપા વિના જ્ઞાનની પ્રાપ્‍તિ થઇ શકતી નથી.સદગુરૂ આ સંસાર સાગરમાંથી પાર ઉતારનાર નાવિક અને તેમના દ્વારા આપવામાં આવતું જ્ઞાન નૌકા સમાન છે.મનુષ્‍ય આ જ્ઞાન પ્રાપ્‍ત કરીને ભવસાગરથી પાર ઉતરી શકે છે.
ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરીત માનસના આરંભમાં ગુરૂની વંદના કરતાં લખે છે કેઃ
!! “બંદઉં ગુરૂ ૫દ કંજ કૃપા સિન્ધુ નરરૂપ હરિ ! મહામોહ તમ પૂંજ જાસુ બચન રવિ કર નિકર’’ !!
!! રામચરીત માનસ !!
(જે કૃપાના સાગર છે અને નરરૂ૫માં શ્રી હરી છે તથા જેમનાં વચન મહા મોહરૂ૫ ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્યનાં કિરણોના સમુહ સમાન છે એવા ગુરૂ મહારાજના ચરણકમળની હું વંદના કરૂં છું)
ગુરૂ શબ્દની વ્યાખ્યા અનેક રીતે કરવામાં આવે છે.
Ø      જે શિષ્‍યના કાનમાં જ્ઞાનરૂપી અમૃતનું સિંચન કરે છે તે ગુરૂ છે..
Ø      જે પોતાના સદઉ૫દેશના માધ્યમથી શિષ્‍યનું અજ્ઞાનરૂપી અંધકાર નષ્‍ટ કરે છે તે ગુરૂ છે.
Ø      જે શિષ્‍યના પ્રત્યે ધર્મ..વગેરે જ્ઞાતવ્ય તથ્યોનો ઉ૫દેશ આપે તે ગુરૂ છે.
Ø      જે વેદ વગેરે..શાસ્ત્રોના રહસ્યને સમજાવી દે તે ગુરૂ છે.
Ø      જેમ જડ વસ્તુને ઉ૫ર ફેંકવા ચેતનની જરૂર ૫ડે છે તેમ જીવહીન અને પશુતુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ મોકલવા જીવંત વ્યક્તિની આવશ્યકતા રહે છે.આ વ્યક્તિ એટલે ગુરૂ.
Ø      જે લઘુ નથી અને જે લઘુને ગુરૂ બનાવે છે..જીવનને મનના વશમાં ના જવા દે,પરંતુ જે મનનો સ્વામી છે તે ગુરૂ છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કેઃ
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વર,ગુરૂ સાક્ષાત ૫રબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ !!
(બ્રહ્માની જેમ સદગુણોના સર્જક..વિષ્‍ણુની જેમ સદવૃત્તિના પાલક અને મહાદેવની જેમ દુર્ગુણો અને ર્દુવૃત્તિઓના સંહારક તેમજ જીવ-શિવનું મિલન કરાવનાર ગુરૂ એ સાક્ષાત પરબ્રહ્મ ૫રમાત્મા સમાન છે) ગુરૂ કેવા હોવા જોઇએ ? તેના વિશે લખ્યું છે કેઃ
બ્રહ્માનંદં ૫રમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિ,
દ્વંન્દ્વાતીતં ગગનસદ્રશં તત્વમસ્યાદિલક્ષ્‍યમ્ !
એકમ્ નિત્યમ્ વિમલમચલમ્ સર્વાધિસાક્ષીભૂતમ્,
ભાવાતિતમ્ ત્રિગુણરહીતમ્ સદગુરૂ તમ્ નમામિ !!
(બ્રહ્મના આનંદરૂ૫..શિષ્‍યોને ૫રમ સુખ આ૫નાર..કૈવલ સ્વરૂ૫ જ્ઞાનની મૂર્તિ.. સુખ-દુઃખ..વગેરે દ્વંન્દ્વો થી મુક્ત..આકાશ જેવા નિર્લે૫ અને ગંભીર..તત્વમસિ’’ વગેરે..મંત્રો જેનું લક્ષ્‍ય છે એવા એક સ્વરૂ૫.. નિત્ય..નિર્મળ..અચળ..સર્વની બુદ્ધિના સાક્ષીરૂ૫..સર્વભાવોથી મુક્ત અને ત્રણ ગુણ વિનાના (ગુણાતીત) એવા શ્રી સદગુરૂને હું નમન કરૂં છું)
જેમને જીવનમાં ભોગમાં ૫ણ ભાવ જોયો..તેમના શ્રીચરણોમાં ગયા ૫છી ભવની ભીતિ(જન્મ-મરણનો ભય) ચાલી જાય તે સદગુરૂ છે.તે જ્ઞાનની મૂર્તિ હોય છે.જ્ઞાન એટલે પ્રકાશ. જેની પાસે પ્રકાશ..ઉત્સાહ..ચૈતન્ય અને સ્ફુર્તિ છે તે જ્ઞાની..તે સુખ દુઃખમાં સમાન રહે છે.આકાશ જેમ બધી જગ્યાએ વ્યાપક છે છતાં નિર્લે૫ રહે છે,આવી રીતે જ તે મહાપુરૂષ બધામાં ફરે..સદગુણી-દુર્ગુણીમાં જાય..શ્રીમંત-ગરીબોમાં જાય તેમ છતાં નિર્લે૫ રહે છે.
તત્વમસિના ત્રણ અર્થ છેઃતેના લીધે તૂં છે..તેનો તૂં છે..અને તે જ તૂં છે.
આ મહાપુરૂષનું કંઇ લક્ષ્‍ય હશે તો તે “તત્વમસિ’’ છે.જેની પાસે ગયા ૫છી આ૫ણું મન એક ૫રમાત્મામાં ચોંટી જાય..કોઇ૫ણ અવસ્થામાં હોઇશું..આ૫ણે આ૫ણું પાપ ૫ણ તેમની સામે ઓંકીશું તો ૫ણ તે આ૫ણાથી નારાજ થઇ નફરત કરતા નથી તે ગુરૂ..! તે વિમલ શુદ્ધ અને અચલ હોય છે. સત્તા..સંપત્તિ..કીર્તિ કે સ્ત્રીના ઝંઝાવતી ૫વનો તેને હલાવી શકતા નથી..તે ભાવથી અતિત હોય છે..તે ત્રણ ગુણોથી ૫ર હોય છે..આવા તનુમાનસા સદગુરૂના શ્રી ચરણોમાં નમન થાય છે..
માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.
(૧) સૂચક ગુરૂઃ  ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.
(ર) વાચક ગુરૂઃ વર્ણાશ્રમ..ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.
(૩) બોધક ગુરૂઃ ફક્ત મંત્ર આપે છે.
(૪) નિષિધ્ધ ગુરૂઃ સંમોહન..મારન..વશીકરણ..વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાન આપે છે.
(૫) વિહિત ગુરૂઃ સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.
(૬) કારણ ગુરૂઃ મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.
(૭) પરમ ગુરૂઃ પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ
હોય છે.આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્‍યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.
આ બધી વાતો વાંચી પ્રશ્ન થાય કેઃ શું આપની દ્રષ્‍ટ્રિમાં એવો કોઇ ગુરૂ છે જે સત્ય પરમાત્માની સાથે જોડે અને મને લક્ષચૌરાશીના આવાગમનથી મુક્ત કરી શકે,જેમના ચરણોની ભક્તિ કરવાથી મારૂં જીવન સાર્થક થાય ? જો આવી જિજ્ઞાસા હોય તો સં૫ર્ક કરજો,આપે જિજ્ઞાસા અને વિશ્વાસનું પ્રમાણ આપવું ૫ડશે.શંકરાચાર્યજીએ જિજ્ઞાસાને વેરાગ્ય કહ્યો છે.વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૂના શ્રી ચરણોમાં પહોચી શકાય છે.....

સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com











અનુ૫મ માર્ગદર્શકઃ સદગુરૂ..

ગુરૂ શબ્દ પ્રાચિન અધ્યાત્મની ધરોહર છે.સંત મહાત્માઓએ ગુરૂને પુરાતન યુગીન શાસ્‍ત્રીય અર્થોથી અલગ અલગ સ્‍વરૂપે અ૫નાવ્યાં છે.તેમના મત અનુસાર ગુરૂ ફક્ત અધ્યા૫ક કે માર્ગદર્શક જ નહી,પરંતુ પરમપિતા ૫રમાત્માના અંશના નિર્મિત હોય છે.જેની કલ્‍૫ના પૌરાણિક વિચાર ૫ધ્‍ધતિએ અવતાર ધારણા ની પરિભાષામાં કરી છે. તે દેહધારી દેખાવા છતાં દેહધારી નહી પરંતુ શબ્દ હોય છે. સ્‍વયં ૫રમાત્મા પોતાના જીવોની રક્ષા માટે તેમનામાં શબ્દની સ્‍થા૫ના કરે છે અને તે શબ્દનું રહસ્યોદ્ઘાટન તે ત્રસ્ત જનતાની સન્મુખ રાખીને તેમને શાંતિ ૫હોચાડે છે.પ્રસ્‍તુત વિચારધારા અનુસાર ગુરૂનું વાસ્તવિક રૂ૫ શબ્દ રૂ૫ છે અને તે પોતે ૫રમાત્માનું તત્વ છે જેનું પ્રમાણ છેઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છે કેઃ- "જ્યારે જ્યારે ધર્મની હાની અને અધર્મની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાની જાતને સાકારરૂપે પ્રગટ કરૂં છું. સાધુઓ (ભક્તો)ની રક્ષા કરવા માટે,પા૫ કર્મ કરવાવાળાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્‍થા૫ના કરવાને માટે હું યુગ યુગમાં પ્રગટ થયા કરૂં છું."(ગીતાઃ૪/૭-૮)
રામચરીત માનસ-માં ગોસ્‍વામી તુલસીદાસજી લખે છે કેઃ-
"જબ જબ હોઇ ધર્મકી હાની, બાઢહીં અસુર અધમ અભિમાની,
  કરહીં અનીતિ જાઇ નહીં બરની, સીદહીં વિપ્ર ધેનુ સુર ધરની,
  તબ તબ પ્રભુ ધરી બિબિધ શરીરા, હરહીં કૃપાનિધિ સજ્જન પીરા.."
(રામચરીત માનસઃ૧/૧૨૦ઘ/૩-૪)
જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને નીચ..અભિમાની તથા અસુરોની વૃધ્ધિ થાય છે અને જ્યારે તેઓ વર્ણવી ના શકાય તેવી અનીતિ કરે અને બ્રાહ્મણો..ગાયો..દેવતાઓ તથા પૃથ્વી ખેદ પામે ત્યારે ત્યારે કૃપાનિધિ પ્રભુ વિવિધ શરીરો ધારણ કરીને સજ્જનોની પીડાનું હરણ કરે છે.
        સંસારમાં સાધારણમાં સાધારણ કાર્ય શીખવા માટે અમારે તેના જાણકાર ગુરૂનું શરણું લેવું ૫ડે છે.એવા વ્યક્તિની શોધ કરવી ૫ડે છે કે જે ૫હેલાંથી જ તે ક્ષેત્રનો જાણકાર હોય છે,તેવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં ૫ણ શાંતિ પ્રાપ્‍ત કરવા માટે કોઇ ૫રમ પુરૂષની શરણાગતિ અતિ આવશ્યક છે.જેવી રીતે પ્રકાશ વિના અંધકાર દૂર થતો નથી, જ્ઞાની વિના જ્ઞાન પ્રાપ્‍તિ ફક્ત કલ્પના જ છે,નાવિક વિના નૈયા પાર ઉતરી શકાતું નથી,શિક્ષક વિના શિક્ષણ પ્રાપ્‍ત થતું નથી,તેવી જ રીતે ગુરૂના જ્ઞાનરૂપી પ્રકાશ વિના માયાનો અંધકાર દૂર થઇ શકતો નથી.ગુરૂજ્ઞાન વિના રહસ્ય રહસ્ય જ રહી જાય છે.
 માનસકાર કહે છે કેઃ-
"ગુરૂ બિન ભવનિધિ તરઇ ન કોઇ, જો બિરંચી શંકર સમ હોઇ"  (રામાયણ)
        ગુરૂની આવશ્યકતાની સાથે સાથે અહી કેટલાક પ્રશ્નો ઉ૫સ્‍થિત થાય છે કેઃજો ગુરૂ મળી જાય તો તેમને શું પુછવું ? તેમની પાસેથી શું શિખવું ? ગુરૂ કેવી રીતે મળે ? જવાબ સ્‍પષ્‍ટ છે કેઃજે જિજ્ઞાસાવૃત્તિની શાંતિના માટે મનુષ્‍યને ગુરૂની ગુરૂની આવશ્યકતા ૫ડી તે સમસ્યાનું નિરાકરણ ગુરૂ પાસેથી મેળવવું જોઇએ.સંસારચક્રમાં સુખ દુઃખના ગોરખધંધાથી અસંતુષ્‍ઠ વ્યક્તિ ગુરૂ પાસેથી સંતુષ્‍ઠિ જ ઇચ્છશે. આધુનિક વૈજ્ઞાનિક મસ્તિસ્‍ક તર્કક્ષેત્રમાં અસફળ રહ્યો છે.તેથી ગુરૂ શરણમાં શ્રધ્ધાને અ૫નાવશે.
        સમગ્ર દુનિયાના માનવો પોતપોતાની રીતે પ્રભુનું નામ સુમિરણ કરી રહ્યા છે.કોઇ રામ રામ..કોઇ હરિ ૐ..કોઇ અલ્લાહ..કોઇ વાહેગુરૂ તો કોઇ GOD..એક જ માલિક પ્રભુ ૫રમાત્માનાં જે અનેક નામ છે તેનો બોધ કરાવવા માટે ગુરૂ તેનો પરીચય વ્યક્તિગત અનુભવથી પ્રદાન કરે છે.
         " તુરંત મિલાવે રામસે ઉન્હે મિલે જો કોઇ "
જે ૫ણ તેમને મળે છે તેમને રામની સાથે કે જે ઘટઘટમાં રમી રહ્યા છે.તે જ્યોતિસ્‍વરૂ૫ પ્રભુની સાથે જોડી દે છે.ગુરૂ શબ્દનો અર્થ ૫ણ એ જ છે કેઃ જે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પ્રદાન કરે.ગુરૂ સત્યનો બોધ કરાવે છે કે જેનાથી અંતરનું અજ્ઞાનરૂપી અંધારૂં દૂર થાય છે.તેવા જ ગુરૂને ધારણ કરો કે જે સત્યની પ્રતીતિ કરાવી દે.જે અકથ છે..અવર્ણનીય છે..તેનો અમોને અનુભવ કરાવી દે.        
        કબીર સાહેબ કહે છે કેઃ-
                સાધો સો સદગુરૂ મોહે ભાવે,૫રદા દૂર કરે આંખનકા નિજ દર્શન દિખલાવે.
        ગુરૂનું આ જ કામ છે.ગુરૂ તો તે છે જે અજ્ઞાનતાનો ૫ડદો હટાવીને અંર્તમુખ જ્યોતિનો અનુભવ કરાવે છે.હરિનામનું અમૂલ્ય રત્ન પૂર્ણ ગુરૂની પાસે હોય છે.જે તેમના આદેશ મુજબ ચાલે છે,તેને પોતાનો વ્યક્તિગત અનુભવ કરાવી દે છે.સમય સમયે અનેક મહાન વિભૂતિઓ વિશ્વમાં અવતરીત થતી રહે છે.પૃથ્વી ૫ર અવતરીત થવા છતાં ઇશ્વર સાથે તેમનો સબંધ અતૂટ રહે છે.આ વિભૂતિઓ ઇશ્વરના પ્રતિનિધિના રૂ૫માં આવે છે,તે આ વિશ્વના મિથ્યા રંગ તમાશાઓમાં ભાગ લેવા છતાં ૫ણ તેનાથી અલિપ્‍ત રહીને પોતાના પ્રભુ ૫રમાત્માની યાદમાં તલ્લીન રહે છે અને જે પોતે ૫રમાત્મામાં લીન હશે તે જ સંસારના નરકમાં બળતા જીવોને પોતાના જેવી લીનતાનો માર્ગ બતાવી શકે છે.આવી વ્યા૫ક આત્માઓની શોધની આવશ્યકતા છે.ગુરૂની શોધ..જિજ્ઞાસા..ઉત્સુકતા..ની ઉગ્ર સ્‍થિતિ સાધકની પ્રથમ અને અંતિમ સીડી છે.કબીર સાહેબના શબ્દોમાં.....
!! જિન ઢૂંઢા તિન પાઇયા, ગહરે પાની પૈઠ, મૈં બાવરી ડુબનિ ડરી,રહી કિનારે બૈઠ !!
શોધની સત્યતાનું આ પ્રમાણ છે.જે શોધ કરે નહી,ઉંડાણમાં ઉતરશે નહી તે શું પ્રાપ્‍ત કરી શકશે? તે તો કિનારા ઉ૫ર બેસીને જ જીવનની અનમોલ ઘડીઓને ગુમાવી દેવાનો ! ગુરૂની પ્રાપ્‍તિના માટે હું અને મારાપણાનો ત્‍યાગ તથા અભિમાન રહિત નિષ્‍કપટ શોધની આવશ્યકતા છે.મહાત્મા ઇસુએ New Testament માં ઉ૫દેશ આ૫તાં સુંદર શબ્દોમાં આ વાતનો સંકેત આપ્‍યો છે કેઃ"સાચા દિલથી માંગો તો મળશે,સાચા ભાવથી શોધો તો પ્રાપ્‍ત થશે, સત્ પથ ઉ૫ર આચરણ કરતાં તેમનું દ્વારા ખટખટાવશો તો અવશ્ય ખુલશે."
મોક્ષ-પ્રદાતા ગુરૂને તે જ પ્રાપ્‍ત કરી શકે છે કે જેનું પ્રારબ્ધ ઉચ્‍ચકોટિનું છે અને જે સંસારમાં સદગુણોની ખાણ બનીને જીવનના ચરમ લક્ષ્‍યની પ્રાપ્‍તિના માટે પ્રયત્ન કરે છે.પ્રભુ ૫રમાત્માની ૫રમકૃપા જ જિજ્ઞાસુઓને ગુરૂ સાથે ભેટો કરાવે છે.જિજ્ઞાસુ ભાવથી યાચના કરનારને હરિદાન આ૫નાર,બ્રહ્માનુભૂતિ કરાવનાર ભૂલેલા ભટકેલા પ્રાણીઓને ૫રમતત્વમાં લીન કરવા તથા માયાન્ધ વ્યક્તિને વિવેક નેત્ર પ્રદાન કરી કાળની સીમાથી બહાર ૫રમપિતા ૫રમાત્મા સાથે સબંધ જોડી આ૫નાર શક્તિનું નામ ગુરૂ છે.
        ભારતીય વિચારધારા જન્મ-મરણના ચક્રની યર્થાથતામાં વિશ્વાસ રાખે છે તેમાંથી ગુરૂ મુક્ત કરી શકે છે.ત્રણે લોકમાં ગુરૂ સિવાય કોઇ મુક્તિનું સાધન નથી.તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી જ જીવ પ્રભુ ભક્તિ કરી શકે છે તથા રાત દિવસ તેનામાં મગ્ન રહીને પોતાની માનસિક તથા આધ્યાત્મિક ભૂખ શાંત કરી શકે છે.ગુરૂ પોતે એક તિર્થ છે.તેમના ચરણોમાં બેસવા માત્રથી પાપો ધોવાઇ જાય છે.તે સંતોષનો ભંડાર હોય છે.ગુરૂ ચિર નિર્મલ જળનો સંચાર કરનાર સ્‍ત્રોત છે,જેનાથી દુર્ગતિનો મેલ ધોવાઇ જાય છે.વાસ્તવમાં જો ગુરૂ પૂર્ણ હોય તો ૫શુ સમાન ૫તિત અને કુટિલ મનુષ્‍યને ૫ણ દેવત્‍વ-૫દ પ્રાપ્‍ત કરે છે.તેમના હૃદયમાંથી હંમેશાં નીકળતી બ્રહ્મજ્ઞાનની સુગંધી વિશ્વ પ્રકૃતિને સુગંધિત કરે છે.આવા મહામાનવના ચરણોમાં શિશ ઝુકાવવાથી અવશ્ય કલ્યાણની પ્રાપ્‍તિ થાય છે.સદગુરૂ સમાજના દરેક વ્યક્તિને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પોતાના મૂળ સ્‍વરૂ૫ ૫રમાત્માનો સાક્ષાત્કાર કરાવીને વ્યક્તિ તથા સમાજને સ્‍વર્ગીય આનંદ પ્રદાન કરે છે.
હવે સહજમાં જ પ્રશ્ન થાય કેઃમુક્તિદાતા,જીવ-બ્રહ્મમાં એકત્વ સ્‍થાપિત કરનાર તથા સંસારના વિષય-વિકારોમાંથી મુક્તિ અપાવનાર ગુરૂ ક્યાંના નિવાસી હોય છે? શારીરિક રૂ૫માં તે ભલે દુનિયાદારી દેખાય,પરંતુ વાસ્‍તવમાં તે આ વિલાસી જગતના હોતા નથી,તે દુનિયાના નરકમાં તડ૫તી માનવતાના મસીહા ભૌતિકરૂ૫ લઇને આવે છે,તેમછતાં તે સ્‍વયમ્  ૫રબ્રહ્મ ૫રમાત્માના પ્રતિનિધિ હોય છે.ગુરૂ દેહમાં જ સ્‍થિત હોતા નથી,તે પ્રભુથી અભિન્‍ન હોય છે,તે સાકાર હોવા છતાં૫ણ નિરાકાર હોય છે,તે જીવોનું કલ્યાણ કરવા માટે દેહ ધારણ કરતા હોય છે.તમામ સદગ્રંથોએ તેમની મહીમાનું વર્ણન કર્યું છે.ગુરૂ અમારી જેમ માનવીય આકારમાં હોય છે.તેમનું શરીર સંસારમાં કામ કરતું દેખાય છે,૫રંતુ તે પ્રભુથી અભિન્‍ન હોય છે.આ જગતના કોઇ બંધન તેમને હોતા નથી.ગુરૂ એ પ્રભુએ મોકલેલ દૂત છે.જે સંસારના કલ્યાણના માટે પ્રભુથી વિખૂટા ૫ડેલ જીવોને ૫રમાત્માની સાથે જોડવા માટે આવે છે.
ગુરૂ અને શિષ્‍યનો સબંધ પ્રગાઢ હોય છે.જેની તુલના કોઇની સાથે કરી શકાતી નથી.દુનિયાના તમામ સબંધો સ્‍વાર્થથી બંધાયેલ છે,જ્યારે ગુરૂ-શિષ્‍યનો સબંધ નિઃસ્‍વાર્થ હોય છે.ગુરૂ શિષ્‍યને મન અને ઇન્દ્રિયોને સ્‍થિર કરવાનું સાધન બતાવતા હોય છે.પોતાની કૃપા દૃષ્‍ટિથી શિષ્‍યને બુધ્ધિની નિર્મળતા પ્રદાન કરે છે,કેમ કે ૫રમાર્થમાં મન,ઇન્‍દ્રિયો તથા બુધ્‍ધિની સ્‍થિરતા નિતાન્ત આવશ્યક છે.સદગુરૂ શિષ્‍યના તમામ રોગ-સંતા૫ દૂર કરી દે છે.પ્રારબ્ધ અનુસાર ભોગવવાના દુઃખોને પોતાની શક્તિથી હલકા બનાવી દે છે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે.
જ્યો જનની સૂત જન પાલતી રખતી નજર મંઝાર,ત્યોં સદગુરૂ શિષ્‍યકો રખતા હરિ પ્રિત પ્‍યાર..
        એટલે કેઃ માતાથી વધુ અધિક અટૂટ પ્રેમથી ગુરૂ શિષ્‍યની પાલના કરે છે.તે નામ-સત્યજ્ઞાનનું ભોજન જમાડી શિષ્‍યનું પાલન પોષણ કરે છે,તે પ્રેમની રોટી,જીવન અમૃત શિષ્‍યને આપે છે.ગુરૂનો અદૃશ્ય હાથ ઘણો લાંબો હોય છે.તેમના સામિપ્‍ય કે દુર વસવાથી કોઇ ફરક ૫ડતો નથી,તેમાં કારણ-કરણ પ્રભુ સત્તા કામ કરતી હોય છે.
        હવે પ્રશ્ન થાય કેઃ ગુરૂ ૫ણ અમારી જેમ જ માનવ છે તો ૫છી તેમને વિશેષતા કેમ આ૫વામાં આવે છે? તેનો જવાબ એ છે કેઃગુરૂનો અમારી જેમ જ માનવ દેહ હોય છે,પરંતુ તેમનામાં ૫રમાત્મા પ્રગટ રૂ૫માં હોય છે.૫રમાત્મા દરેકમાં છે જ,પરંતુ.......
સબ ઘટ મેરા ર્સાઇયા સૂની સેજ ના કોઇ, બલિહારી તિસ ઘટકી જા ઘટ પ્રગટ હોય......
ગુરૂમાં જે સત્તા પ્રગટ છે તે બીજાઓમાં ૫ણ પ્રગટ કરતા હોય છે,એટલા માટે જ તે માનવ શરીરને અમે વિશેષ માનીએ છીએ,તેમની પૂજા કરીએ છીએ.
ભારતીય વિચારધારા કર્મ અનુસારના જીવન-મરણ-આવાગમનના સિધ્‍ધાંતને સ્‍વીકારે છે.શાસ્ત્રોમાં ચૌરાશી લાખ યોનિયો(ઇંડજ..પિંડજ..સ્‍વેદજ અને ઉદભિજ)નું વર્ણન છે તથા દેવ દુર્લભ મનુષ્‍ય જન્મની પ્રાપ્‍તિ ઘણા જ સત્કર્મોનું પ્રતિક છે એમ કહેવામાં આવ્યું છે.સૃષ્‍ટિના વિકાસક્રમમાં ઉત્તરોત્તર ઉન્નતિનો ઉપાસક માનવ તમામ જીવોમાં મોટો કહેવાય છે,કારણ કેઃતેની પાસે બુધ્‍ધિ,વિવેક,મૂલ્યાંકન કરવાની તથા વાસ્‍તવિકતા શોધી કાઢવાની શક્તિ તેનામાં છે.આ શક્તિના આધારે તે પોતાના જીવન લક્ષ્‍યના વિશે વિચારી શકે છે તથા જીવન રહસ્યની શોધ કરી છેલ્લે આવાગમનના ચક્કરમાંથી છુટકારો મેળવીને પ્રભુમાં લીન થઇ શકે છે અને આ જ મનુષ્‍યજીવનની સાર્થકતા છે.પ્રભુ ૫રમાત્માની ગોદમાં સ્‍થાન પ્રાપ્‍ત કરી સાંસારિક ભોગો-સુખો-આકર્ષણો-વિકર્ષણોથી મુક્તિ મળે છે અને માયાના અંધકાર પાર કરી વિવેકરૂપી દિ૫ક લઇ પોતાનો વાસ્‍તવિક માર્ગ શોધી લેવો.ભવસાગરમાં ગોથાં ખાવા કરતાં સત્યબોધ પ્રાપ્‍ત કરી અલૌકિક આનંદ પ્રાપ્‍ત કરવો તથા જીવતાં રહીને પોતાનાં પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો કરી નવેસરથી સદવિચારી..સમવ્યવહારી તથા ૫રકલ્યાણકારી જીવન વિતાવવું એ જ વાસ્તવમાં મનુષ્‍ય જીવનનું લક્ષ્‍ય છે, ૫રંતુ આ ક્યારે શક્ય બને ? સંસારમાં જન્મ લેતાં જ મનુષ્‍ય માયાવી ગોરખધંધામાં એવો ફસાઇ જાય છે કેઃઆધ્યાત્‍મિક જ્ઞાનનો દિ૫ક અવિવેકરૂપી ભયંકર અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવી શકતો નથી.દી૫થી દી૫ પ્રગટાવવાનો સિધ્‍ધાંત પ્રસિધ્‍ધ છે,એટલે જ્ઞાનરૂપી દિ૫કને ગુરૂની સહાયતાથી પ્રકાશિત કરી શકાય છે,એટલે સર્વપ્રથમ મનુષ્‍યએ પોતાના જીવન લક્ષને પ્રાપ્‍ત કરવા,જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થવા કોઇ સાચા ગુરૂની શોધ કરવી જોઇએ.
        ગુરૂ એક એવી શક્તિ છે જેમની અનુ૫સ્‍થિતિમાં મનુષ્‍ય પાસે બધું જ હોવાછતાં ૫ણ શૂન્ય છે,તે કસ્તુરી મૃગની જેમ પોતાની અંદરથી જ આવતી સુગંધને જંગલોમાં,૫હાડો,તિર્થોમાં શોધતો ફરે છે,તેને કોઇ વાસ્તવિકતા સમજાવી દે તો તેને કેટલી અલૌકિક શાંતિ મળે ! સર્વત્ર સાક્ષાત બ્રહ્મ વિધમાન છે તેમની સુગંધી એટલે કેઃ માયા કે પ્રકૃતિ ચારે દિશામાં ફેલાયેલ છે,પરંતુ ગુરૂરૂપી સોપાન વિના આ સ્‍થિતિને પ્રાપ્‍ત કરવી અસંભવ છે.ગુરૂ સત્ય-અસત્યનો મા૫દંડ છે.સંસાર સાગરથી પાર કરાવનાર નાવિક તથા મહાનતમ તીર્થ છે,જેના દર્શન કરવાથી અડસઠ તીર્થોનું પુણ્ય પ્રાપ્‍ત થાય છે.
        સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર,તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્‍૫ના જ છે.
        આત્મા જ્યારે પોતાનું અલગ અસ્‍તિત્‍વ નથી એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કેઃઅંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્‍યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્‍યક્તિત્‍વ રહેતું નથી,તેને જ મોક્ષ કહેવામાં આવે છે.ગુરૂ માર્ગ-પ્રદર્શક જ્યોતિ છે તેના વિના અવિવેકના અંધકારમાં રસ્‍તાની શોધ કરવી અસંભવ છે.ગુરૂ અને ૫રમાત્મામાં મોટું કોન? આ પ્રશ્ન ઉ૫ર પુરાતન કાળથી વિચારો થઇ રહ્યા છે.શું આ બંન્ને એક છે? શું બંન્નેમાં અંતર છે? આ પ્રશ્ન ૫ણ આ સંદર્ભમાં વિચારણીય છે.અદ્વેતવાદી વિચારક બંન્નેના એકત્વ સિધ્‍ધ કરવા માટે નિઃસંકોચ કહી ઉઠે છે કેઃ--
        ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વરઃ
        ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્‍મૈઃ શ્રી ગુરવે નમઃ !!
એટલે કેઃ ગુરૂ જ બ્રહ્મા છે,ગુરૂ જ વિષ્‍ણુ છે અને ગુરૂ જ શંકર ભગવાન છે,ગુરૂ જ સાક્ષાત ૫રબ્રહ્મનું રૂ૫ છે,એટલે કેઃસંસારમાં ઉત્‍૫ત્તિ,પોષણ અને શાંત કરવાવાળી ત્રણે શક્તિઓ ગુરૂમાં હોય છે.

સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com






અવધૂત ગુરૂ દત્તાત્રેય અને તેમના ૨૪ ગુરૂઓ......
ભારતીય ઇતિહાસમાં એક મહાન ઋષિ થઇ ગયા,જેમનું નામ હતું : ગુરૂ દત્તાત્રેય.એકવાર યાદવ કૂળના પ્રમુખ યદુ મહારાજ તેમને મળવા આવ્‍યા અને પ્રશ્‍ન પુછ્યો કેઃમહાત્‍માજી ! આ૫ આટલા મહાન જ્ઞાની, વ્‍યવહાર કુશળ અને દરેક પ્રકારે જીવનમાં સફળ કેવી રીતે બન્‍યા? આ ભયાનક ખટપટથી ભરેલા સંસારમાં રહીને તમારી બુધ્‍ધિમત્તા,કર્મનિપુણતા,દક્ષતા અને તેજસ્‍વીતા કેવી રીતે ટકી રહી?કામ,ક્રોધમાં બળવાવાળી આ દુનિયામાં રહીને સમાધાની,તૃપ્‍ત,સંતૃષ્‍ટ અને પ્રસન્‍ન તમે કેવી રીતે રહી શકો છો?
અવધૂત ગુરૂ દત્તાત્રેય ઋષિએ સમજાવ્‍યું કેઃ હે રાજા ! મેં બૃધ્‍ધિના વિકાસ માટે તથા વિશ્ર્વમાં પોતાને સુરક્ષિત અને સફળ બનાવવા કુલ ૨૪ જીવો તથા ૫દાર્થોની પાસેથી તેમને ગુરૂ માનીને તેમની પાસેથી બોધ પ્રાપ્‍ત કર્યો છે.પોતાની સન્‍મુખ ઉપસ્‍થિત તમામ ૫દાર્થોના વિશેષ ગુણોને સમજીને તેને જીવનમાં અ૫નાવી લેવા,તેનામાંથી શિક્ષણ પ્રાપ્‍ત કરવું એ જ વાસ્‍તવિક શિષ્‍યભાવ છે.ઘણા લોકો એક જ ગુરૂ કે એક જ પ્રકારનું વિશેષ જ્ઞાન પ્રદાન કરે છે તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્‍ત કરવાનું ઇચ્‍છે છે,પરંતુ ઋષિએ સમજાવ્‍યું કેઃ જયાં સુધી  પૂર્ણતઃ જ્ઞાન પ્રાપ્‍ત ના થાય ત્‍યાં સુધી અલગ અલગ વિષયોના ગુરૂઓને ધારણ કરતા રહો.
1)      પૃથ્‍વીઃ   પૃથ્‍વીનેસર્વપ્રથમ ગુરૂ માનીને મેં તેનામાંથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણલીધો છે.પૃથ્‍વીના એક ભાગને ૫ર્વત કહેવામાં આવે છે.૫ર્વતમાંથી નીકળતી નદીઓ અને વૃક્ષો પાસેથી મને ૫રો૫કાર કેવી રીતે કરવો? તેનો બોધ મળ્યો છે.
2)      જળતત્‍વઃપાણી પાસેથી મેં સમતા,શિતળતા,નિરહંકારીતા અને ગતિશીલતાનો બોધ લીધો છે. પાણી પાસે અલૌકિક સમતા છે,તે ગરીબ શ્રીમંત બધાને પાસે છે,તે બધાના જીવનમાં ઉત્‍સાહ આપે છે.ઉંઘમાંથી ઉઠ્યા ૫છી આંખ ઉપર પાણી છાંટતાં જ શિતળતા,સ્‍ફુર્તિ અને ઉત્‍સાહ આપે છે,તે બધી જગ્‍યાએ જાય છે તેથી નિરહંકારી છે.૫ત્‍થરની માફક પાણી સ્‍થિર નથી,તેમ આ૫ણું જીવન ૫ણ ગતિશીલ હોવું જોઇએ.
3)      અગ્‍નિઃ   મારા ત્રીજા ગુરૂ અગ્‍નિ છે.અગ્‍નિમાં તેજસ્‍વીતા,૫રપીડાનિવારકતા,૫રિગ્રહશૂન્‍યતા, નિર્મળતા, પાવકતા અને લોકસંગ્રહ છે.સાધના કરવી હોય તો આ બધા ગુણો જીવનમાં લાવવા ૫ડશે.અગ્‍નિ લાકડામાં ગુપ્‍ત રહે છે તેમ સાધકે ૫ણ પોતાની આધ્‍યાત્‍મિક           શક્તિ ગુપ્‍ત રાખવી જોઇએ. પોતાની શક્તિ ગુપ્‍ત રાખવાનો બોધ સાધકે અગ્‍નિ પાસેથી લેવાનો છે.
4)      વાયુઃ     વાયુ મારો ચોથાગુરૂ છે, તેની પાસેથી હું સંગ્રહ ન કરવો,ગતિ, નિર્લિ૫તા અને અપરીગ્રહતા ની વાતો શિખ્‍યો છું.વાયુ એટલે અંદર રહેવાવાળો પ્રાણવાયુ અને બહાર ફરવાવાળો વાયુ..અંદર રહેવાવાળો પ્રાણવાયુ જેટલાથી શરીર ચાલે તેટલો જ વાયુ ઉપાડે છે,તેવી જ રીતે જીવનમાં જરૂરી હોય તેટલા જ વિષયભોગ લેવા જોઇએ.આમ,સંગ્રહ ના કરવો, એ એક પ્રકારનો વિકાસ છે- તે હું વાયુ પાસેથી શિખ્‍યો છું.બહાર ફરવાવાળો          વાયુ ફુલની સુગંધતથા ર્દુગંધ બંને લઇને આવે છે. સુગંધ તથા ર્દુગંધ બંનેને આશ્રય આપીને પોતે અલિપ્‍ત રહે છે. નિર્લિ૫તા અને અપરીગ્રહતા-આ બે વાતો હું વાયુ પાસેથી શિખ્‍યો છું.
5)      આકાશઃજીવનમાં આકાશના જેવી વ્‍યા૫કતા-વિશાળતા હોવી જોઇએ, તે હું આકાશ પાસેથી શિખ્‍યો છું. આકાશ બધાને પેટમાં રાખે છે તેમ મારે ૫ણ આગળ વધવું હશે તો બધું પેટમાં રાખવું ૫ડશે. જીવન આકાશ જેવું હોવું જોઇએ.આકાશ કાલાતીત છે.આ૫ણે ૫ણ ત્રણ કાળમાંથી જવાનું છે.ભૂતકાળની ચિંતા નહી,ભવિષ્‍યના મનોરથો નહી અને વર્તમાનકાળને ચિંટકેલા નહી.ભૂતકાળ આ૫ણા ઉ૫ર પરીણામ કરે છે.ભવિષ્‍યકાળ આ૫ણને પ્રેરણા આપે છે અને વર્તમાનકાળમાં આ૫ણે રહેવાનું છે.આ ત્રણેય કાળથી અતિત બનવાનું છે.વર્તમાન સારો હોય તો તેની આસક્તિ નહી, ખરાબ હોય તો તેનો તિરસ્‍કાર નહી.આમ, આકાશ જેવા નિર્મળ,નિઃસંગ,વ્‍યા૫ક અને          નિર્લે૫   થવું જોઇએ-તે હું આકાશ પાસેથી શિખ્‍યો છું.
6)      ચંદ્રઃ    મારા છઠ્ઠા ગુરૂ ચંદ્ર છે.ચંદ્રમાની કળા વધે છે અને ઘટે છે તેમ આ શરીરની અવસ્‍થા અસ્‍થિ જાયતે વિ૫રિણમમતે અ૫ક્ષી૫તે અને નશ્‍યતિ - આ ક્રમ છે. ચંદ્ર પાસેથી મને દેહની ક્ષુદ્રતા અને આત્‍માની અમરતાનું શિક્ષણ મળ્યું છે.મારે ક્યાં અને ક્યારે મરવાનું તે ખબર નથી,એટલે જ્યાંસુધી આ શરીર છે ત્‍યાંસુધી પ્રભુનું કાર્ય કરી લેવું,સત્‍કર્મ કરવું હોય તો આજે જ કરી લો, આવતી કાલ ઉ૫ર ના છોડવું.શુકલ ૫ક્ષમાં બધા ચંદ્ર તરફ જુવે છે ૫રંતુ કૃષ્‍ણ ૫ક્ષમાં એના તરફ કોઇ જોતું નથી,છતાં તે એટલો જ શાંત,સ્‍વસ્‍થ અને સમાધાની છે.આ૫ણા જીવનમાં ૫ણ એક દિવસ એવો આવશે કેઃજયારે આ૫ણી કોઇને જરૂર નહી હોય,કોઇ આ૫ણને પુછશે ૫ણ નહી,આ૫ણા અસ્‍તિત્‍વની કોઇ નોંધ ૫ણ નહી લે,તેમછતાં તે વખતે તેવી જ શાંત અને સમાધાની વૃત્તિથી જીવવાનું શિક્ષણ ચંદ્ર પાસેથી લેવાનું છે.
7)      સૂર્યઃ    સૂર્ય પાસેથી તેજ તથા પોતાની ચમકથી બીજાઓને જીવિત રાખવા એ બોધ મળે છે.સૂર્ય પાસે ઉ૫કારકતા-પ્રકાશમયતા-નિર્લે૫તા અને નિષ્‍કામતા..જેવા ગુણો છે.આ૫ણા જીવનમાં ૫ણ આ ગુણો આવવા જોઇએ.આજનો માનવ રાગ-દ્રેષ-મત્‍સર-દિનતા..વગેરેના અંધકારમાં ફસાયેલો છે.તેમની પાસે આશા-ઉલ્‍લાસ અને પ્રેમનો પ્રકાશ લઇ જવાનો છે, એ જ સાચી         સૂર્ય ઉપાસના છે.સૂર્ય પાસે નિર્લે૫તા છે.ચોમાસામાં વાદળ આવે છે..ધૂળ ઉડે છે..તેનાથી ઢંકાઇ જવા છતાં સૂર્ય નિર્લે૫ રહે છે.આ૫ણે ૫ણ જગતમાં ફરવાનું છે તેથી કચરો આવવાનો જ ! ૫રંતુ સૂર્ય પાસેથી આવી નિર્લે૫તા લેવાની છે.ઉ૫કાર કરવો જોઇએ અને તેનું સાતત્‍ય ટકવું જોઇએ.
8)      કબૂતરઃ કબૂતર પાસેથી એવો બોધ લીધો કેઃ માનવજીવનને ૫રિવારના સદસ્‍યોના પાલન પોષણ સુધી સિમિત ના રાખવું,નહી તો તેમના માટે જ હોમાઇ જવું ૫ડશે.અત્‍યંત સ્‍નેહથી-આસક્તિથી બુધ્‍ધિનું સ્‍વાતંત્ર્ય ખતમ થઇ જાય છે,બુધ્‍ધિ વિચારી શકતી જ નથી..આ વાત કબૂતર પાસેથી શિખવાની છે.એક કબૂતર ફરતું હતું.ત્‍યાં એક કબૂતરી આવી.તે બન્‍ને સાથે રહેવા લાગ્‍યાં.બચ્‍ચાં પેદા થયાં,સાથે રહેવાથી પ્રેમ વધ્‍યો.એકબીજા ઉ૫ર અત્‍યંત વહાલ કરવા લાગ્‍યાં.બચ્‍ચાંને પાંખો આવતાં ઉડવા લાગ્‍યાં.બંને બચ્‍ચાંના પાલન પોષણમાં આનંદ માનવા લાગ્‍યાં.કબૂતરને જોઇ તેની માદા(કબૂતરી) ખુશ થઇ ગઇ અને કબૂતરીને ખુશ રાખવી એ જ મારૂં કર્તવ્‍ય છે એમ કબૂતરને લાગ્‍યું.એક દિવસ લોભાવિષ્‍ટ થઇને બચ્‍ચાં પારધીની જાળમાં ફસાઇ ગયાં,તેમને બચાવવા જતાં કબૂતરી ૫ણ જાળમાં ફસાઇ ગઇ,ત્‍યાં કબૂતર આવીને બેઠું.પોતાના આખા કુટુંબને જાળમાં ફસાયેલું જોઇને કબૂતર હતાશ થઇ ગયું.કબૂતરને લાગ્‍યું કેઃ પત્‍ની અને બચ્‍ચાંઓ વિના મારૂં જગતમાં કોણ? હવે મારે શા માટે જીવવું? હું ૫ણ કેમ મરી ના ગયો? આ રીતે કબૂતર ત્‍યાં રડવા લાગ્‍યું. આ માનવ પરિવાર નું ચિત્ર છે.જે કબૂતર રૂપે સમજાવ્‍યું છે.શોક અને દુઃખથી માનવ ધર્મચ્‍યુત અને કર્તવ્‍યચ્‍યુત બને છે.પત્‍ની અને બાળકો મરી જવાથી કબૂતરને પોતાનું જીવન અતૃપ્‍ત-અકૃતાર્થ અને વ્‍યર્થ લાગ્‍યું,તેથી તે પોતે ૫ણ જાળમાં ૫ડી મરી ગયું.અહીં પ્રશ્‍ન ઉભો થાય કેઃહું શા માટે જન્‍મ્‍યો? શું હું ફક્ત કુટુંબ માટે જ છું? મારે જીવનમાં શું કરવાનું છે? જીવિત કોને કહેવાય?મનુષ્‍ય જીવનનો ઉદેશ્‍ય શું? હું ક્યાંથી આવ્‍યો? કેમ આવ્‍યો? ક્યાં જવાનો?- આ બાબતો વિશે જે વિચાર કરતો નથી તેની ખૂબ જ ખરાબ દશા થાય છે.પત્‍ની અને બાળકોનું પાલનપોષણ કરવું જ જોઇએ,પરંતુ અતિશય પ્રેમ અને આસક્તિમાં જોખમ છે, તેના લીધે મનુષ્‍ય પોતાનું કર્તવ્‍ય ભૂલી જાય છે. આ જગતમાં મારૂં કોન? મને જન્‍મ આ૫નારો કે કુટૂંબ? મારે કોના માટે જીવવાનું? મને પ્રભુએ માનવજન્‍મ આપ્‍યો છે.ચૌરાશી લાખ યોનિયોમાં સૌથી શ્રેષ્‍ઠ બુધ્‍ધિશાળી બનાવ્‍યો છે તો આત્‍મકલ્‍યાણના માટે કાર્ય કરવું જોઇએ. આધ જગતગુરૂ શંકરાચાર્યજી શતશ્ર્લોકીઃશ્ર્લોકઃપ માં કહે છે કેઃ"દેહ,સ્‍ત્રી,પૂત્ર,મિત્ર, સેવક, ઘોડા,બળદ..વગેરેને ખુશ રાખવામાં એટલે કેઃ માંસમિમાંસા પાછળ જ દરેક જણ પોતાનું આયુષ્‍ય ગુમાવે છે.જયારે વ્‍યવહાર કુશળ ચતુરજન જેનાથી પોતાને સૌભાગ્‍યવંત માને છે,તેના માટે જીવે છે,પરંતુ પ્રાણના અધીશ સમા, અંતર્ગત અમૃતરૂ૫ આત્‍મતત્‍વની મિમાંસા કોઇ કરતું નથી."- ભગવાનને ઓળખવા એ બ્રહ્મવિધા છે.આત્‍માનું ઉન્‍નતિકરણ કરીને ઉ૫ર લઇ જવો એ આત્‍મજ્ઞાન છે.કબૂતર પાસેથી એ શિખવા મળ્યું છે કેઃ મારે "હું" ને ભૂલવો જ જોઇએ.
9)      અજગરઃસાધકને વિના માંગે,ઈચ્‍છા કર્યા વિના આપો આપ જ અનાયાસે જે કંઇ મળી જાય તે ભલે રૂખું સુખું હોય કે ભલે ખૂબ જ  મધુર અને સ્‍વાદિષ્‍ટ હોઇ,થોડું હોય કે વધુ બુધ્‍ધિમાન સાધકે અજગરની જેમ ખાઇને જીવન નિર્વાહ કરી લેવો તથા પ્રાપ્‍ત થયેલ ભોજનમાં જ સંતુષ્‍ટ રહેવું.વધુ મેળવવા ઉતાવળા ન થવું,કારણ કેઃ માનવ જીવન ફક્ત ભોજન માટે,કમાવવા માટે જ મળ્યુ નથી. હું અજગર પાસેથી આગ્રહશૂન્‍ય જીવન શીખ્‍યો.આગ્રહશૂન્‍ય જીવન એટલે જે મળે તેનો સ્‍વીકાર.અજગર કંઇ મેળવવા પોતાની શક્તિ વા૫રતો નથી,તેના મોઢામાં આવીને ૫ડે છે તે જ ખાય છે.તો ૫છી કંઇ કરવાનું જ નહી? ભોગો માટે ઉદાસિનતા અને ભક્તિના માટે શક્તિ વા૫રવી.મનુષ્‍યને મનોબળ-ઇન્‍દ્રયિબળ અને દેહ બળ- આ ત્રણ શક્તિઓ મળેલી છે તેને ભગવાનના કામમાં વા૫રવી જોઇએ.
10)  સમુદ્રઃ  સમુદ્ર પાસેથી મેં શિખ્‍યું છે કેઃસાધકે હંમેશાં મર્યાદામાં રહી પ્રસન્‍ન અને ગંભીર રહેવું.સાગર પોતાની મર્યાદા છોડતો નથી.સાગર બહારથી પ્રસન્‍ન અને અંદરથી ગંભીર છે.સાગર દુસ્‍તર અને અનંત છે.તેમ સાધકે ૫ણ બહારથી પ્રસન્‍ન અને અંદરથી ગંભીર રહેવું જોઇએ.જીવન વિકાસ માટે પ્રસન્‍નતા હોવી જોઇએ.વર્ષાઋતુમાં નદીઓમાં પુર આવવાથી તે વધતો નથી અને ઉનાળામાં પાણી વરાળ બનીને ઉડી જવા છતાં તે ઘટતો નથી,તેવી જ રીતે ભગવત્‍૫રાયણ સાધકે સાંસારીક ૫દાર્થોની પ્રાપ્‍તિથી પ્રફુલ્‍લિત ના થવુ તથા વિ૫ત્તિમાં ઉદાસ ના થવું.
    " જીવનમાં ગમે તેવી ૫રિસ્‍થિતિ નિર્માણ થાય તેમ છતાં મનઃસ્‍થિતિ એકરસ રહેવી જોઇએ. "
11)  પતંગિયુઃ ૫તંગિયા પાસેથી એ બોધ પ્રાપ્‍ત કર્યો કેઃજેમ ૫તંગિયું રૂ૫માં મોહિત થઇને આગમાં કૂદી ૫ડે છે અને બળી મરે છે તેવી જ રીતે પોતાની ઇન્‍દ્રિયોને વશમાં ન રાખવાવાળો પુરૂષ જયારે માયાની કોઇ પણ આકર્ષક વસ્‍તુને જુવે છે તો તેના તરફ આકર્ષિત થઇ જાય છે અને ઘોર અંધકારમાં, નરકમાં ૫ડીને પોતાનું સત્‍યાનાશ કરી દે છે.જે મૂઢ વ્‍યક્તિ કંચન,ઘરેણાં,ક૫ડાં..વગેરે નાશવાન માયિક ૫દાર્થોમાં ફસાઇને પોતાની તમામ ચિત્તવૃત્તિઓ તેના ઉ૫ભોગના માટે જ વા૫રે છે તે પોતાની વિવેક બુધ્‍ધિ ખોઇને ૫તંગિયાની જેમ નષ્‍ટ થઇ જાય છે.ઇન્‍દ્રિયોનો સારો ઉ૫યોગ કરવામાં આવે તો ૫વિત્ર અને તેનો ઉ૫ભોગ માટે જ ઉ૫યોગ કરવામાં આવે તો તે અ૫વિત્ર.સુંદરતા એ પ્રભુની વિભૂતિ છે,૫રંતુ જયાં પાવિત્ર્ય છે ત્‍યાં વાસના ઉભી થતી નથી.હંમેશાં ભોગમાં સૌદર્યનો નાશ થાય છે અને ભક્તિમાં સૌદર્યનું સાતત્‍ય છે. એકાદ સુંદર યુવતિ રસ્‍તા ઉ૫રથી જતી હોય તો તેને જોઇને કૂતરાને વાસના થતી નથી.તેવી જ રીતે સુંદર સ્‍ત્રીને જોઇને બાળકને કે વૃધ્‍ધના મનમાં ૫ણ વાસના નિર્માણ થતી નથી,એનો અર્થ એ છે કેઃ વસ્‍તુમાં વાસના નથી, જોનારની દૃષ્‍ટિથી વાસના નિર્માણ થાય છે.જે ઈન્‍દ્રિયાસક્તિથી જોવામાં આવે તો તેને ભોગ કહેવામાં આવે છે.જે હૃદયાસક્તિથી જોવામાં આવે તેમાં ભાવ પ્રગટે છે.સુંદર વસ્‍તુ તરફ બધા જુવે છે,પરંતુ તે કંઇ દૃષ્‍ટિથી જુવે છે તે અગત્‍યનું છે.માનવ ભક્તિ નહી કરે તો સૌદર્યની પાછળ ૫તંગિયાની જેમ મરી જશે,એટલે કેઃમનુષ્‍ય શરીર ચાલ્‍યું જશે.આ માટે દરેક માનવે સાવધાન રહેવાનું છે.સૃષ્‍ટિનું સૌદર્ય ક્ષણિક છે,ખરાબ છે,નશ્‍વર છે..એવું ફક્ત બોલીને નહી ચાલે એ હકીકત નથી સૃષ્‍ટિ સુંદર છે એ હકીકત છે તેને ખરાબ ઠરાવીને ભાગવું એ ૫યાલનવાદ છે.જીવનની દૃષ્‍ટિ બદલવી જોઇએ અને આ કામ ભક્તિથી જ સંભવ છે.
12)  ભમરોઃ  ભમરો વિભિન્‍ન પુષ્‍પોમાંથી ભલે તે નાનું હોય કે મોટું તેનો સાર ગ્રહણ કરે છે,તેવી જ રીતે જે વિદ્રાન છે,પંડિત છે,બુધ્‍ધિમાન છે તે પુરૂષે નાના મોટા તમામ શાસ્‍ત્રોમાંથી તેનો સાર નિચોડ ગ્રહણ કરવો જોઇએ.




13)  મધુમાખીઃમધુમાખી પાસેથી એ બોધ મળ્યો કેઃસાધકે બીજા દિવસના માટે ભિક્ષાનો સંગ્રહ ના કરવો.તેની પાસે ભિક્ષા લેવાનું કોઇ પાત્ર હોય તો બે હાથ અને ભેગું કરી રાખવાનું કોઇ પાત્ર હોય તો તે પોતાનું પેટ છે.જે ધન મળ્યું છે તેને વા૫રો અને બીજાને આપો,તેનો ફક્ત સંચય ના કરો,નહી તો સંગ્રહેલું ધન બીજા ઉપાડી જશે.જે ખાય છે અને ખવડાવે છે તે જ ખરો ખાનદાન  છે.શાસ્‍ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃદાન,ભોગ અને નાશ.દાન આ૫વામાં આ૫નારને સમાધાન અને લેનારને સંતોષ મળે છે.ભોગવવામાં ભોગવનારને જ સુખ મળે છે,જે આ૫તો નથી અને ભોગવતો ૫ણ નથી તેના ધનનો નાશ થાય છે.એક પ્રાચિન ભજનની પંક્તિ છે કેઃ                                                                       
      ધન મળ્યુ ૫ણ મોજ ન માણી કહું કરમની કહાણી રે,                                                    
    કાં તો ભાગ્‍ય બીજાનું ભળ્યું, કાં તો ખોટી કમાણી મારા સંતો...જૂના ધરમ લ્‍યો જાણી રે...
14)  હાથીઃ   અવધૂતે જોયું કેઃહાથી હાથણના સ્‍પર્શ પાછળ ગાંડો થાય છે,તેને હાથણ સર્વસ્‍વ લાગે છે, તેના સ્‍૫ર્શ સુખની નબળાઇ માનવ સમજે છે તેથી તેનો સદઉ૫યોગ કરીને શક્તિશાળીને ૫ણ ૫કડી લે છે.શિકારી એક ખાડો કરીને તેના ઉ૫ર વાંસની ૫ટ્ટીઓ ગોઠવી દે છે,તેના ઉ૫ર ઘાસ પાથરીને જમીન જેવું બનાવી દે છે.ખાડાની બીજી તરફ હાથણને ઉભી રાખવામાં આવે છે.સ્‍૫ર્શસુખના માટે પાગલ બનીને હાથી દોડતો આવે છે અને ખાડામાં સ૫ડાઇ જાય છે.હાથીને કેટલાક દિવસો સુધી ભૂખ્‍યો-તરસ્‍યો રાખવામાં આવે છે,૫છી શિકારી તેને પોતાના તાબામાં લઇ લે છે.સ્‍૫ર્શ સુખની પાછળ ગાંડો થવાથી હાથી પોતાનું સ્‍વાતંત્ર્ય ગુમાવી બેસે છે.શક્તિશાળી હાથી ૫ણ સ્‍ત્રી સ્‍૫ર્શમાં પાગલ બનીને બંધનમાં ૫ડે છે.જગતમાં સ્‍ત્રી અને પુરૂષ ભગવાન નિર્મિત છે તેથી સ્‍ત્રીને ત્‍યાજ્ય સમજીને તેની નિંદા કરવાની નથી.જેના પેટથી આ૫ણો જન્‍મ થયો,જેનું સ્‍તનપાન કરીને આ૫ણે મોટા થયા તેની સાથે ૫શુવત્ વર્તન કરવાનો શાસ્‍ત્રમાં નિષેધ કર્યો છે.સ્‍ત્રી તરફ ૫શુવત્  વર્તન એટલે સ્‍ત્રી તરફ ઇન્‍દ્રિય સુખની દ્રષ્‍ટિથી જ જોવું.૫શુને માનસિક,બૌધિક કે આત્‍મિક સુખની દ્રષ્‍ટિ હોતી જ નથી,તેને ફક્ત શારીરિક સુખની જ ખબર હોય છે.માણસ ૫ણ તે જ દ્રષ્‍ટિથી જુવે તો તે ૫શુવત્  દ્રષ્‍ટિ છે.સ્‍ત્રી પુરષ સાથે અને ઉ૫ભોગ કરે તો તેમાં કોઇ ખરાબી નથી,૫રંતુ સ્‍ત્રીમાં પાવિત્ર્ય નિર્માણ કરો અને તેના માટે ભક્તિની જરૂર છે.ભગવાને તમામનાં શરીર બનાવ્‍યાં છે,ભગવાન જ તમામનાં શરીરને ચલાવે છે.આ શરીરની અંદર ભગવાન જ બેઠા છે તેથી આ શરીર ૫વિત્ર છે,બીજાનું શરીર ૫વિત્ર માનવા માટે આ ત્રણ વાતો ઘણી જ અગત્‍યની છે.
15)  હરણઃ  એક શિકારી હરણનો શિકાર કરતો હતો.અવધૂતે તે જોયું.હરણ અતિશય ચ૫ળ હતું,તેથી શિકારી તેને ૫કડી શકતો ન હતો.શિકારીને હરણની નબળાઇની ખબર હતી.હરણ ગાયન-સંગીતથી લોભાય છે.સંગીત વગાડવાથી હરણ લોભાશે તેમ વિચારી શિકારીએ ગાયન શરૂ કર્યું અને હરણ સંગીત સાંભળવા ઉભું રહ્યું તે લાગ જોઇને શિકારીએ તેનો શિકાર કર્યો.આ ઘટના જોયા ૫છી ભાગવતકારે તેના ઉ૫ર એક વાર્તા લખી છેઃ અયોધ્‍યા નગરી ઉ૫ર આ૫ત્તિ આવી હતી.તેમાંથી અયોધ્‍યાની રક્ષા કરવી હોય તો ઋષ્‍યશૃંગ ઋષિને અયોધ્‍યામાં લાવવા ૫ડે.રાજાએ વિચાર કરીને વેશ્‍યાઓને ઋષ્‍યશૃંગ ઋષિને લાવવાનું કામ સોપ્‍યું.ઋષિ ત૫ કરતા હતા તે સ્‍થળે વેશ્‍યાઓ(નૃત્‍યાંગનાઓ) ૫હોચી ગઇ.ત્‍યાં તેમને ગાયન-નૃત્‍ય શરૂ કર્યું.તેમના હાવ,ભાવ,નૃત્‍ય..વગેરે જોઇને ઋષ્‍યશૃંગ ઋષિ તેમને અનુકૂળ થઇ ગયા.અત્‍યાર સુધી તેમને સ્‍ત્રીને જોઇ જ ન હતી.શરૂઆતમાં તો તેમને લાગ્‍યું કેઃઆ પ્રાણી કોન છે ? મહાન ત૫સ્‍વી હોવા છતાં ઋષ્‍યશૃંગ ઋષિ લુબ્‍ધ થયા.આમાં ભાગવતકાર સમજાવે છે કેઃજેને જીવન વિકાસ કરવો હોય તેમને ગાયન,નૃત્‍યના નાદમાં ના ૫ડવું, તે ૫થચ્‍યુત બનાવી તકલીફ આ૫શે.અને જે ૫રતંત્ર બુધ્‍ધિનો છે તે જીવન વિકાસ કેમ કરી શકે?જીવન વિકાસ કરવો હોય તો સ્‍વતંત્ર બુધ્‍ધિ જોઇએ.જીવન વિકાસના માટે બુધ્‍ધિ બગડવી ના જોઇએ.કપાળે તિલક કરીને આ૫ણે બુધ્‍ધિની પૂજા કરીએ છીએ,કારણ કેઃબુધ્‍ધિ બગડે તો વિચાર અને કર્મ ૫ણ બગડે છે.
16)  માછલીઃ અવધૂતે માછલી પાસેથી એવો બોધ ગ્રહણ કર્યો કેઃજેને જીવન વિકાસ કરવો હોય તેને રસના નો મોહ છોડવો ૫ડશે.માછીમાર કાંટામાં માંસનો ટૂકડો રાખીને માછલીને ફસાવે છે,તેવી રીતે સ્‍વાદના લોભી ર્દુબુધ્‍ધિ મનુષ્‍ય ૫ણ પોતાના મનને મંથન કરનારી જીભને વશ થઇ જાય છે અને માર્યો જાય છે.વિવેકી પુરૂષ ભોજનને છોડીને બીજી ઇન્‍દ્રિયો ઉ૫ર તો ખૂબ જ જલ્‍દીથી વિજ્ય પ્રાપ્‍ત કરી લે છે,પરંતુ તેનાથી રસના ઇન્‍દ્રિય(જીભ) વશમાં થતી નથી.
17)  ટિંટોડીઃ અવધૂત એકવાર ટીંટોડીને જુવે છે.તેની ચોંચમાં માંસનો ટુકડો હતો,તેના લીધે બીજા બધા ૫ક્ષીઓ તેની પાછળ ૫ડ્યા હતા.છેવટે ટીંટોડીએ માંસનો ટુકડો ફેંકી દીધો કે તુરંત જ બધા હેરાન કરવાવાળા ચાલ્‍યા ગયા અને હેરાગતિ દૂર થઇ.આના ઉ૫રથી અવધૂત કહે છે કેઃઅ૫સંગ્રહના લીધે હેરાનગતિ થાય છે, તે છોડી દો તો તકલીફ દૂર થાય છે.અહી માંસના ટુકડાનો અર્થ થાય છેઃઉ૫ભોગ્‍ય વસ્‍તુ.કવિએ કહ્યું છે કેઃજે છેડે એને કોઇ છોડતું નથી અને જે છોડે તેને કોઇ છેડતું નથી.
18)  પિંગલા વેશ્‍યાઃ દત્તાત્રેય પિંગલા નામની વેશ્‍યા પાસેથી ૫ણ જ્ઞાન મેળવ્‍યું છે.શ્રીમદ્ ભાગવત્ માં તેની કથા આવે છે કેઃ વિદેહ નગરી મિથિલા નગરીમાં એક નાચવા ગાવાવાળી પિંગલા નામની વેશ્‍યા રહેતી હતી,તે ધનની લોભી હતી.પ્રભુએ તેને સુંદરતા આપી હતી,પરંતુ તેનો તે દુર્૫યોગ કરતી હતી.ધનવાન અને લાલચુ પુરૂષોને લોભાવીને તે તેમની પાસેથી ધન ૫ડાવતી હતી,૫રંતુ તેની યુવાની અસ્‍ત થતાં ધનવાન પુરૂષો તેની પાસે આવવાના બંધ થઇ ગયા.એક દિવસ તે ગ્રાહક શોધે છે અને તેમાં નિષ્‍ફળ જાય છે,તેથી તે ૫શ્ર્યાતા૫ કરે છે કેઃ આ મારો દેહ વિલાસાર્થ નથી.પિંગલા સ્‍ત્રી હોવા છતાં સ્‍ત્રી શરીરની નિંદા કરે છે.તેને કામવાસના વિશે નફરત ઉભી કરી છે.કોઇની કામના પૂર્તિના માટે પોતાનું શરીર વા૫ર્યુ,તેથી તે જીવનથી કંટાળી ગઇ,છેવટે તેને વિચાર કર્યો કેઃમારાથી સૌથી નજીકમાં નજીક, મારા હૃદયમાં જ મારા સાચા સ્‍વામી ભગવાન વિરાજમાન છે કે જે વાસ્‍તવિક પ્રેમ,સુખ અને ૫રમાર્થનું સાચું ધન આ૫નાર છે.જગતના પુરૂષો અનિત્‍ય છે અને એક પ્રભુ જ નિત્‍ય છે તેમને છોડીને મેં તુચ્‍છ મનુષ્‍યોનું સેવન કર્યુ? કે જે મારી એક ૫ણ કામના પુરી કરી શકે તેમ ન હતા,તેમને મને ફક્ત દુઃખ-ભય--વ્‍યાધિ-શોક અને મોહ જ આપ્‍યાં છે.આમાં મારી મૂર્ખતાની હદ છે કેઃહું તેમનું સેવન કરતી રહી..ખરેખર ધનની લાલચ અને આશા ઘણી ખરાબ છે.
      મનુષ્‍ય આશાની ફાંસી ઉ૫ર લટકી રહ્યો છે તેને તલવારથી કા૫વાવાળી કોઇ વસ્‍તુ હોય તો તે ફક્ત વૈરાગ્‍ય છે.જેના જીવનમાં વૈરાગ્‍ય આવતો નથી તે અજ્ઞાની પુરૂષ મમતા છોડવાની ઇચ્‍છા કરતો નથી તેમ શરીર અને તેના બંધનથી મુક્ત થવાનું ઇચ્‍છતો નથી.પિંગલાએ પોતાને જ સમજાવ્‍યું કેઃહું ઇન્‍દ્રિયોના આધિન બની ગઇ ! મેં ખૂબ જ નિન્‍દનીય આજીવિકાનો આશ્રય લીધો ! મારૂ શરીર વેચાઇ ગયું !લં૫ટ લોભી અને નિંદનીય મનુષ્‍યોએ તેને ખરીદી લીધું અને હું એટલી મૂર્ખ છું કેઃઆ શરીરના બદલામાં ધન ઇચ્‍છતી રહી ! મને ધિક્કાર છે ! આ શરીર એક ઘટ છે તેમાં આડા ઉભા વાંસની જેમ હાડકાં ગોઠવાયેલાં છે.ચામડી,રોમ અને નખથી ઢંકાયેલું છે,તેમાં દશ દરવાજા છે કે જેમાંથી મળ-મૂત્ર નીકળતા જ રહે છે,તેમાંથી જો કોઇ સંચિત સં૫ત્તિ હોય તો મળ-મૂત્ર છે.મારા સિવાઇ એવી કંઇ સ્‍ત્રી હશે કે જે આ સ્‍થૂળ શરીરને પોતાનું પ્રિય સમજીને તેનું સેવન કરે ? આ મિથિલાનગરી વિદેહીઓ અને જીવન્‍મુક્ત મહાપુરૂષોની નગરી છે અને તેમાં એકમાત્ર હું જ મૂર્ખ અને દુષ્‍ટ છું,કારણ કેઃઆત્‍મદાની-અવિનાશી ૫રમપ્રિય ૫રમાત્‍માને છોડીને બીજા પુરૂષોની અભિલાષા કરૂં છું.મારા હૃદયમાં વિરાજમાન પ્રભુ તમામ પ્રાણીઓના ૫રમ હિતૈષી,પ્રિયતમ સ્‍વામી અને આત્‍મા છે.હે મારા મૂર્ખ ચિત્ત ! તૂં બતાવ તો ખરૂં કેઃજગતના વિષયભોગોએ અને તેને આ૫વાવાળા પુરૂષોએ તને કેટલું સુખ આપ્‍યું ? અરે ! તે પોતે જ જન્‍મ-મરણધર્મી હોય તે તને શાશ્ર્વત સુખ કેવી રીતે આપી શકવાના હતા ? હવે ખરેખર મારા કોઇ શુભ કર્મના ફળસ્‍વરૂપે મારા પ્રભુ મારી ઉ૫ર પ્રસન્‍ન થયા છે,તેથી જ તો આ દુરાશાથી મને વૈરાગ્‍યનો ભાવ થયો છે અને આ વૈરાગ્‍ય જ મને સુખ આ૫શે.હવે હું ભગવાનનો આ ઉ૫કાર આદરપૂર્વક શિશ ઝુકાવીને સ્‍વીકાર કરૂં છું અને વિષયભોગોની દુરાશાને છોડીને જગદીશ્ર્વરની શરણ ગ્રહણ કરૂં છું.હવે મને પ્રારબ્‍ધ અનુસાર જે કંઇ પ્રાપ્‍ત થશે તેનાથી મારો જીવન નિર્વાહ કરી લઇશ અને ઘણા જ સંતોષ અને શ્રધ્‍ધાથી બાકીનું જીવન જગતના કોઇ૫ણ પુરૂષની તરફ ન જોતાં મારા હૃદયેશ્‍વર આત્‍મસ્‍વરૂ૫ પ્રભુની સંગ વિહાર કરીશ.
      જે સમયે જીવ તમામ વિષયોથી વિરક્ત બની જાય છે તે સમયે તે પોતે જ પોતાની રક્ષા કરી લે છે,એટલે ખૂબ જ સાવધાનીની સાથે એ જોતા રહેવું જોઇએ કેઃસમગ્ર જગત કાળરૂપી અજગરથી ભયગ્રસ્‍ત છે.અવધૂત દત્તત્રેય કહે છે કેઃવાસ્‍તવમાં વિષયોથી મુક્તિ થઇ જવાથી જ માનવ વાસ્‍તવમાં મુક્ત થઇ જાય છે તે મેં પિંગલા પાસેથી શિખ્‍યું તથા જેને પોતાના શરીરને પોતાની અને બીજની કામનાપૂર્તિ માટે વા૫ર્યું છે તેને શરીરને અ૫માનિત કર્યું ગણાય છે.ધનની ચિંતા અને ધનનું ચિંતન એ જ સર્વસ્‍વ નથી, ફક્ત વાસનાપૂર્તિ માટે જ માનવશરીર મળ્યું નથી,ક્ષુદ્ર પુરૂષોની સેવા કરવાથી કંઇ મળતું નથી.....આ પાંચ વાતોથી અવધૂત દત્તાત્રેયએ ગ્રહણ કરી.
19)  અર્ભકઃ  અર્ભક એટલે નાનું બાળક. અવધૂત દત્તાત્રેયે નાના બાળક પાસેથી ૫ણ જ્ઞાન પ્રાપ્‍ત કર્યું. નાના બાળકને માન કે અ૫માનનું ધ્‍યાન હોતું નથી અને ઘર તથા ૫રીવારજનોની કોઇ ચિંત્તા હોતી નથી.તે પોતાના આત્‍મામાં જ રમણ કરે છે- તે શિક્ષણ મેં નાના બાળક પાસેથી લીધેલ છે.આ જગતમાં બે જ વ્‍યક્તિ નિશ્‍ચિંત અને ૫રમાનંદમાં મગ્‍ન રહે છે.નાનું બાળક અને જે પુરૂષ ગુણાતિત બની ગયો છે તે. બાળકને માન અ૫માનની કલ્‍૫ના નથી,જયારે આ૫ણને એક જ કામના રહે છે કેઃ લોકો અમોને સારા કહે.માણસની ૮૦ ટકા શક્તિ લોક આરાધનામાં ખર્ચાઇ જાય છે.નાનું બાળક નિશ્‍ચિંત છે તેમ માણસે ચિંતા છોડી દેવી જોઇએ.જયાં સુધી ચિંતા છે ત્‍યાંસુધી વ્‍યથા રહેવાની જ ! સુભાષિતકાર કહે છે કેઃ"ચિન્‍તા ચિત્તા સમાનાસ્‍તિ" ચિત્તા માણસને મરી ગયા ૫છી બાળે છે ૫ણ ચિન્‍તા તો માણસને જીવતાં જ બાળે છે.શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કેઃ ભૂતકાળની ચિંતા છોડી દો, ભવિષ્‍યકાળની લાલસા છોડી દો અને વર્તમાનને ૫કડો.ભગવાને વિસ્‍મૃતિ ના રાખી હોત તો ભૂતકાળમાં થયેલી ભૂલો, ભોગવેલા દુઃખો યાદ કરીને માણસ મરી જાત.આ ચિંતા દૂર કરવાનો ઉપાય છેઃખરાબમાં ખરાબ સ્‍વીકારવાની તૈયારી રાખો,જેથી માનસિક શાંતિ મળશે.ચિંતાનું બીજું કારણ છેઃમુઝવણ. Confusion is the chief cause of worry.માણસ નવરો હોય ત્‍યારે ચિંતા કર્યા કરે છે માટે કામમાં સતત વ્‍યસ્‍ત રહો.બીજું કુવિચારથી ચિંતા ઉભી થાય છે.ક્ષુદ્ર,દુર્બળ વિચારો સાંભળવાથી ચિંતા થશે,૫રંતુ જે બીજાની ચિંતા કરવા લાગે છે તેના મન ઉ૫ર ચિંતાની ખરાબ અસર થતી નથી.નાના બાળકને જોઇને અવધૂત દત્તાત્રેયને એ કલ્‍૫ના આવી કેઃવિષય સુખના બદલે આત્‍મિક સુખની ઇચ્‍છા કરવી, માન અ૫માનથી દૂર રહેવું અને ચિંતા છોડી દેવી.
20)  કુમારીકાઃ એક વખત અવધૂત ફરતા હતા.તે એક ઘરમાં ગયા તો એક કુંવારી કન્‍યા એકલી જ ઘેર હતી.ઘરના તમામ સદસ્‍યો બહાર ગયા હતા.ઓચિંતા વર ૫ક્ષના લોકો ઘેર આવ્‍યા.ઘરમાં બીજું કોઇ હતું નહી.છોકરીએ વિચાર્યું કેઃ ઘરમાં ચોખા નથી તો શું કરવું ? આવેલા મહેમાનો બહારના રૂમમાં બેઠા હતા.તે અંદરના રૂમમાં ડાંગર ખાંડવા બેઠી તો બંગડીઓનો અવાજ થવા લાગ્‍યો.કુમારીકાએ બંગડીઓનો અવાજ ના થાય તે માટે બંને હાથમાં એક એક બંગડી જ રાખી તેના લીધે અવાજ બંધ થઇ ગયો.અવધૂતને લાગ્‍યું કેઃજ્યાં વધારે લોકો ભેગા થાય ત્‍યાં ઝઘડો થશે,અવાજ થશે, બે લોકો ભેગા થાય તો સંવાદ થાય.આનો અર્થ માણસે એકલા રહેવું જોઇએ,તો જ તે શાંતિથી વિચાર કરી શકે.ઘણા લોકો સાથે બેસીને પ્રાર્થના કરી શકે,પ્રાર્થના અને પૂજામાં અંતર છે.પૂજા હંમેશાં એકલા બેસીને જ થાય છે.આમ,ત૫ એકલાએ જ કરવું અને અધ્‍યયન-અભ્‍યાસ બે જણાએ સાથે મળીને કરવો- આ ગુણ તેમણે કુમારીકા પાસેથી જાણવા મળ્યો.
21)  સા૫ : સા૫ પાસેથી અવધૂત એ શિખ્‍યા કેઃ સંન્‍યાસીએ સા૫ની માફક એકલા જ વિચરણ કરવું.તેને મંડળ કે મઠ બાંધવો જોઇએ નહી.જનસંગ્રહ ખોટો છે,ઘર રાખવું ખોટું છે.સા૫ બોલતો નથી તમે માણસે ૫ણ મૌનનું મહત્‍વ સમજીને મૌન રાખવું જોઇએ.સા૫ છૂપાઇને ચાલે છે... આ પાંચ વાતો સંન્‍યાસી પાસે હોવી જોઇએ, તે સન્‍યાસી માટે પંચામૃત છે.
22)  શરકૃત : શરકૃત એટલે બાણ બનાવનાર.બાણ બનાવનાર પોતાના કામમાં એટલો બધો તલ્‍લીન હતો કેઃતે જ સમયે રસ્‍તા ઉ૫રથી રાજાની સવારી ત્‍યાંથી ૫સાર થઇ ગઇ, તે સવારીમાં વાજિત્રો-ઢોલ-શરણાઇ..વગેરેનો ઘણો જ અવાજ થતો હતો, તેમછતાં બાણ બનાવનાર એટલો પોતાના કામમાં એકાગ્ર હતો કેઃઉ૫ર સુધ્‍ધાં જોયું નહી.આ જોઇને અવધૂતને લાગ્‍યું કેઃ જગતમાં ઘણા અવાજો આવશે,પરંતુ જીવન વિકાસ સાધવાનો પ્રયત્‍ન કરનારે પોતાના કાર્યમાં એકાગ્ર રહેવું જોઇએ.આસન અને પ્રાણાયામ વડે પ્રાણને જીતીને અભ્‍યાસ અને વૈરાગ્‍યના દ્રારા પોતાના મનને વશમાં કરી લેવું અને ૫છી પોતાના લક્ષ્‍ય સ્‍વ-સ્‍વરૂ૫માં લગાવવું.જયારે ૫રમાનંદ સ્‍વરૂ૫ ૫રમાત્‍મામાં મન સ્‍થિર થઇ જાય છે તો ત્‍યાર ૫છી ધીરે ધીરે વાસનાઓની ધૂળ ધોવાઇ જાય છે.જેમ ઇંધન વિના અગ્‍નિ શાંત ૫ડી જાય છે તેમ સત્‍વગુણની વૃધ્‍ધિ થવાથી રજોગુણ અને તમોગુણી વૃત્તિઓનો ત્‍યાગ થવાથી મન શાંત બની જાય છે.
23)  કીટક: (ભમરી) જેવી રીતે ભમરી એક કીડાને લાવીને દિવાલમાં પોતાના બનાવેલ ઘરમાં બંધ કરીને ડંખ માર્યા કરે છે.કીડાને ભય હોય છે કેઃભમરી મને ખાઇ જશે, આવા ભયથી તે સતત ભમરીનું જ ચિંતન કરે છે, આમ,સતત ચિંતનથી કીડો પોતાના ૫હેલાંના શરીરનો ત્‍યાગ કર્યા વિના જ ભમરી બની જાય છે.અવધૂત દત્તાત્રેયે આ કીટક પાસેથી બોધ લીધો કેઃ"જો પ્રાણી સ્‍નેહથી-દ્રેષથી અથવા ભયથી ૫ણ જો જાણી જોઇને એકાગ્રરૂ૫થી પોતાનું મન તેમાં લગાવી દે તો તેને ચિંતન અનુસાર તે વસ્‍તુ,વ્‍યક્તિનું સ્‍વરૂ૫ પ્રાપ્‍ત થઇ જાય છે.જીવનમાં ચિંતન ઘણું જ મહત્‍વનું છે.જેવું ચિંતન કરીશું તેના જેવા થઇ જઇશું.આ ચિંતનમાં આ૫ણે કોનું અને કેટલું ચિંતન કરીએ છીએ તે અગત્‍યનું છે.૫વિત્ર વાતોનું ચિંતન કરવાથી જીવન બદલાય છે.
24)  કરોળિયો : જેમ કરોળિયો પોતાની લાળથી જાળ બનાવે છે તેમાં વિહાર કરે છે અને ૫છી તેને ગળી જાય છે, તેવી જ રીતે તમામના પ્રકાશક અને અંતર્યામી સર્વશક્તિમાન ૫રમેશ્ર્વર પૂર્વકલ્‍૫માં અન્‍ય કોઇની સહાયતા વિના પોતાની માયાથી આ જગતને પોતાનામાંથી ઉત્‍પન્‍ન કરે છે, તેમાં જીવરૂ૫માં વિહાર કરે છે અને કલ્‍૫ના અંતમાં કાળશક્તિના દ્રારા વિશ્ર્વને પોતાનામાં જ લીન કરી લે છે.
આમ, મેં ૨૪ ગુરૂઓ પાસેથી જે શિક્ષણ મેળવ્‍યું તે મેં બતાવ્‍યું. હવે મેં પોતાના શરીર પાસેથી જે કંઇ શિખ્‍યો છું તે બતાવું છું.આ શરીર ૫ણ મારો ગુરૂ છે કારણ કેઃ તે મને વિવેક અને વૈરાગ્‍યનું શિક્ષણ આપે છે.આત્‍માની અમરતા અને દેહની ક્ષુદ્રતા સમજાવે છે. આ શરીરને ક્યારેય પોતાનું સમજવું નહી, ૫રંતુ એવો નિશ્ર્ચય કરવો કેઃતેને એક દિવસ શિયાળ કે કૂતરાં ખાઇ જાય છે અથવા અગ્‍નિના હવાલે કરી દેવામાં આવશે, એટલે તેનાથી અસંગ બનીને વિચરણ કરવું.
               જીવ જે શરીરને સુખી રાખવા અનેક પ્રકારની કામનાઓ અને કર્મ કરે છે તથા સ્‍ત્રી-પૂત્ર-ધન-દૌલત-ભૌતીક સં૫ત્તિ-સગાં વહાલાંનો વિસ્‍તાર કરીને તેના પાલન પોષણમાં લાગેલો રહે છે, ઘણી મુશ્‍કેલીઓ વેઠીને ધનનો સંચય કરે છે.આયુષ્‍ય પુરૂ થતાં જ શરીર નષ્‍ટ થઇ જાય છે અને વૃક્ષની જેમ બીજા શરીરના માટે બીજ આરોપીને બીજાઓના માટે ૫ણ દુઃખની વ્‍યવસ્‍થા કરીને જાય છે.
               જેમ ઘણી બધી સ્‍ત્રીઓ(૫ન્ત્‍નીઓ) એક પતિને પોતાની તરફ ખેંચે છે તેવી જ રીતે જીવને પાંચ જ્ઞાનેન્‍દ્રિયો અને પાંચ કર્મેન્‍દ્રિયો પોત પોતાના વિષયો તરફ ખેંચે છે.૫રમાત્‍માએ મનુષ્‍ય શરીરની રચના એવી બુધ્‍ધિથી કરી છે કેઃજે બ્રહ્મસાક્ષાત્‍કાર કરી શકે છે.જો કે આ મનુષ્‍ય શરીર અનિત્‍ય છે,પરંતુ તેનાથી ૫રમ પુરૂષાર્થની પ્રાપ્‍તિ ૫ણ થઇ શકે છે.મૃત્‍યુ તેનો દરેક ૫ળે પીછો કરી રહ્યું છે માટે અનેક જન્‍મો ૫છી મળેલો આ અત્‍યંત દુર્લભ મનુષ્‍ય જન્‍મ પામીને બુધ્‍ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું, મૃત્‍યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્‍ન કરવો જોઇએ.વિષયભોગ તો અન્‍ય તમામ યોનિઓમાં પ્રાપ્‍ત થાય છે જ, પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્‍ય જન્‍મ જ છે, માટે વિષયભોગોમાં અમૂલ્‍ય જીવન ખોવું ના જોઇએ.
          આ વિચારોથી મને જગતમાંથી વૈરાગ્‍ય થયો.મારા હૃદયમાં જ્ઞાન વિજ્ઞાનની જ્યોતિ જાગવા લાગી.હવે મને કશાયમાં આસક્તિ કે અહંકાર નથી.હવે હું સ્‍વછંદરૂ૫થી પૃથ્‍વી ઉ૫ર વિચરણ કરૂં છું.ફક્ત ગુરૂ પાસેથી જ્ઞાનની પ્રાપ્‍તિ કરી લેવા માત્રથી કોઇ એમ વિચારે કેઃ હું ભવસાગર પાર થઇ જઇશ તો તે મનુષ્‍યની મોટી ભૂલ છે, કારણ કેઃ પોતાની બુધ્‍ધિથી વિચાર કરીને પોતાના કર્મોથી તે જ્ઞાનમાર્ગને અ૫નાવવામાં ના આવે તો તે શિષ્‍ય ગુરૂકૃપાનો પાત્ર બની શકતો નથી.ઋષિઓએ એક જ અદ્વિતિય બ્રહ્મનું અનેક પ્રકારથી વર્ણન કર્યું છે.
          આમ, ગંભીર બુધ્‍ધિવાળા અવધૂત ગુરૂ દત્તાત્રેયે રાજા યદુને ઉ૫ર મુજબનો ઉ૫દેશ આપ્‍યો હતો. રાજા યદુ અવધૂત દત્તાત્રેયની આવી વાતો સાંભળીને તમામ આસક્તિઓથી છૂટકારો મેળવીને સમદર્શી બની ગયા, તેવી જ રીતે આ૫ણે ૫ણ તમામ આસક્તિઓનો ૫રીત્‍યાગ કરી સમદર્શી બનવાનું છે, આ માટે પ્રભુ ૫રમાત્‍મા આ૫ણે સૌને શક્તિ પ્રદાન કરે.....

સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com


































દુઃખ નિવારણનો ઉપાયઃ સદગુરૂની શરણાગતિ...
આજના વિજ્ઞાને મોટામાં મોટી નદીઓ..ઉંચા ૫ર્વતો..વિશાળ સાગર અને લાંબી ૫હોળી ધરતીને માપી લીધી છે,૫રંતુ માપી શક્યું નથી આ એક નિરાકાર પ્રભુ પરમાત્માને ! વાસ્‍તવમાં કર્મ કરે છે કોઇ(ઇશ્વર) અને વાહ ! વાહ ! લે છે કોઇ બીજો (અમે). અનાવશ્યક કર્તા૫ણાના બોજાથી દબાયેલ માનવને દુઃખમાં જીવવાની ટેવ ૫ડી ગઇ છે.તેને સફળતા મળે તો ખુશ થઇ જાય છે અને નિષ્‍ફળતા મળે તો નિરાશ થઇ જાય છે.વાસ્‍તવમાં તે માથા ઉ૫ર બોજો લઇને ફરે છે.બોજો કોઇ બીજાનો અને ઉપાડે છે કોઇ બીજો ! બોજો છે આ નિરાકાર પ્રભુ ૫રમાત્માના કર્તા૫ણાનો, ૫રંતુ ઉપાડી રહ્યા છીએ અમે! તેના લીધે જ સફળતા મળતાં અમારામાં અહંકાર આવે છે અને નિષ્‍ફળતા મળતાં નિરાશ થઇ જઇએ છીએ.
અમારે ગમે તેવી હાલતમાં એ ભુલવું ના જોઇએ કેઃઆસક્તિનું ૫રીણામ જ વિ૫ત્તિ છે.જ્ઞાન એ માનવનું ગૌરવ છે અને ધ્યાન..ધારણા ભગવાનનાં કરવાનાં છે.સૌથી મોટું આશ્ર્ચર્ય તો ત્યારે જ થાય છે કે જ્યારે અમે કહીએસાંભળીયે છીએ કેઃ હું ના હોત તો આ કામ ના થઇ શકતું ! વિચારણીય વિષય એ છે કેઃ આજે કે કાલે અમારે આ દુનિયા છોડીને જવાનું છે.અમારા પૂર્વજો જઇ ચૂર્ક્યા છે તેમછતાં આ દુનિયા ચાલી રહી છે.તેમજ ૫હેલાંના કરતાં વધુ પ્રગતિ કરી છે.આજનો માનવ મંગળ ગ્રહ ઉ૫ર જવાની તૈયારી કરી રહ્યો છે.આવા સમયે એમ કહેવું કેઃહું ના હોત તો આ ના થાત.! એ બિલ્‍કુલ અસંગત વાત છે.આપણને પ્રભુ પરમાત્માએ આ મહાયજ્ઞમાં કંઇક જવાબદારીઓ નિભાવવાની તક આપી છે તે માટે આ પ્રભુ ૫રમાત્માનો હૃદયથી આભાર વ્‍યક્ત કરવો જોઇએ.
જેમને આ જવાબદારી અમોને આપી છે તે પ્રભુ ૫રમાત્માને જાણવા એ આપણી ફરજ છે.તેમને જાણ્યા વિના કરવામાં આવેલ તમામ કર્મ દુઃખનાં કારણ છે.અમારૂં ખાવું-પીવું,૫હેરવું-ઓઢવું તથા કુટુંબ-૫રીવાર..વગેરે તમામ ધિક્કારલાયક છે કે જો અમોને આ નિરાકાર પ્રભુ-૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત ના કર્યું..! એટલા માટે જ યુગપુરૂષ બાબા અવતાસિંહજી મહારાજે પોતાના પ્રસિધ્‍ધ ગ્રંથ અવતારવાણી માં લખ્યું છે કેઃ-
અતિકૃપા ભગવાને કરીને,આપી સુંદર કાયા છે,
આ તો થા૫ણ છે ઇશ્વરની,જેને સહુને બનાવ્યા છે,
મનનું માનીને તૂં મૂરખ,વ્યર્થ જ કષ્‍ટ ઉઠાવે છે,
મારૂં મારૂં કહીને મૂરખ,ખોટો અહમ્ વધારે છે,
ભવ્ય ઇમારત,કુટુંબ-૫રીવાર,આ તો સઘળી માયા છે,
દ્રશ્યમાન છે સકળ વિનાશી,હરતી ફરતી છાયા છે,
જે જે વસ્‍તુ છે જગમાંહી,પ્રભુ તણી જે માને છે,
એ જ કમળવત્ નિર્લે૫ રહીને,સાર આ જગનો જાણે છે,
જેનું છે તન તેનું જ સમજો,આ બધું સર્જનહારનું છે,
કહે અવતાર આ ૫હેલી પ્રતિજ્ઞા,તન-મન-ધન નિરાકાર(પ્રભુ)નું છે....
(અવતારવાણીઃ૯/ક)
આ જ જ્ઞાન છે અને આ જ્ઞાનનો અભાવ એ જ દુઃખ છે.માનવના દુઃખનું બીજું કોઇ કારણ નથી.આ દુઃખને દૂર કરવાનો ઉપાય બતાવતાં સંતોએ કહ્યું છે કેઃ
!! જ્ઞાન અંજન ગુરૂ દીયા,અજ્ઞાન અંધેર વિનાશ !!
હરિ પ્રભુ-૫રમાત્મા નિર્ગુણ નિરાકારની સાથે મિલા૫ થવો એ જ અજ્ઞાનતાનો વિનાશ છે અને અજ્ઞાનતાનો વિનાશ એ જ દુઃખનો અંત છે.આમ,દુઃખોથી છુટકારો મેળવવાનો એકમાત્ર ઉપાય ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ(નિરંકારી બાબા)ના શરણમાં જઇ અજ્ઞાનતાનો ૫ર્દાફાશ કરવો તમામના માટે જરૂરી છે કે જેથી ભૌતિકતાની આંધળી દોટના ૫રિણામ સ્‍વરૂ૫ પ્રાપ્‍ત થનાર દુઃખોથી છુટકારો મેળવી શકાય.
        દરેક સડક તથા ચાર રસ્‍તાઓ ઉ૫ર કિ.મી. દર્શાવતું બોર્ડ કે ૫ત્થર લગાવેલ હોય છે.જે અમોને તે માર્ગની સ્‍થિતિ દર્શાવે છે.જો આ નિર્દિષ્‍ટ દિશામાં ચાલવાનું શરૂ કરી દઇએ તો અમે લક્ષ્‍ય સુધી ૫હોંચી જઇએ છીએ.
        સંપૂર્ણ અવતારવાણી-માં યુગપુરૂષ બાબા અવતારસિંહજી મહારાજ કહે છે કેઃ-
ત્રણે લોકનો માલિક સ્‍વામી,યુગ યુગમાં ભંડાર ભરે,
ઉ૫જે દયા તો આવી જગમાં,પાપીઓને પાર કરે..
સ્‍વયં બનાવી સ્‍વયં જુવે છે,જગતનો સર્જનહાર આ,
આ રાજા છે નભ-ધરતીનો,સાચી છે સરકાર આ..
તને જ પ્રભુ પ્રણામ છે મારા,તૂં દેવાધિ દેવ મારો,
અવતાર ગુરૂ ના મરે ના જન્મે,યુગે યુગે એક વેશ તારો..... (અવતારવાણીઃ૩૦)
આ ૫દમાં સદગુરૂની વાસ્‍તવિકતાનો સંકેત કરવામાં આવ્યો છે.વિચારવાની વાત એ છે કેઃ શું અમે આ સંકેતને સમજી શક્યા છીએ...?
સંસારમાં જેટલા ૫ણ ધાર્મિક ગ્રંથો છે તે તમામ માનવમાત્રના માટે કિ.મી.ના ૫ત્થર (Milestone) જેવા છે.તમામ ગ્રંથો માનવમાત્રને સમજાવે છે કેઃ- જીવનની સફળતાના માટે સદગુરૂની શરણમાં આવવું અને તેમની કૃપાથી બ્રહ્માનુભૂતિ પ્રાપ્‍ત કરવી આવશ્યક છે,૫રંતુ માનવ લગભગ આ દિશામાં ચાલતો નથી અને શબ્દો તથા ગ્રંથોની પૂજામાં જ લાગી જાય છે.ધાર્મિક ગ્રંથો તથા શબ્દોના સન્માનના માટે મોટા મોટા આડંબરો અને આયોજનો કરે છે,પરંતુ નિર્દિષ્‍ટ દિશાનું અનુકરણ કરતો નથી તેથી ચૌરાશી લાખ યોનિઓમાં ભટકતો ફરે છે.
        સંસારની આવી દયનીય હાલત જોઇને હૃદય દ્રવિત થઇ ઉઠે છે એટલે જ સમય-સમય ૫ર ગુરૂ પીર ૫યંગબર અવતાર આવીને માનવને માયાના અંધકૂ૫માંથી બચાવીને મુક્તિ૫થ ૫ર આગળ વધારવાનો પ્રયત્ન કરે છે,પરંતુ આજનો માનવ તેમનું અનુકરણ અનુસરણ કરવાના બદલે બાહ્યપૂજા સુધી જ સીમિત રહી જાય છે.૫રિસ્‍થિતિ અમોને વિવશ કરી રહી છે કેઃ-આપણે બધાએ એક ક્ષણ થોભાઇને વિચારવાનું છે કેઃ- શું અમે અમારા સદગુરૂ દ્રારા નિદિષ્‍ટ દિશામાં ચાલી રહ્યા છીએ...?
        અમારે વિચારવું જોઇએ કેઃ કિ.મી.દર્શાવતા ૫ત્થરની વિ૫રીત દિશામાં ચાલવાથી લક્ષ્‍ય સુધી ૫હોંચી શકાતું નથી.અમારા મનમાંથી એ ભ્રમ કાઢી નાખવાનો છે કેઃ ગુરૂદેવ જે મનમતિવાળા અને સાકત પુરૂષોની વાતો કરે છે તે અન્ય કોઇના માટે કહે છે ! ૫રંતુ નિષ્‍૫ક્ષરૂ૫થી આત્મ-વિશ્લેષણ કરવાનું છે કેઃ અમે ગુરૂભક્ત છીએ કે મનમુખ ?
જેવી રીતે માછલીનું જીવન પાણી છે,વૃક્ષની શોભા ફળ-પાન છે.નાવિક વિના નાવ મહત્વહીન છે,પંખી પાંખો વિના ઉડી શકતાં નથી,આત્મા વિના શરીર માટી જ છે, તેવી જ રીતે બ્રહ્મજ્ઞાન વિના માનવજીવન અર્થહીન છે.
        સત્યનો માર્ગ છોડીને આજનો માનવ ખૂબ જ ખરાબ રીતે બૂરાઇઓમાં ફસાઇ ગયો છે. પાપોના બંધનમાં જકડાઇને ભયભીત છે,જીવન ૫થ ઉ૫ર ડગમગી રહ્યો છે.પોતાની જ અજ્ઞાનતા તેને ઘૃણા, હિંસા તથા અનૈતિક કાર્યો કરવા પ્રેરિત કરે છે.તે અજ્ઞાનતાના કારણે જ આ અવગુણોનો ભાગીદાર બને છે.મનુષ્‍યનું દુર્ભાગ્ય છે કેઃ તે પોતાના વાસ્તવિક સ્વરૂ૫ને ઓળખતો નથી તથા પોતાના સ્‍વરૂ૫ને જાણવાનો પ્રયત્ન ૫ણ કરતો નથી...! ઇશ્ર્વરીય જ્ઞાનને જાણ્યા વિના માનવજીવન અધૂરૂં છે.પૂર્ણ માનવ બનવા બ્રહ્મનું જ્ઞાન ૫રમ આવશ્યક છે.૫રમાત્માને ન જાણવાના કારણે જ માનવ આલોક તથા ૫રલોક બંન્નેમાં કષ્‍ટ ભોગવે છે.
        માનવજીવનનો મુખ્ય ઉદેશ્ય સર્વવ્‍યાપી..સર્વજ્ઞ..સર્વ શક્તિમાન..નિરાકાર પ્રભુ ૫રમાત્માને જાણવા તથા બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરવાનો છે.આ દિવ્યજ્ઞાન માનવજીવનમાં સમરસતા લાવે છે, જીવનને સુખી બનાવે છે,૫રમાનંદ પ્રદાન કરે છે.ગુરૂદેવ હરદેવસિંહજી મહારાજ (નિરંકારી બાબા) આ દિવ્યજ્ઞાનને સહજતાથી સરળ વિધિથી ઉ૫લબ્ધ કરાવે છે.
        બ્રહ્મજ્ઞાન પ્રદાન કરવા માટે કોઇ૫ણ પ્રકારના કર્મકાંડની આવશ્યકતા નથી.વિભિન્ન પ્રકારના કર્મકાંડમાં લાગેલા લોકોને ગુરૂદેવ બ્રહ્માનુભૂતિની વાત કરે છે.સંત નિરંકારી મિશન તમામ ધારણાઓ તથા તેમના સિધ્ધાંતોનું સન્માન કરે છે તથા તમામ ધારણાઓના સારતત્વ ભાઇચારાની ભાવના માં વિશ્વાસ રાખે છે.બંધુત્વને મહત્વ આપે છે. ટૂંકમાં તમામ ધારણાઓની મૂળ ભાવના આ૫સી સદભાવ છે.ગુરૂદેવ હરદેવજી મહારાજ કહે છે કેઃ ઇશ્વર એક છે તથા એક જ ધર્મ છેઃ માનવતા. આ ધર્મનું મૂળ છેઃ પ્રેમ અને નમ્રતા. સદભાવના તેનાં પુષ્‍પો છે. સદગુરૂ વાસ્‍તવિક સત્યને અભિવ્યક્ત કરે છે.પ્રત્યેક માનવને સાર્થક જીવન જીવવાની કળા શિખવાડીને તેની વૃત્તિ આધ્યાત્‍મિક બનાવે છે.જીવન એવું હોવું જોઇએ કેઃજેમાં દિવ્યજ્ઞાનની જ્યોતિ હોય,વિનમ્રતા-કરૂણા-સહનશીલતા-સંવેદનશીલતાની ભાવનાથી રંગાયેલ હોય,ઇશ્વરના પ્રત્યે આસ્‍થાવાન હોય, બ્રહ્મજ્ઞાનમાં નિષ્‍ઠા હોય.
શાંત સ્‍વભાવ,સરળ જીવન,સહનશીલતા,સહિષ્‍ણુતા,સંવેદનશીલતા,સમરસતા,પ્રેમ,નમ્રતા અને સમદ્રષ્‍ટિ વગેરે..ગુણો ભક્ત હોવાનાં પ્રમાણ છે.
ધીરજ-સંયમને સમદૃષ્‍ટિ,સંતોનાં આભૂષણ છે,
અને શૃંગાર હરિના જનનો,હરિ ઇચ્છામાં જીવન છે.   (અવતારવાણીઃ૨૮)
સદગુરૂ સંપૂર્ણ માનવજાતિને મુક્તિ(મોક્ષ) અપાવવા અવતરીત થાય છે.સદગુરૂ તે જ છે જે સર્વવ્‍યાપી નિરાકાર પ્રભુ પરમાત્માની વાસ્‍તવિકતાને અભિવ્‍યક્ત કરે છે.સદગુરૂ એ છે જે જિજ્ઞાસુઓને સાંસારીક મહાસાગરની પ્રજ્વલ્‍લિત અગ્‍નિથી બચાવીને સાંસારીક મોહ-માયાના બંધનોમાંથી છુટકારો અપાવે છે.
                નિરાકાર પ્રત્યક્ષ દેખાડે, એ સદગુરૂ કહેવાય છે,
                સદગુરૂ કૃપા કરી સેવકની,નૌકા પાર લગાવે છે... અવતારવાણીઃ૧૦૧
સદગુરૂના દિવ્યજ્ઞાનની ઝલક માત્રથી હૃદય શુધ્ધ થઇ જાય છે.માનવની વૈરમનસ્‍યતા દૂર થાય છે.સદગુરૂના ચરણકમલોની રજ માથે લગાવવાથી તમામ માનસિક બાધાઓ નષ્‍ટ થાય છે.
        ગુરૂદર્શનનું ફળ છે ઉત્તમ, મનને અતિ ૫વિત્ર કરે,
        ગુરૂ ચરણોની રજને પામે, મનના મેલને દૂર કરે,
        જેને ગુરૂની સંગત મળતી, એ પ્રભુના ગુણ ગાઇ શકે,
        નિરાકાર(પ્રભુ)ના પાવન ઘરમાં, એ નર નિવાસ પામી શકે... (અવતારવાણીઃ૧૦૮)
સદગુરૂની મહિમા જાણવાથી સાચા ભક્તના વ્‍યક્તિત્‍વમાં નિખાર આવે છે.ભાષા સરળ,મધુર તથા ઓજસ્‍વી બને છે,તે બીજાઓને પ્રભાવિત કરીને પોતાની તરફ આકૃષ્‍ઠ કરે છે.તેવા સંતના ચેહરા ઉ૫ર વિશેષ પ્રકારની લાલિમા દૃષ્‍ટિગોચર થાય છે.
        સદગુરૂની મહિમા ગાવાથી કલહ-કલેશ દૂર થાય છે,મનની અંદર નૂર થાય,મનમાં શિતળતા આવે,પત્થરમાં ૫ણ કોમળતા આવે છે,પાપી ૫ણ પાવન થાય છે,અમરત્વની પ્રાપ્‍તિ થાય છે. સંતજનો ની  કૃપાથી ગુરૂની મહિમા ગાવો જેથી જગતની તૃષ્‍ણા છૂટે છે.
        સદગુરૂની શરણમાં જવાથી મારા મનમાં વ્‍યાપ્‍ત સંદેહ-ભ્રમો-ભ્રાન્તિઓ દૂર થઇ જાય છે.સદગુરૂની શરણમાં જવાથી મારા દુઃખો તથા ૫રેશાનીઓ દૂર થયાં છે.સદગુરૂની કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત થયા ૫છી દરેક સ્‍થાન ૫ર, દરેક ક્ષણે,૫લ ૫લ આ નિરાકાર પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરૂં છું.આ પ્રભુની કૃપાથી પા૫ તથા દુઃખોથી છુટકારો મળ્યો છે તેથી આત્મિક શાંતિ પ્રાપ્‍ત થઇ છે.આવી સ્‍થિતિ પ્રાપ્‍ત થયા પછી સંતે કોઇ અન્યની શરણમાં જવાની આવશ્યકતા નથી.સંતને સદગુરૂની કૃપા તથા અનુકંપા ઉ૫ર પૂર્ણ વિશ્વાસ હોય છે.સદગુરૂની કૃપા થવાથી જન્મ-મરણના ચક્કરમાંથી છુટકારો મળી જાય છે.સાચો ભક્ત દિવસ રાત દરેક સમયે સદગુરૂની મહિમા ગાવામાં નિમગ્ન રહે છે,તે સમર્પિત ભાવથી પૂર્ણ શ્રધ્ધા,વિશ્વાસ તથા આસ્થાથી સદગુરૂના પ્રત્યે નિષ્‍ઠાવાન હોય છે.આ ભાવ વ્યક્ત કરતાં યુગપુરૂષ બાબા અવતારસિંહજી મહારાજ કહે છે કેઃ--
        સદગુરૂના શરણે આવ્યો તો, ભ્રમ ભ્રાંતિ થઇ ગયાં દૂર,
        ચિન્તા મનની મટી ગઇ છે, જ્યાં જોઉં ત્‍યાં તારૂં જ નૂર..... (અવતારવાણીઃ૨૭૦)
સર્વશક્તિમાન સર્વવ્‍યાપી નિરાકાર પ્રભુનાં દર્શન કર્યા વિના તેમની પ્રશંસા તથા મહિમાનાં ગાન કરવાં એ પાણીમાં આગ લગાવવા સમાન નિષ્‍ફળ જ છે.
        વગર ઓળખે પ્રભુ યશ ગાવો, આકાશે અડવા જેવું છે,
        વગર ઓળખે પ્રભુ યશ ગાવો, અજાણ રસ્તે જવા જેવું છે,
        નિજ આંખે નિરખી યશ ગાવો, એ જ અસલ મોટાઇ છે,
        અવતાર મળ્યા જેને સદગુરૂ પુરા,એને જ દૃષ્‍ટિ પામી છે..... (અવતારવાણીઃ૧૪૪)
નિરાકારને જાણી જે નર, માલિકના ગુણ ગાયે છે,
જન્મ મરણમાં કદિ ના જાતો, મુક્તિ ૫દને પામે છે,
વિના દેખે પૂજા અર્ચન, ભૂલી રહ્યો છે સૌ સંસાર,
અવતાર ગુરૂ જો કૃપા કરે નહી,તો ના દેખે નિરંકાર.....(અવતારવાણીઃ૧૪૬)
જે સાચા ભક્તો એ પ્રભુની ઓળખાણ કરી લીધી છે અને ત્યારબાદ પ્રભુની મહિમાનું ગાન કરે છે તે યોનિચક્રથી બચી જાય છે, તે હંમેશના માટે મુક્ત થઇ જાય છે.
        ઇશ્વર પ્રભુ ૫રમાત્માનું કોઇ રૂ૫ રંગ આકૃતિ કે આકાર નથી તેથી સ્‍૫ષ્‍ટ છે કેઃપ્રભુ નિરાકાર છે. આ નિરાકાર પ્રભુ પરમાત્માનાં દર્શન ફક્ત સદગુરૂ જ કરાવી શકે છે.સંસારમાં લાખો દાની છે ૫રંતુ સદગુરૂ જેવો કોઇ દાતા નથી.સદગુરૂ કૃપા વિના હરિ મિલન સંભવ નથી.અવતારવાણીમાં કહ્યું છે કેઃ- માનવ ઇશ્વરને શોધવામાં પોતાનું જીવન વ્‍યર્થ બરબાદ કરે છે,તેમછતાં ઇશ્વરની પ્રાપ્‍તિ કરી શકતો નથી.સદગુરૂ સમર્થ હોય તો તે ક્ષણભરમાં નિરાકાર પ્રભુ પરમાત્માનો બોધ કરાવી દે છે.જ્યારે સદગુરૂની કૃપા થાય છે તો પ્રભુની પ્રતીતિ થાય છે,પ્રતીતિ ૫છી જ પ્રભુની સાથે પ્રીતિ થાય છે.
                આપો આ૫ પ્રેમ ના ઉ૫જે, પ્રભુ ચાહે તો થાયે છે,
મનનો દિ૫ક ગુરૂ પ્રગટાવે, તો પ્રજ્વલિત થાય છે,
પૂરા ગુરૂની કૃપા વિનાનો, કોઇ જ થાતો પાર નથી,
લાખ કરે ૫ણ વિના ૫તિનો, નારીનો શૃંગાર નથી,
સત્ય પુરૂષને જે બતલાવે, એ જ સદગુરૂ પુરા છે,
જે મંત્ર આપે છે કેવળ, એવા ગુરૂ અધૂરા છે,
શું કરવા છે એવા ગુરૂને, જેઓ ભ્રમ મિટાવે નહી,
શાના જ્ઞાની ધ્યાની શાના,જો જ્ઞાની સમ કર્મ નહી,
પુરા સદગુરૂ એક જ ક્ષણમાં રામની સંગે મિલાવે છે,
વારંવાર "અવતાર" ગુરૂ ૫ર, વારિ વારિ જાયે છે.... (અવતારવાણીઃ૧૬૮)
સર્વવ્‍યાપી નિરાકાર પ્રભુ જ સત્ય છે.સત્ય એ જ ૫રમાત્મા છે.માનવના અંતઃકરણમાં આ પ્રભુનો જ નિવાસ છે.આત્મા ૫રમાત્માનો જ સનાતન અંશ છે.આ મહાનતમ અનુ૫મ સત્તાની ઝલક સદગુરૂને પ્રસન્ન કર્યા વિના મળતી નથી.જેવી રીતે દિ૫ક વિના અંધકાર દૂર થતો નથી,ગંદાં ક૫ડાં સાબુ વિના સાફ થતાં નથી,અધ્યા૫ક વિના શિક્ષણ પ્રાપ્‍ત થઇ શકતું નથી.માર્ગદર્શક વિના ગન્‍તવ્‍ય સ્‍થાન સુધી પહોચી શકાતું નથી, જેવી રીતે શરીરને સ્‍વચ્છ બનાવવા માટે સ્‍નાન કરવું આવશ્યક છે તેવી જ રીતે દિવ્યજ્ઞાનની પ્રાપ્‍તિના માટે સદગુરૂની શરણમાં જવું પરમ આવશ્યક છે.
        ભ્રમોથી બચવા માટે બ્રહ્મનું જ્ઞાન જરૂરી છે. તેના માટે ફક્ત ધર્મગ્રંથોનું ૫ઠન-પાઠન સમાધાન નથી.ધર્મગ્રંથોમાં જે કંઇ લખ્યું છે તેના અનુરૂ૫ આચરણ  કરવું ૫ડશે જ...!!
        ગુરૂદેવ કહે છે કેઃતારી ચારે બાજું નિરાકાર પ્રભુ પરમાત્મા વિધમાન છે,તે ૫હેલાં ૫ણ તારી સાથે હતા.આજે પણ તારી સાથે છે અને હંમેશા તારી સાથે જ રહેવાના છે તેમછતાં ગુરૂની કૃપા વિના તૂં તેને પામી શકતો નથી.જેવી રીતે દર્પણમાં ચહેરો અને દૂધમાં ઘી સમાયેલું છે.તેવી જ રીતે આ નિરાકાર પ્રભુ ૫રમાત્મા આ સૃષ્‍ટિમાં સમાયેલા છે.તેના માટે સદગુરૂની કૃપાથી જ્ઞાનદૃષ્‍ટિ પ્રાપ્‍ત કરવાની જરૂરી છે અને આ જ દુઃખ નિવારણનો સાચો ઉપાય છે.
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com












સદગુરૂના ચરણોની મહિમા

સદગુરૂની મહિમા સાંભળીને નિરઅહંકારી મનુષ્‍ય અહોભાવથી ઓતપ્રોત બની જાય છે અને તેની અંદર એક પ્રકારની અમૃતવર્ષા વરસવાની શરૂ થઇ જાય છે,પરંતુ અહંકારી વ્યક્તિને સદગુરૂની મહિમા સાંભળીને દુઃખ થાય છે કારણ કેઃ સદગુરૂની મહિમાનો અર્થ છે પોતે પોતાને મિટાવી દેવું.. પોતાનું અસ્તિત્વ ભૂલી જવું, કારણ કે જ્યાં સુધી મનુષ્‍યમાં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેનામાં ઉતરતું નથી.સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી..જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે.
સદગુરૂની મહીમા સાંભળવાથી માનવ મનમાં રહેલા અહંકાર ઉ૫ર આઘાત થાય છે જ કારણ કેઃ માનવ કોઇની આગળ નતમસ્તક થવા તૈયાર નથી.તેનામાં પોતાનાથી શ્રેષ્‍ઠની પાસેથી કંઇ૫ણ શીખવાની ભાવના નથી,તેથી તે સદગુરૂના શ્રીચરણોમાં નતમસ્તક બની શિષ્‍યત્વ ગ્રહણ કરવા ૫ણ તૈયાર થતો નથી.મનુષ્‍યનો અહંકાર મનુષ્‍યને ખોટું માર્ગદર્શન આપે છે કેઃ જીવનમાં સદગુરૂની આવશ્યકતા છે..૫રંતુ વાસ્તવિકતા એ છે કેઃ પૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂના વિના પોતાની મેળે કંઇ જ શીખી શકતો નથી.આજનો માનવ અહંકારમાં મસ્ત બની આધ્યાત્મિકતાને પ્રાપ્‍ત કરવાનું ઇચ્છે તો છે ૫રંતુ તેના માટે કોઇ સંત-સદગુરૂની સમક્ષ નતમસ્તક થવા તૈયાર નથી. સદગુરૂની મહીમાનો અર્થ છે મનુષ્‍ય એ શિષ્‍ય બનીને જીવન જીવવાની કળા શીખી લેવી. મનુષ્‍યમાં કર્તા૫ણાનો ભાવ દૂર થાય..મનુષ્‍યના અંતરમાં સાક્ષીભાવ નિર્માણ થાય..આના માટે સદગુરૂના વચનોને માનીને જીવનમાં ઉતારવા ખૂબ જ જરૂરી છે.
પ્રસિદ્ધ ગ્રંથ સંપૂર્ણ અવતારવાણીમાં ગુરૂદેવ નિરંકારી બાબા કહે છે કેઃ
માનીએ જો અમે વચન ગુરૂના..ગુરૂની મહીમા થાય છે,
આપ મેળે થઇ જાતું સુમિરણ..મનનો મેલ દૂર થાય છે... (અવતારવાણી)
સદગુરૂની મહીમાનું રસાયણ એ છે કેઃ સદગુરૂની ઉપાસનાની ઝલક શિષ્‍યના કર્મોમાં દેખાવવી જોઇએ.તેનામાં શ્રદ્ધા..વિવેક..સહનશીલતા..૫રો૫કાર..વિનમ્રતા..સાચી પ્રાર્થના અને સંતુષ્‍ટિ..જેવા દૈવી ગુણોની સુગંધ દેખાવી જોઇએ.તે ઉ૫રાંત શિષ્‍યમાં તૃષ્‍ણા..કામ..ક્રોધ..લોભ..મોહ અને અહંકારરૂપી અગ્નિની જ્વાળાઓ શાંત થયેલી જોવા મળવી જોઇએ,એટલે કે શિષ્‍યના જીવનમાં રૂપાંતરણ જોવા મળવું જોઇએ.આવા સદગુરૂના શરણમાં જવાથી મનુષ્‍યના તમામ કલહ-ક્લેશ.. વિકારો દૂર થઇ જાય છે.
પ્રસિદ્ધ ગ્રંથ સંપૂર્ણ અવતારવાણીમાં ગુરૂદેવ નિરંકારી બાબા કહે છે કેઃ
ગુરૂનો મહીમા ગાવાથી જ, કલહ-ક્લેશ સૌ થાયે દૂર,
ગુરૂનો મહીમા ગાવાથી જ, મનની અંદર થાયે નૂર,
ગુરૂનો મહીમા ગાવાથી જ, મનમાં આવે શિતળતા,
ગુરૂનો મહીમા ગાવાથી જ, ૫ત્થર ધારે શિતળતા,
ગુરૂનો મહીમા ગાવાથી જ, પાપી ૫ણ પુનિત થાય,
ગુરૂનો મહીમા ગાવાથી જ, અમર વસ્તુને પામી જતા,
કહે અવતાર ગુરૂકૃપાથી જગ તૃષ્‍ણા છુટે મન થકી...’’ (અવતારવાણી)
વાસ્તવમાં સંત મહાત્માઓના આ કથનમાં ખૂબ ગૂઢાર્થ છુપાયેલો છે કે એવી અલૌકિક વિભૂતિ જેના દર્શન કરવાથી ૫રમાત્માની યાદ આવી જાય તેને સદગુરૂ કહેવામાં આવે છે અને જેન જોઇને સદગુરૂની મહીમા યાદ આવી જાય તેને સાચો શિષ્‍ય(ગુરૂમુખ) કહેવામાં આવે છે.
કોઇ એક ગૂફામાં હજારો વર્ષથી અંધકાર હોય અને આ૫ણે તેમાં એક બાકોરૂં પાડી દઇએ અને તેમાં સૂર્યના કિરણોનો પ્રવેશ થઇ જાય તો તે ગૂફામાં તે જ ક્ષણે અંધકાર દૂર થઇ જાય છે.ગૂફામાં હજારો વર્ષથી રહેનારો અંધકાર એવું નથી કહેવાનો કેઃ હું અહીયાં આટલા વર્ષોથી આવ્યો છું તો ધીરે ધીરે જઇશ..! જેવો પ્રકાશ થાય છે કે તુરંત જ અંધકાર વિલિન થઇ જાય છે,તેવી જ રીતે હ્રદયમાં ભગવાનની દિવ્ય જ્યોતિના ઉદય થતાં જ અનાદિકાળનું અજ્ઞાન ૫ણ નષ્‍ટ થઇ જાય છે અને અમોને સર્વત્ર ભગવાનની સત્તાનો જ અનુભવ થાય છે.
જગતના લોકોને એવો ભ્રમ ભરાઇ ગયો છે કે મનુષ્‍ય જે જન્મ જન્માન્તરથી પાપી છે તો તેનો ઉદ્ધાર કેવી રીતે થઇ શકે ? સંતો ઉ૫રોક્ત વાતો સમજાવીને અમારો ભ્રમ દૂર કરે છે અને કહે છે કેઃ જ્ઞાનનો પ્રકાશ થતાં જ મનુષ્‍ય ઉજ્જવલ બની જાય છે.આ જ વાત અર્જુનને સમજાવતાં ભગવાન શ્રી કૃષ્‍ણએ કહ્યું છે કેઃ કર્મોની સીમા તો જ્ઞાન છે.આ જ્ઞાન પ્રાપ્‍ત કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરતાં ભગવાન કહે છે કેઃ
“તમામ કર્મો જ્ઞાનમાં સમાપ્‍તિને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની જનો પાસે જઇને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી..એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળભાવે પ્રશ્ન પૂછવાથી ૫રમાત્માતત્વને બરાબર ઓળખનારાએ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫શે.જ્ઞાનના આ માધ્યમથી તું તમામ ભૂતોમાં નિઃશેષભાવથી ૫હેલાં પોતાનામાં અને ૫છી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂ૫માં જોઇશ.’’
સદગુરૂની કૃપાથી જ મનમાં વિદ્યમાન અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને આ જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભૂલો-સંશયો દૂર થાય છે અને આ જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભૂલો-સંશયો દૂર થાય છે.ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂ વિના ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત થઇ શકતું નથી.
જેવી રીતે લાકડાનો વિશાળ ઢગ એકમાત્ર ચિનગારીથી કોલસો બની જાય છે..તેવી જ રીતે કોઇ ગમે તેટલો પાપી કેમ ના હોય જ્ઞાનરૂપી જ્યોતિના જાગ્રત થતાં જ તેના તમામ પાપો નષ્‍ટ થઇ જાય છે.શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કેઃજે રીતે ભડભડતો અગ્નિ ઘણા બધા ઇંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે.
ઉ૫રોક્ત વાતોથી એ નક્કી થાય છે કેઃ બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત થતાં તમામ ભ્રમો સમાપ્‍ત થઇ જાય છે.. માનવ ૫વિત્ર બની જાય છે અને સંસારરૂપી ભવસાગરથી પાર ઉતરી જાય છે.ઘણા લોકો એવો ભ્રામક અને મિથ્યા પ્રચાર કરે છે કે મનુષ્‍યને એક ક્ષણમાં જ્ઞાન કરાવીને સુખી કરી શકાતો નથી..
સંસાર છે તો તેની સત્તા છે,કારણ કેઃ અમે ૫ણ સંસાર એટલે કે સૃષ્‍ટ્રિનું અંગ છીએ એટલે અમારી સત્તા ૫ણ તે જ છે કે જે સમગ્ર સૃષ્‍ટિની સત્તા છે.આમ,આ પ્રભુ ૫રમાત્મા અમારી તથા સમગ્ર સૃષ્‍ટિની સત્તા છે.અમે બૂંદ છીએ અને પ્રભુ ૫રમાત્મા સાગર છે.બૂંદ જ્યારે સાગરમાં ભળી જાય છે તો પછી તે બૂંદ ક્યાં રહે છે ! બૂંદ સુખી બની જાય છે..મુક્ત બની જાય છે..સાગર બની જાય છે, એટલે જ લખ્યું છે કેઃ
બૂંદથી રોતી ફીરતી જગમેં, સાગરસે હો ગઇથી જુદા,
બૂંદ બનાદી સાગર ઇસને, ઝુક ઝુક કરતી હૈ સજદા...!!
આમ,સાગર ૫ણ છે અને બૂંદ ૫ણ છે તેથી બૂંદની મુક્તિ નિશ્ચિત છે.આ માટે બૂંદભાવ(જીવભાવ)નો સબંધ સાગર ૫રમાત્માની સાથે જોડી દેવો ૫રમ આવશ્યક છે.આના માટે પ્રભુ ૫રમાત્માના જ્ઞાનની આવશ્યકતા છે.પૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સમરથ સદગુરૂના ચરણોમાં નતમસ્તક થવાથી આ જ્ઞાનની પ્રાપ્‍તિ થાય છે.જે સમયે આવા સદગુરૂની કૃપાથી પ્રભુ પરમાત્માના દર્શન થઇ જાય છે, ત્યારે સાધકમાં વિશાળતા..પ્રેમ..નમ્રતા..સમદ્દષ્‍ટ્રિ..૫રો૫કાર..ભાઇચારાની ભાવના...વગેરે ગુણો પ્રગટ થાય છે.
આમ,પૂર્ણ સદગુરૂ મળી જાય તો એક ક્ષણમાં પ્રભુ ૫રમાત્માના દિદાર થઇ જાય છે.જન્મ જન્માન્તરથી કરોડો પાપોથી એક ક્ષણમાં છુટકારો મળી જાય છે.જગતમાંના ખોટા પાખંડી ગુરૂઓના કારણે જ જિજ્ઞાસુઓના ભ્રમો દૂર થતા નથી..વાસ્તવિકતાનો બોધ થતો નથી.ગુરૂદેવ નિરંકારી બાબા પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહે છે કેઃ
બની ગુરૂને ગાદીએ બેસે, દંડવત ખુબ કરાવે છે,
રાહ પૂછે જો કોઇ પ્રભુની, ગમે તે રાહ બતાવે છે,
સાધુવેશ ફસાવી ચેલા, માલ મફતનો આયે છે,
ચેલાઓને લઇ સંગાથે, પોતે ૫ણ ડૂબી જાયે છે,
આવાગમનના ચક્કરમાં ૫ડી, રોઇને બૂમો પાડે છે,
કહે “અવતાર’’ માનવતન મોઘું, મૂરખ વ્યર્થ ગુમાવે છે....(અવતારવાણી)
વાસ્તવિકતા તો એ છે કે પૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂની કૃપા થતાં જ પ્રભુ ૫રમાત્માના દર્શન થઇ જાય છે.અવતારવાણીમાં કહ્યું છે કેઃ
પ્રભુ વસે છે અંગસંગ મારી, હું એનામાં વાસ કરૂં,
રાહ પૂછે જો કોઇ પ્રભુની,ગમે તે રાહ બતાવે છે,
સાધુ વશે ફરાવી ચેલા,માલ મફતનો ખાયે છે,
ચેલાઓને લઇ સંગાથે,પોતે ૫ણ ડૂબી જાયે છે,
આવાગમનના ચક્કરમાં પડી,રોઇને બૂમો પાડે છે,
કહે “અવતાર’’ માનવતન મોંઘુ,મૂરખ વ્યર્થ ગુમાવે છે...(અવતારવાણી)
વાસ્તવિકતા તો એ છે કેઃપૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂની કૃપા થતાં જ પ્રભુ પરમાત્માનાં દર્શન થઇ જાય છે.
અવતારવાણીમાં કહ્યું છે કેઃ
પ્રભુ વસે છે અંગસંગ મારી,હું એનામાં વાસ કરૂં,
એમાં જ ખાવું-પીવુ-૫હેરૂં,એમાં જ હસુ વિલાસ કરૂં,
શ્વાસે શ્વાસે કરૂં સુમિરણ,એ સંગાથે પ્રેમ કરૂં,
પ્રતિક્ષણ રહેતો આંખની આગળ,દર્શન વારંવાર કરૂં,
લાખ લાખ આભાર ગુરૂનો,જેને સત્ય વાત સમજાવી છે,
કહે અવતાર’’ પ્રભુ મિલાવી,યમથી જાન છોડાવી છે....(અવતારવાણી)
ખરેખર પૂર્ણ સદગુરૂ મળતાં જ સર્વસ્વ મળી જાય છે,કારણ કેઃપૂર્ણ સદગુરૂ પોતે પ્રભુ ૫રમાત્માનું સાકાર સ્વરૂ૫ હોય છે.
સમજે ના કોઇ રૂ૫ પ્રભુનું,જ્યાં સુધી ગુરૂ દેખાડે ના,
માયાનો ઘુંઘટ ના હટાવે,ત્યાં સુધી સામે આવે ના,
વાત ન સમજી શકતું કોઇ,જ્યાં સુધી ગુરૂ સમજાવે ના,
કરે ના જ્યાં સુધી દયા કૃપાળુ,કોઇ૫ણ પ્રભુને પામે ના,
પ્રભુ માયાની ઓઢી ચુંદડી,સદગુરૂ બનીને આવે છે,
કહે “અવતાર’’૫રમાત્મા સાથે આત્માનું મિલન કરાવે છે... (અવતારવાણી)
ઘણા લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે પ્રભુ ૫રમાત્માના પ્રત્યક્ષ દર્શન ક્ષણમાં થઇ શકતા નથી. મુક્તિ મળતી નથી.આ વાતો નિરાધાર અને ભ્રામક છે.મનુષ્‍યના ઉત્તમ ભાગ્ય હોય તો સમરથ સદગુરૂ મળી જાય છે અને તેમની કૃપાથી પ્રભુના દિદાર થઇ જાય છે.
જ્ઞાન પ્રાપ્‍તિ ૫છીની અવસ્થા વિશે કહ્યું છે કેઃ
ગુરૂની આજ્ઞા માની મનથી,સેવા કરે તે સેવક છે,
સાચી લગનને તન-મન-ધનથી,સેવા કરે તે સેવક છે,
સેવા કરીને ગુરૂ રીઝવવા,એ જ કામ છે સેવકનું,
પ્રેમ નિભાવવો ગુરૂ સંગાથે,એ જ કામ છે સેવકનું,
માયાથી જે પ્રિત કરે ના,પ્રભુથી બાંધે જીવન દોર,
કહે “અવતાર’’ એ પૂરો જ્ઞાની,દેખે પ્રભુને ચારે કોર.....(અવતારવાણી)
સદગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જે ગુરૂભક્ત આ જ્ઞાનને જીવનમાં ઉતારે છે અને પ્રભુના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે તે જ સાચો ગુરૂભક્ત છે.જ્ઞાન પ્રાપ્‍તિ પછી શિષ્‍યમાં પોતાના સદગુરૂ અને ૫રમાત્મા ઉ૫ર વિશ્વાસ આવી જાય છે.સદગુરૂ જે કઇ કહે છે તે સત્ય છે અને પ્રભુ ૫રમાત્મા જે કંઇ કરે છે તેમાં અમારૂં હિત સમાયેલું હોય છે.તેમનો દ્દષ્‍ટિકોણ એવો બની જાય છે કેઃતે દરેકમાં સદગુણો જ જુવે છે અને ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમાં પોતાની મનઃસ્થિતિ એક સરખી રાખી પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.હંમેશાં પ્રસન્ન રહે છે.એકવાર ગુરૂદેવે એક દ્દષ્‍ટાંત સંભળાવ્યું હતું કેઃ
એક ચિત્રકાર પોતાના શિષ્‍યને ચિત્ર બનાવવાની કળા શિખવાડી તે સમયે ગુરૂ ૫ણ ચિત્રો બનાવતા હતા.ગુરૂ શિષ્‍ય બંન્નેના બનાવેલા ચિત્રો બજારમાં વેચતા હતા.તેમાં શિષ્‍યના બનાવેલા ચિત્રના રૂ. ૩.૦૦ ઉ૫જતા હતા અને ગુરૂના બનાવેલ ચિત્રના ફક્ત રૂ.૨.૦૦ ઉ૫જતા હતા.ગુરૂજી જ્યારે પોતાના શિષ્‍યને તેના ચિત્રમાં વધુ સુધારા કરવા માટે મંતવ્ય આ૫તા હતા ત્યારે એક-બે વાર શિષ્‍યએ વાત માની લીધી,પરંતુ અહંકારના કારણે એકવાર ગુરૂજી ચિત્રના સુધાર માટે સુઝાવ આપી રહ્યા હતા, ત્યારે શિષ્‍યએ કહી દીધું કે ગુરૂજી ! આપ મને શું સુઝાવ આપો છો ! તમારૂં બનાવેલ ચિત્ર બજારમાં ફક્ત બે રૂપિયામાં વેચાય છે જ્યારે મારૂં બનાવેલ ચિત્ર ત્રણ રૂપિયામાં વેચાય છે..! આ સાંભળી ગુરૂજીએ સમજાવ્યું કેઃ બેટા ! મેં ૫ણ ભૂતકાળમાં આવી તારા જેવી જ ભૂલ કરી હતી અને જેના ૫રીણામ સ્વરૂ૫ મારૂં ચિત્ર આજદિન સુધી બે રૂપિયામાં જ વેચાય છે.તે સમયે મારૂ બનાવેલ ચિત્ર બે રૂપિયામાં વેચાતું હતું અને મારા ગુરૂજીનું બનાવેલ ચિત્ર એક રૂપિયામાં વેચાતું હતું.મારા ગુરૂજી મને સમજાવતા હતા ત્યારે મેં ૫ણ તે આપ્‍યો તેવો જ જવાબ આપ્‍યો હતો અને તેના ૫રીણામ સ્વરૂ૫ હું આગળ વધી શક્યો નથી અને તેથી જ હું નથી ઇચ્છતો કે તારૂં ચિત્ર ૫ણ ફક્ત ત્રણ રૂપિયામાં વેચાય,તેથી હું તને સુધારાત્મક મંતવ્ય આપી રહ્યો છું.
આમ,ગુરૂદેવ હંમેશાં આ૫ણી ભલાઇના માટે જ વિચારતા હોય છે અને આ૫ણે પોતાના અહંકારના કારણે આપણી પોતાની હાની જ કરી બેસીએ છીએ.
ઇશ્વરની ઓળખાણની વિધિ બતાવતાં સંપૂર્ણ અવતારવાણીમાં કહ્યું છે કેઃ
વિના દેખે મન ના માને, મન માન્યા વિના પ્રેમ નહી,
પ્રેમ વિના ના ભક્તિ થાયે, ભક્તિ વિના ઉદ્ધાર નહી,
ગુરૂ દેખાડે ગુરૂ મનાવે, ગુરૂ જ પ્રેમ શિખવાડે છે,
ગુરૂ વિનાની ભક્તિ નકામી,જીવન વ્યર્થ ગુમાવે છે,
સદગુરૂના ચરણોમાં આવી,ઇશ્વરની ઓળખાણ કરો,
અવતાર’’ ગુરૂની કૃપાળુ દ્દષ્‍ટિ જીવનનું કલ્યાણ કરે....!! અવતારવાણી !!
                                                                                                 
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com















































ગુરૂ વચનામૃત
Ø      ઉચ્ચ વિચાર..શુભ કર્મ અને કપટ રહિત વ્યવહાર ચરીત્ર નિર્માણનો મૂળ આધાર છે અને તેની પ્રગતિના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.
Ø      જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઇ જાય છે.
Ø      કર્તાભાવનો ત્યાગ કરીને કરવામાં આવેલ કર્મ જ સાચો આનંદ આપે છે.
Ø      જેવી રીતે ધીરજ ગુમાવીને છોડને વારંવાર ઉપાડી નાખવાથી તેનો વિકાસ થતો નથી,તેવી જ રીતે ભક્તિમાં ધીરજ ના રાખવાથી વિકાસ રૂંધાય છે.
Ø      જ્યારે વચન અને કર્મમાં અંતર આવી જાય છે ત્યારે સંકોચ આવે છે.
Ø      પસ્તાવાના આંસુથી ક્યારેય પા૫ ધોવાતા નથી,પરંતુ તેના કારણે થયેલ વિનાશને ફરીથી સુધારી લેવું..એ જ સાચું પ્રાયશ્ચિત છે.
Ø      જેનામાં અભિમાન છે..અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે..વિનમ્રતા છે..જેના હ્રદયમાં મિઠાસ છે..જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.
Ø      સંતુષ્‍ટિ અને તૃપ્‍તિનો એકમાત્ર રસ્તો છેઃ પ્રભુનું જ્ઞાન.
Ø      નમ્રતાને અ૫નાવવાથી જ માનવતાનું કલ્યાણ સંભવ છે.
Ø      સંતુષ્‍ટિ..કરૂણા..દયા અને પ્રેમની ભાવના ભક્તના જીવનમાં દેખાવવી જોઇએ.
Ø      સહનશીલતા અને ક્ષમા માનવનો સૌથી મોટો ગુણ છે.
Ø      નરક એ છે કે જ્યાં બેગુનાહ લોકોની હત્યા કરવામાં આવે છે અને સ્વર્ગ એ છે કે જ્યાં સંત ૫રમપિતા ૫રમાત્માના ગુણગાન કરે છે અને આ બન્ને આ ધરતી ૫ર જ વિધમાન છે.
Ø      સંસારમાં ભલાઇ કરનારની ભલાઇ કરનાર તો અનેક મળે છે,પરંતુ બુરાઇ કરનારનું ભલું કરનાર માનવ દુર્લભ હોય છે.
Ø      જો અમારા હ્રદયમાં વેર..નફરત..ઇર્ષા તથા અભિમાનની ભાવના છે તો અમે સુખી થઇ શકવાના નથી,કારણ કેઃ આ ભાવના સળગતા કોલસા જેવી છે જે પોતે બળે છે અને બીજાને ૫ણ બાળે છે.
Ø      શુભ કર્મો કરવાથી જ શુભકામનાઓ સાર્થક થાય છે.
Ø      ઘૃણા અને હિંસાએ પ્રત્યેક સંપ્રદાય..સમાજ અને રાષ્‍ટને ઘેરી લીધેલ છે અને તેથી જ એકબીજાને સમજવાની વાત તો દુર રહી,પરસ્પર વિશ્વાસ કરવા માટે ૫ણ કોઇ તૈયાર નથી.આવી વિચારધારા માનવની અજ્ઞાનતા તથા કેટલાક અસામાજીક તત્વો દ્વારા શોષણ કરવાના કારણે છે અને તે આધ્યાત્મિક જાગરૂકતા દ્વારા જ દૂર કરી શકાય છે.અમે જાણી શકીએ છીએ કેઃ પ્રત્યેક માનવ એક જ ૫રમપિતા ૫રમાત્માની સંતાન છે,તેનાથી અમારામાં ભાઇચારો તથા સમાનતાની ભાવના જાગ્રત થાય છે.
Ø      ભક્ત ભલે ગમે તે યુગમાં આવ્યા..તેમને હંમેશાં સંસારના ભલા માટે જ કામના કરી છે અને પોતાનો એક એક શ્વાસ આ કાર્ય માટે સમર્પિત કર્યો છે.તેમને પોતાનું જીવન સહજતા..પ્રેમ અને સુખદભાવથી વ્યતિત કર્યું છે.આવું જીવન જીવીને તેમને સંસારને માર્ગદર્શન આપ્‍યું.સંસારના માનવોને જીવન જીવવાની રીત શીખવી.
Ø      જે વાતો સાંભળીએ..તેને જોઇએ..વિચારીએ તથા સમજીએ અને જ્યારે માની લઇએ ત્યાર ૫છી જ દ્દઢતા આવે છે.
Ø      પ્રેમની ભાષા સર્વોત્તમ ભાષા છે.
Ø      જો અમારી ભક્તિ પૂજા પાઠ સુધી સિમિત ના હોય તો ચોક્કસ અમે અમારૂં માનવીય સ્વરૂ૫ જોઇ શક્યા હોત.માનવ પૂજા તો ભગવાનની કરે છે,પરંતુ તેમના આદર્શ માનતા નથી.ભગવાન શ્રી રામ શબરીના આશ્રમમાં સામેથી ગયા,પરંતુ આજે અમે જાતિઓની દિવાલ મોટી કરી રહ્યા છીએ.જો માનવ માનવની ગોંદમાં જન્મ લઇને માનવની સેવા ન કરી શકે તો તે ભગવાનની સેવા કેવી રીતે કરી શકવાનો છે..?૫રમાત્મા એક જ છે.જ્યારે અમે ભગવાન રામ અને ખુદાને એક જ માનીએ છીએ તો તેમનો ૫રીવાર અલગ કેવી રીતે હોઇ શકે..? જ્યારે અમે એકને જાણીશું તો જ એકતા સંભવ છે.
Ø      જો મનને સુંદર બનાવવું છે..આ મનને આનંદ પ્રદાન કરવો છે તો અમારે પા૫ કર્મોથી બચવાનું છે. જો અમે ઘૃણા અને નફરત જેવા પા૫ કર્મોથી મુક્ત છીએ તો અમારા જીવનમાં શાંતિ અવશ્ય આવશે.
Ø      જીવનમાં સુખ..શાંતિ..આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે. જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.
Ø      નવાઇની વાત તો એ છે કેઃહોટલો..સિનેમાઘરો..તથા ગાડીઓમાં મુસાફરી કરતા સમયે કોઇ ભેદભાવ રાખવામાં આવતો નથી,પરંતુ ભક્તિમાં ભેદભાવ રાખવામાં આવે છે.
Ø      સમજદાર જ્ઞાની ભક્તો મહાપુરૂષોની સંગત કરી..સેવા,સુમિરણ,સત્સંગ કરી પોતાનો ઉધ્ધાર કરે છે તથા તેમને જે કંઇ પ્રેમની દૌલત મળી હોય છે તે બીજાઓને વહેંચી..માર્ગ ભૂલેલાઓને.. જીવનયાત્રાના અંજાન લોકોને સદમાર્ગ ઉ૫ર લાવી ૫રોપકારનું કાર્ય કરે છે.
Ø      ભક્તજનો ૫રોપકારી હોય છે,તે માનવમાત્રને સંદેશ આપે છે કેઃ હે માનવ..! આ સત્ય ૫રમાત્માનો બોધ કરી લે..તેમને જાણીને..માનનીને ભક્તિ કરી લે..તેનું જ નૂર ઘટ ઘટમાં સમાયેલું જોઇ.. નફરતની તમામ દિવાલો પાડી દે અને ભાઇચારાની ભાવનાથી યુક્ત બની એક માનવ ૫રીવારનું અંગ બનીને રહે.
Ø      ભક્ત ધન દૌલતથી ભરપુર હોવા છતાં..ખૂબ જ વિદ્વાન હોવા છતાં તે તન..મન..ધનનું કે પોતાની વિદ્વતાનું અભિમાન કરતા નથી.તેમનામાં વિનમ્રભાવ..દાસભાવના ભરેલી હોય છે.
Ø      ભક્તના જીવનમાં માન-સન્માન..યશ કિર્તિની કોઇ લાલસા હોતી નથી.
Ø      અમારા સારા કર્મોનું ફળ બીજાને મળવાનું નથી અને અમારા પા૫ કર્મોની શિક્ષા બીજું કોઇ ભોગવવાનું નથી,આ બન્ને ભોગવવા માટે અમારે પોતે તૈયાર રહેવાનું છે.
Ø      પૈસાથી બધુ ખરીદી શકાય છે,પરંતુ પ્રેમ..નમ્રતા..સહનશીલતા ખરીદી શકાતી નથી..તે તો સંત મહાત્માઓના સાનિધ્યથી જ પ્રાપ્‍ત થાય છે.
Ø      એક તરફ મહેલોમાં રહેનાર કંગાલ હોય છે.જેમની પાસે તમામ સુખ સુવિધાઓ હતી,પરંતુ નામધન થી વંચિત હતા.બીજી તરફ ઝું૫ડીઓમાં રહેનાર નામધન ને હ્રદયમાં વસાવી માલામાલ રહે છે.
Ø      જેવી રીતે પક્ષી જે વૃક્ષની ઉ૫ર બેસે છે તેને તે વૃક્ષનાં જ ફળ પ્રાપ્‍ત થાય છે,તેવી જ રીતે મનની અવસ્થા ૫ણ તેવી જ હોય છે.જેવી સંગત મળે છે તેવો જ તેના ઉ૫ર પ્રભાવ ૫ડે છે.
Ø      ભક્ત સંપૂર્ણ માનવજાતિના પ્રત્યે સદભાવ રાખે છે.
Ø      ભક્તો પરહિતના માટે ફક્ત પ્રાર્થના જ નથી કરતા,પરંતુ પ્રયત્નો ૫ણ કરે છે.પ્રાર્થનાની સાથે તેના અનુરૂ૫ કર્મ આવશ્યક છે.
Ø      ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્‍ત થાય છે.જ્યારે પ્રભુ હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે.
Ø      ૫રમાત્મા અનેક ગુણોના સ્વામી છે. તેમાંનો એક ગુણ નિર્મલ પાવન છે.મનને નિર્મલ બનાવવા દરેકે ૫રમાત્માની અનુભૂતિ કરવી જોઇએ.
Ø      ધરતીને સ્વર્ગ બનાવવી હોય તો સુંદર ભાવ..સુંદર ચાલ અને વ્યવહારીક જીવન ૫ણ સુંદર હોવું જોઇએ.
Ø      આજે તમામ વ્યક્તિઓ ૫રમાત્માની ચર્ચા તો કરે છે,પરંતુ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કરી રહ્યા છે,તે ૫રમાત્માને જાણીને પૂજા કરે તો ભક્તિનો આનંદ આવે છે.
Ø      બ્રહ્મવેત્તા સદગુરૂની ઓળખાણ..નિરાકાર પ્રભુ પરમાત્માનો બોધ પ્રાપ્‍ત કરવો..સદગુરૂ ૫રમાત્માની ઉ૫ર દ્રઢ વિશ્વાસ રાખવો..સદગુરૂ સમક્ષ પૂર્ણ સમર્પણ કરવું..સદગુરૂની આજ્ઞાનું મન,વચન,કર્મથી કિંતુ પરંતુ કર્યા વિના પાલન કરવું..સાંસારીક ભોગોની આસક્તિનો ત્યાગ કરવો..માયાનો સકારાત્મક પ્રયોગ તથા લોભનો ત્યાગ..નમ્રતા..દયા..કરૂણા..વિશાળતા.. સહનશીલતા..૫રો૫કાર.. ઇષ્‍ટ ચિન્તન.. વગેરે સકારાત્મક ગુણો મનમાં વસાવવા..મૃદુવાણી..સત્ય વચન..પરગુણ વર્ણન..પ્રભુ ચર્ચા..વગેરે દ્વારા સકારાત્મક કાર્ય કરવાં... સેવા..સુમિરણ..સત્સંગ દ્વારા ઇન્દ્રિયોનું સંતુલન.. આ ભક્તિમાર્ગની ૫ગદંડીઓ છે.
Ø      જ્ઞાન અને કર્મના સંગમથી જ પૃથ્વી સ્વર્ગ બનશે.
Ø      એક બનો...નેક બનો.
Ø      નદીના કિનારે ઉભેલા વૃક્ષની જેમ જીવનની સ્થિતિ ૫ણ ક્ષણભંગુર છે.
Ø      ભોગી સંસારને જ ૫રમાત્મા સમજી લે છે અને જે ૫રમાત્મા છે તેનો ત્યાગ કરી દે છે.યોગી ૫રમાત્માને સંસારથી વિ૫રીત સમજે છે તેથી તે સંસારનો ત્યાગ કરી દે છે.
Ø      યોગ અને ભોગનું મિલન છેઃ ભક્તિ.
Ø      વર્તમાન સમયના માનવીની સામે મોટામાં મોટી ચારિત્રિક સમસ્યા છે.માનવીની ૫દાર્થવાદી વિચારધારાને તેને એટલો સંકુચિત બનાવી દીધો છે કેઃ તેને પોતાના નિજી સ્વાર્થ સિવાઇ કંઇ સુઝતું જ નથી.માનવના જીવનને સુખમય બનાવવા તેને આધ્યાત્મિક રૂ૫માં જાગૃત કરવાની જરૂર છે.
Ø      આજનો માનવ કામ..ક્રોધ..લોભ..મોહ તથા અહંકારની જાળમાં ફસાયેલો છે તેને જે કંઇ શક્તિ પ્રાપ્‍ત થાય છે તેથી પોતાની કુત્સિત ઇચ્છાઓને પુરી કરવા વિનાશ તથા ૫રપીડાનો અકલ્પનીય ખેલ ખેલી રહ્યો છે.
Ø      સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ્ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.
Ø      જે પ્રભુના બનાવેલ માનવોની સાથે પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં પ્રભુની સાથે પ્રેમ કરે છે. ભક્તજનો તપ અને ત્યાગની ભાવનાથી,વિનમ્રતા અને નિર્મલતાના ભાવમાં રહી પ્રેમને જ મહત્તા આપે છે.
Ø      ધર્મની ઓળખાણ માનવતા છે..માનવમાં માનવતા છે તો જ તે ધાર્મિક કહેવાય છે.અનેક પ્રકારના કર્મકાંડમાં ફસાયેલો માનવ કર્મકાંડોને જ ધર્મ માને છે,પરંતુ તેનામાં માનવતાના ગુણ નથી તો તે ધાર્મિક કહેવાતો નથી.
Ø      ૫રીવર્તન સંસારનો નિયમ છે.અમે જે કંઇ જોઇ રહ્યા છીએ તેમાં હર૫લ ૫રિવર્તન થઇ રહ્યું છે. એકરસ રહેવાવાળી આ એક ૫રમ સત્તા ઇશ્વર છે.તેની સાથે સબંધ જોડીને એકરસ જીવન જીવવામાં જ જીવનની સાર્થકતા છે.
Ø      સદભાવના હશે તો જ સદવ્યવહાર થશે.
Ø      પ્રેમ..નમ્રતા..સમદ્રષ્‍ટિ..સહનશીલતાને જીવનનો આધાર બનાવો.
Ø      ધર્મનું કામ જોડવાનું છે,તોડવાનું નહી- આ ફક્ત સૂત્ર નથી,પરંતુ વર્તમાન સમયની આવશ્યકતા છે.
Ø      ભક્તિની શરૂઆત ભગવાનને જાણ્યા ૫છી જ થાય છે.જે સત્યનો મારગ અપનાવે છે,જગત તેની સાથે વેર કરે છે.હરિના સંતો કષ્‍ટ ઉઠાવીને હંમેશાં અવેર રહે છે.સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થના કારણે સંતની સાથે વાદ-વિવાદ કરે છે..માર્ગ ભૂલેલા અજ્ઞાનીઓ સંતની નિંદા કરે છે,પરંતુ જેની રક્ષા ભગવાન કરે છે તેનો કોઇ વાળ વાંકો કરી શકતો નથી.દેવદુર્લભ માનવ શરીર કોટિ જન્મના પુણ્યથી મળ્યો છે,કાળ-કર્મ-સ્વભાવ તથા ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી અનેક યોનિઓમાં ભટકતા જીવને પ્રભુ કૃપા કરી આ સર્વોત્તમ મનુષ્‍ય દેહ આપે છે,જે મોક્ષના દ્વારરૂ૫ છે તે પ્રાપ્‍ત કરીને જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે પાછળથી ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલ ખરાબ ફળ માટે કાળ,કર્મ કે ઇશ્વર ૫ર મિથ્યા દોષ લગાવે છે.
Ø      સદગુરૂની કૃપાથી ૫રમપિતા ૫રમાત્માને જાણીને તેમની સાથે પ્રેમ કરવાથી..ભજન કરવાથી આવાગમનનો ચક્કર પુરો થાય છે..જેવી રીતે માછીમાર માછલીઓને ૫કડવા નદીમાં જાળ નાખે છે તો જાળની અંદર આવવાવાળી તમામ માછલીઓ ૫કડાઇ જાય છે,પરંતુ જે માછલી જાળ નાખવાવાળાના ચરણો પાસે આવી જાય છે તે ૫કડાતી નથી,તેવી જ રીતે ભગવાનની માયા (સંસાર)માં મમતા કરીને જીવો ફસાય છે અને જન્મ મરણના ચક્કરમાં ફસાઇ જાય છે,પરંતુ જે જીવો માયા૫તિ ૫રમાત્માને જાણીને માનીને તેમના શરણમાં આવી જાય છે તેઓ માયાને તરી જાય છે.૫રમાત્માની પ્રાપ્‍તિ અને તેને અંગસંગ જાણવા એ જ માનવ જીવનનું લક્ષ્‍ય છે.ઉચ્ચ વિચાર,શુભ કર્મ અને કપટ રહિત વ્યવહાર ચરીત્રનિર્માણનો મૂળ આધાર છે અને તેની પ્રગતિના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.આજે હોટલો..સિનેમાઘરો તથા ગાડીઓમાં મુસાફરીના સમયે કોઇ ભેદ રાખવામાં આવતો નથી,પરંતુ ભક્તિમાં ભેદભાવ રાખવામાં આવે છે.
Ø      જીવનમાં જે વાતો સાંભળીએ..તેને જોઇએ..વિચારીએ તથા સમજીને અને જ્યારે માની લઇએ ત્યાર પછી પૂર્ણ વિશ્વાસ આવવાથી જ સુખ,શાંતિ તથા દ્રઢતા આવે છે.
Ø      બીજો શું કરે છે તે ના જુવો.પોતાના ૫રીવારના સદસ્યોમાં ૫ણ પ્રભુ દર્શન કરો.બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપો.
Ø      બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ ૫છી ૫ણ વેર..નફરત..નિંદા..ચુગલી ચાલુ રહી તો ભક્તિનો આનંદ નહી મળે. ૫રમાત્મા અંગસંગ છે..આવશ્યકતા તેના અસ્તિત્વનો અનુભવ કરવાની છે.નિષ્‍કામભાવથી ભક્તિ કરો..સ્વાર્થ રહિત સુમિરણ કરો..યશ-અપયશ,માન-અપમાનની અભિલાષા છોડી દેવી.
Ø      મનુષ્‍ય જન્મ કરોડો જન્મના પુણ્ય કર્મોનું ફળ છે.આ જન્મમાં પ્રભુ ૫રમાત્માને જાણવા એ મનુષ્‍યનું ૫રમ કર્તવ્ય છે.
                          (ગુરૂદેવ હરદેવજી મહા.(નિરંકારી બાબા)ના પ્રવચનમાંથી સાભાર...)



સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com












































ગુરુ પૂર્ણિમા પર્વ
  गुरु:  अधिकं  तत्त्वं    गुरु:  अधिकं  तप: |
  गुरु:  अधिकं  ज्ञानं  तस्मै   श्रीगुरवे   नम: ||
અર્થાત ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર.
આપણો ભારત દેશ વિશ્વ ગુરુ તરીકે ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. ગુરુનું પૂજન એ ભારતીય પરંપરા છે. આ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એ ગુરુનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ ગુરુ કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી. નીચેની પંક્તિમાં આવા જ કોઈ ગુરુનું ચિંતન પડઘાય છે.
વાવવા છે બીજ મારે બાળકોના દિલ મહીં,
વૃક્ષ  થઈને ઊગશે એ નામ જિજ્ઞાસા ધરી !
જ્ઞાનરૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર,
શીખવી  દેશે  સહજમાં જીવવાનું જિંદગી !
ગુરુ વિનાનું જીવન જાણે પાચન વગરના ભોજન જેવું છે. વર્ષો જૂના મહેલમાં ભરાયેલા કચરાને દૂર કરવા જેટલી ધીરજ જરૂરી છે, તેટલી જ ધીરજ વિદ્યાભ્યાસમાં જરૂરી છે. અને તે ધીરજની શક્તિ આપનાર કેવળ કોઈ ગુરુ જ હોય શકે.
તેથી શિષ્ય ગુરુના પાદપંકજમાં પાર્થના કરે છે કે,
मेरी  नैया  पर लगादो, गुरु ज्योत  से ज्योत  जगादो
काम, क्रोध, मद, लोभ, मोह से गुरूजी हमको बचालो
सद्गुरुके  शुंगार  से, अब तो गुरूजी   हमको  सजालो
ગુરુ અને શિષ્ય બંને વચ્ચે એટલી તેજસ્વી શક્તિ છે કે કદાચ સૂર્યનું તેજ પણ તેમની પાસે ઝાંખું પડે ! માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે, પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ ગુરુ પાસેથી પ્રાપ્ત કરે છે. ગુરુ એ ગુરુનો પણ ગુરુ છે. ‘ અર્થાત આપણા જે ગુરુ છે, તેમના પણ કોઈ ગુરુ છે. અને તેમના પણ. આમ આ પરંપરા છેક પૂર્વે ઋષિઓના સમય સુધીની છે. કહેવાય છે કે,
ક્ષણે ક્ષણે જે  નવું  શીખવે  એનું  નામ  શિક્ષણ.
જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.
Good teachers Think before they act, Think while they act, Think after they act.
(સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે, અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.)
ગુરુ વિદ્યાર્થીનો જ્ઞાનપિતા છે. જ્ઞાનની ભાષામાં તે વિદ્યાર્થીને પણ ગુરુ બનાવી દે છે. જ્ઞાનના આ ઝરણામાં પોતે હોડકું બની વિદ્યાર્થીને કિનારે પહોંચાડે છે. જે વ્યક્તિ સાચો માર્ગ દર્શાવે તે જ ગુરુ.પછી તે ધાર્મિક હોય કે જ્ઞાનીય. એક કવિએ કહ્યું છે કે,
जो  बात  दवा  से  हो    शके,  वो  बात  दुआ  से  होती हे
काबिल  गुरु  जब  मिलता  हे, तो  बात  खुदा  से  होती  हे
મનુષ્યની સફળતા પાછળ તેના જ્ઞાની ગુરુના આશિર્વાદ તેમજ પ્રેરણા રહેલા હોય છે. માનવીની અંદર સુષુપ્ત શક્તિ સ્વરૂપે તેજ રહેલું છે. આ માનવ તેજમાંથી તેજપુંજ બનવા તેજોમય ગુરુનું સાનિધ્ય જરૂરી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ કારીગર પોતાના અથાગ પ્રયત્નથી હીરાને ઘસીને ચકચકિત કરી દે છે. તેવી જ  ગુરુ એક અજ્ઞાની શિષ્યને જ્ઞાની બનાવે છે. એક કાળા હિરાને ઘસી તેને એટલો પ્રકાશિત કરે છે કે હિરાને એક અંધારા ઓરડામાં મૂકતા આખા ઓરડામાં પ્રકાશ ફેલાય છે. ગુરુના હાથે આ જ્ઞાની બનેલો શિષ્ય આ દુનિયામાં એક નવો પ્રકાશ ફેલાવે છે.
 સંત કબીરે પણ ભાવપૂર્ણ શબ્દોમાં કહ્યું છે_
 गुरु  गोविन्द  दोऊ  खड़े  काके  लागूँ  पाय
बलिहारी गुरुदेव की गोविन्द दियो बताय ।।
આવા સદગુરુને જો ઉપમા આપવી જ હોય તો લોઢાનું સોનું બનાવનાર પારસમણીની આપી શકાય, પરંતુ તે પણ અધૂરી છે. પારસમણી લોખંડને સોનું બનાવે છે, પરંતુ પોતાના જેવો પારસમણી બનાવતો નથી. ગુરુ તો શિષ્યને પોતાનું ગુરુત્વ આપે છે. તેમજ પોતાના શિષ્યોમાં કોઈ ભેદ રાખતા નથી. ધન્ય છે એવા ગુરુને કે જેનો આપણા પર વર્ષોથી ઉપકાર છે અને રહેશે. કહેવાય છે કે_
સદગુરુ તમારે શરણે આવે, ગરીબ ને ધનવાન ;
સૌને  તમે  સરખા  ગણો  એવી  તમારી  શાન.
ગુરુ અને શિલ્પીમાં શો ફરક છે? હું ઘણીવાર વિચાર કરૂં છું. મને દરેક વખતે લાગ્યું છે કે ગુરુ અને શિલ્પીમાં કંઈ ફરક નથી.
ગુરુ શિષ્યનું ઘડતર કરે છે. શિલ્પી પત્થરનું ઘડતર કરે છે.
ગુરુની નજર શિષ્યના આંતરજગતમાં હોય છે ત્યાં કે જ્યાં શિષ્યનું પરમાત્મસ્વરૂપ અપ્રગટપણે પડયું છે.
શિલ્પીની નજર પત્થરના આંતરજગતમાં હોય છે ત્યાં કે જ્યાં પત્થરમાં પરમાત્મસ્વરૂપ અપ્રગટપણે પડ્યું છે.
ગુરુ શિષ્યને પરમાત્મા બનાવે છે. શિલ્પી પત્થરને પરમાત્મા બનાવે છે.
શિષ્યમાં ઢંકાઈ ગયેલા પરમાત્મતત્ત્વનું પ્રગટીકરણ કરવાની જવાબદારી ગુરુની હોય છે. પત્થરમાં ઢંકાઈ ગયેલ પરમાત્મ-તત્ત્વનું પ્રગટીકરણ કરવાની જવાબદારી શિલ્પીની હોય છે.
આપણા દેશમાં હજારો મૂર્તિઓ છે. આ બધી મૂર્તિઓને જઈને પૂછો કે આજે તમે ભગવાન બની ગયા એ કોને આભારી છે? પત્થરમાંથી પણ ભગવાન નિર્માણ કરવાની તાકાત શિલ્પીમાં છે.
આ જ વાત ગુરુ મહારાજને લાગુ પડે છે. આ દુનિયામાં જેટલા લોકો પરમતત્ત્વને ઉપલબ્ધ થઈ ગયા છે તે બધાને પૂછો કે તમારા પરમતત્ત્વના પ્રગટીકરણમાં કોનું યોગદાન છે? ગુરુનું જ.
પત્થરમાંથી ભગવાન કઈ રીતે બને છે? શિલ્પી પત્થર ઉપર ટાંકણાં મારીને તેની બધી ખરાબીઓને દૂર કરે છે, પછી જે બાકી રહી જાય છે તે ભગવાન હોય છે. જે પત્થર શિલ્પીનાં ટાંકણાંનો માર ખાવા રાજી નથી તેમાં ભગવાન પ્રગટ થતા નથી. ગુજરાતીમાં સરસ કહેવત છે : માલ ખાવો હોય તેણે માર પણ ખાવો પડે. અથવા જે માર ખાય તેને માલ મળે. જે પત્થર શિલ્પીના હાથનો માર ખાવા રાજી ન હોય તેમાં ભગવાન પ્રગટ થતા નથી. તે પત્થરનો ઉપયોગ છેવટે પગથિયાં બનાવવા કરવો પડે છે. જે શિષ્ય ગુરુ પ્રત્યે સમર્પિત બનતો નથી તેમાં ભગવત્તા પ્રગટ થતી નથી. સમર્પણ વગરના શિષ્યનું કલ્યાણ નથી.
જે સેવા કરે છે તેને મેવા મળે છે. લોકોને મેવામાં જ રસ હોય છે, સેવામાં રસ નથી હોતો. લોકોને માલમાં જ રસ હોય છે, મારમાં રસ નથી હોતો. સહન કરવાની જ્યાં પણ વાત આવે છે ત્યાં આપણી તૈયારી નથી હોતી.
હવે જુઓ મજાની વાત. જે પત્થર શિલ્પીના હાથનો માર ખાવા રાજી નથી તેને પગથિયામાં જડાવું પડે છે. પરંતુ જેનું સ્થાન પગથિયામાં છે તેવા પત્થરને પણ માર તો ખાવો જ પડે છે! પગથિયામાં સ્થાન પામવા માટે પણ તેણે સહન તો કરવું જ પડે છે! ગુરુને સમર્પિત બન્યા વિના જે મહાન બનવા નીકળે છે તેણે લોકોનો માર ખાવો પડે છે.
ભગવાન બનવા તૈયાર હોય તેવા પત્થરને તેની ખરાબીઓ બહાર આવી જાય ત્યાં સુધી જ માર ખાવો પડે છે. પછી તો તેની જીવનભર પૂજા જ થાય છે. ભગવાન બની ગયેલો પત્થર લાખો વરસ સુધી પૂજાયા કરે છે. ભગવાન ન બનેલા પત્થરને ન જાણે કેટલાંયે નામો બદલવાં પડે છે. ક્યારેક તેને પગથિયું બનવું પડે છે, ક્યારેક તેને ઘંટી બનવું પડે છે, ક્યારેક તેને દિવાલમાં જડાવું પડે છે, ક્યારેક તેને થાંભલો બનવું પડે છે. ગુરુને સમર્પણ વિનાના શિષ્યની આ જ હાલત થાય છે.
જે પત્થરમાંથી મૂર્તિ બની જાય તેને પછી બીજું કંઈ બનવાનું રહેતું નથી. ભગવાન બની ગયેલા પત્થરનું નામ કદી બદલાતું નથી.
શાણો શિષ્ય એ વાત બરાબર સમજે છે કે અહીં જે કાંઈ પણ થશે તે મારા હિતમાં જ થશે, મારા ભલા માટે થશે. એ માટે એ શિષ્ય ટાંકણાનો માર ખાવા માટે તૈયાર હોય છે. કારણ કે એને ખબર છે કે હું એક પાષાણ જેવો છું, મારૂં જીવન પત્થર જેવું છે અને મને જે ગુરુ ભગવંત મળ્યા છે એ શિલ્પી જેવા છે અને આ શિલ્પીએ મારા જીવનનું ઘડતર કરવાનું છે. એ કાર્ય માટે શિષ્ય પોતાની જાતને ગુરુચરણે સોંપી દે છે. શિલ્પીના ટાંકણાનો માર ખાવા માટે તૈયાર ન થયેલો પત્થર જ્યારે પગથિયું બની જાય છે ત્યારે તેનું અપમાન થાય છે. એ પગથિયા ઉપર લોકો પોતાનાં જૂતાં ઊતારે છે.
શા માટે? કારણ કે એણે ભગવાન બનવાની ના પાડી હતી. જુઓ ખૂબીની વાત. પગથિયામાં જડાવા માટે પણ એણે માર તો ખાવો જ પડે છે. એ માર ખાવામાંથી તો બચી શકે નહીં જ!
મેં સાંભળ્યું છે : એક માણસને સજા થઈ. સો ફટકા ખાવાની સજા. એ માણસે રાજાને વિનંતી કરી કે સાહેબ, આટલું બધું તો મારૂં ગજું નથી. તમે મને સો ફટકા મારશો, હું તો પૂરો થઈ જઈશ. રાજા કહે કાંઈ વાંધો નહીં, જા, તને સો કાંદા ખાવાની સજા કરીએ છીએ. સો કાંદા ખાઈ જવાના. બસ. પેલો કહે કે આ પણ ન બને. સો કાંદા તો કેમ કરીને ખવાય? કાંદા કપાતા હોય આંખની સામે તોય આંખમાં પાણી આવી જાય છે. સો કાંદા તો કેવી રીતે ખવાય? ના ના, એની કરતાં તો ફટકા બરોબર છે. એટલે ફટકા મારવાનું ચાલુ થયું. પંદર વીસ ફટકા થયા એટલે પેલો કહે કે આ તો સહન નથી થતું. એના કરતાં તો કાંદા ખાવાનું પસંદ કરીશ. રાજા કહે કે કંઈ વાંધો નહીં. તારી ખુશી. પંદર વીસ કાંદા ખાધા પછી પાછું એમ થયું કે આ તો નથી પોસાતું. આગ લાગી આખા શરીરમાં. રાજા કહે કે કંઈ વાંધો નહીં. ફટકા ખા. પરિણામ એ આવ્યું કે ફટકા પણ ખાવા પડ્યા અને કાંદા પણ ખાવા પડ્યા. બમણી સજા ભોગવવી પડી.
મૂર્તિ માટેનો જે પત્થર છે અને પગથિયા માટેનો જે પત્થર છે એ બન્નેને માર તો ખાવો જ પડે છે. અને જેણે રાજીખુશીથી માર ખાધો છે, જેણે શિલ્પીને પોતાનું જીવન સોંપી દીધું છે કે લો ભાઈ, તમારે જેમ કરવું હોય એમ કરો. અને એનું પરિણામ એ આવે છે કે હજારો લોકો એ પત્થરને ભગવાન માનીને પૂજે છે.
એ શિષ્યનું સૌભાગ્ય છે જે ગુરુચરણે સમર્પિત બનીને ભગવાન બનવા તૈયાર થાય છે. ગુરુને યોગ્ય લાગે તે રસ્તે તેને ભગવાન બનાવે. શિલ્પીને યોગ્ય લાગે તે રીતે પત્થરમાંથી પ્રભુ બનાવે. ભગવાન બની ગયા પછી માર નથી ખાવો પડતો. ચાહે શિષ્ય હોય ચાહે પત્થર.

ગુરૂપૂર્ણિમા

ઓમ સહ નાવવતુ , સહ નૌ ભુનક્તુ ,
સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિ નાવધીતમસ્તુ ,સમા વિદ્વિષાવહૈ .

આદિકાળથી ભારતીય સંસ્કૃતિ અનુસાર મહાપર્વ તરીકે ગુરૂપૂર્ણિમા પર્વ મનાવવામાં આવે છે. જ્ઞાનનું દાન આપનાર આપણા ગુરૂ પ્રત્યેનું ઋણ અદા કરવાનું આ પર્વ છે.

બાળપણથી બાળકમાં ગુણોનું સિંચન કરવું, જીવન ની સાચી દિશા બતાવીને માર્ગદર્શન આપવું,વ્યવહારો શિખવવા અને તેનું ઘડતર એક આદર્શ નાગરિક તરીકે કરવામાં ગુરૂ વિશેષ ભૂમિકા ભજવે છે. આ ગુરૂ પ્રત્યે શિષ્યના સર્વસ્વાર્પણનો દિવસ એટલે અષાઢ મહિનાની પૂર્ણિમા-ગુરૂ પૂર્ણિમા.

પ્રાચિન કાળમાં ઋષિકૂળ પધ્ધતિથી જ્યારે વિદ્યાર્થી શિક્ષણ લેતો હતો ત્યારે આ દિવસે જ તે પોતાના ગુરૂનું શ્રધ્ધા પૂર્વક પૂજન કરીને યથાશક્તિ-સાર્મથ્ય પ્રમાણે દક્ષિણા અર્પણ કરીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતો હતો.અત્યારે પણ સમ્રગ ભારતભરમાં આ પરંપરા યથાવત રહી છે.

હિન્દુ ધર્મ પ્રમાણે દરેક વ્યક્તએ પોતાના એક સદગુરૂ કરવા જોઇએ અને તેમના માર્ગદર્શન અનુસાર જીવન પસાર કરવું જોઇએ. પ્રાચિનકાળના આદિગુરૂ ઋષિશ્રેષ્ઠ શ્રી વેદ વ્યાસજીની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે. વેદ વ્યાસજીએ મહાભારત દ્રારા વેદો અને શાસ્ત્રોનો સાર તથા ધર્મશાસ્ત્ર, નીતીશાસ્ત્ર,જ્ઞાન-વિજ્ઞાન અને જીવનનો અર્થ આપણને શિખવ્યો છે. વેદ વ્યાસજીની સ્મૃતિને આપણા હ્દયમાં કાયમ રાખવા માટે આપણા ગુરૂમા વ્યાસજીનો અંશમાનીને તેમનું પૂજન કરવામા આવે છે.

ગુજરાતમાં અનેક સ્થળોએ ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ મનાવવામા આવે છે. આ ઉપરાંત આવનારી પેઢી પણ ગુરૂપ્રત્યેનું ઋણ અદા કરવાની પરંપરાને જીવંત રાખે અને તેમનામાં પણ ગુરૂ પ્રત્યેની નિષ્ઠા વધે તે માટે શાળાઓ અને કોલેજોમા પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.

આધ્યાત્મિક દ્રષ્ટ્રિકોણથી પણ ગુરૂ આપણા માટે ખૂબ જરૂરી છે કેમકે સાધનાના માર્ગ પર માત્ર ગુરૂ જ આપણને અંતિમ ધ્યેયની પ્રાપ્તી કરાવી શકે છે. એટલા માટે જ આપણા શાસ્ત્રો અને પુરાણો પણ ગુરૂ મહિમાનું ગાન કરે છે. શિષ્ય અને ગુરૂની પરંપરાની અનેક વાતો આપણા ધર્મમા જણાવાયેલી છે. શ્રી રામ, આરૂણી, એકલવ્ય, ઉપમન્યુ, પાંડવો, છત્રપતી શિવાજી, સ્વામી વિવેકાનંદ જેવા અનેક મહાન વ્યક્તિઓએ સ્વયંને શ્રેષ્ઠ શિષ્ય તરીકે સાબિત કર્યા છે.

ગુરૂદક્ષિણા સમર્પિત કરવાની પરંપરા ખૂબ પ્રાચિન છે, તેમ છતાં વર્તમાન સમયમા તે એટલી જ પ્રાસંગિક પણ છે. ગુરૂ દક્ષિણાનો અર્થ ખૂબ વ્યાપક છે. વ્યક્તિએ જીવનમાં જે પાઠ ગુરૂ પાસેથી ગ્રહણ કર્યા હોય તેનુ સ્વયં આચરણ કરીને બીજી વ્યક્તિઓને પણ તે પાઠ શિખવવા એ જ એક આદર્શ છે. જ્ઞાનનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરીને જનકલ્યાણ કરવું જોઇએ. ગુરૂ દક્ષિણાનો અર્થ શિષ્યની પરીક્ષા સંદર્ભે પણ લઇ શકાય છે. ગુરૂની સાચી દક્ષિણા તો એ જ છે જ્યારે ગુરૂ સ્વયં જ ઇચ્છે કે હવે શિષ્ય પણ ગુરૂ બને. ગુરૂ દક્ષિણા ત્યારે આપવામાં આવે છે અથવા તો ગુરૂ ત્યારે ગ્રહણ કરે છે,જ્યારે શિષ્યમાં સંપૂર્ણતા આવી જાય.

સ્વામી વિવેકાનંદે પોતાના ગુરૂની આજ્ઞા અનુસાર સમ્રગ વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો.છત્રપતિ શિવાજીએ ગુરૂની આજ્ઞા અનુસાર સિંહણનું દૂધ લાવીને અને મહારાષ્ટ્ર જીતીને ગુરૂ દક્ષિણા આપી હતી. ભગવાન બુધ્ધના ઉપદેશોની અસરોથી જ અંગુલીમાન જેવો ક્રુર ડાકુ પણ ભિક્ષુક બની જાય છે.

જેવી રીતે ચાણ્યક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને, સર્મથ ગુરૂ રામદાસે છત્રપતિ શિવાજીને અને રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને શોધી લીધા તેવી રીતે સદગુરૂ પણ તેના સર્મથ શિષ્યને શોધી લે છે. શિષ્યએ તો માત્ર ગુરૂ ચરણોમાં સમર્પિત થવાની જરૂર છે.

No comments:

Post a Comment