Sunday 6 January 2013

ગીતાસાર

ગીતાસાર



v      સાંસારીક મોહના લીધે જ મનુષ્‍ય હું શું કરૂં અને શું ના કરૂં ?આવી દુવિધામાં ફસાઇને કર્તવ્યચ્યુત થઇ જાય છે,એટલે મોહ અથવા સુખની આસક્તિને વશીભુત ના થવું જોઇએ.
v      શરીર નાશવાન છે અને તેને જાણનાર અશરીરી અવિનાશી છે.આ વિવેકને મહત્વ આપવું અને પોતાના કર્તવ્યનું પાલન કરવું..આ બન્નેમાંથી કોઇ એક અપનાવવાથી ચિન્તા-શોક દૂર થાય છે.
v      નિષ્‍કામભાવપૂર્વક ફક્ત બીજાના હિતના માટે પોતાના કર્તવ્યનું પાલન કરવાથી જ કલ્યાણ થાય છે.
v      કર્મ બંધનથી છુટવાના બે ઉપાય છેઃકર્મના તત્વને જાણીને નિસ્વાર્થભાવથી કર્મ કરવું અને તત્વજ્ઞાનનો અનુભવ કરવો.
v      મનુષ્યએ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવવા છતાં સુખી કે દુઃખી ના થવું જોઇએ, કારણ કે,તેનાથી પ્રભાવિત થનાર મનુષ્ય સંસારમાં ઉંચો ઉઠી પરમ આનંદનો અનુભવ કરી શકતો નથી.
v      કોઇપણ સાધનથી અંતઃકરણમાં સમતા આવવી જોઇએ.સમતા આવ્યા વિના મનુષ્ય નિર્વિકલ્પ થઇ શકતો નથી.
v      ccતમામ પ્રભુરૂ૫ છે’’આવો સ્વીકાર કરવો સર્વશ્રેષ્‍ઠ સાધન છે.
v      અંતકાળે જેવું ચિંતન અનુસાર જ જીવની ગતિ થાય છે,એટલે મનુષ્‍યએ હરદમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરવું જોઇએ,જેનાથી અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે.
v      તમામ મનુષ્‍ય ભગવત્પ્રાપ્‍તિના અધિકારી છે,પછી તે ગમે તે વર્ણ,આશ્રમ,દેશ..વગેરે ના કેમ ના હોય ?
v      સંસારમાં જ્યાં પણ વિલક્ષણ વિશેષતા,સુંદરતા,મહત્તા,બલવત્તા..વગેરે જોવા મળે તેને ભગવાનનું જ માનીને ભગવાનનું ચિન્તન કરવું જોઇએ..
v      આ જગતને ભગવાનનું સ્વરૂ૫ માનીને પ્રત્યેક મનુષ્‍ય ભગવાનના વિરાટ સ્વરૂ૫નાં દર્શન કરી શકે છે.
v      જે ભક્ત શરીર ઇન્દ્રિયો,મન-બુધ્ધિ સહીત પોતે પોતાને ભગવાનને અર્પણ કરી દે છે તે ભગવાનને પ્રિય થાય છે.
v      સંસારમાં એક પરમતત્વ જ જાણવા યોગ્ય છે,તેના જાણ્યા પછી અમરતાની પ્રાપ્‍તિ થાય છે.
v      સંસાર બંધનથી છુટવા માટે સત્વ,રજ અને તમ- આ ત્રણ ગુણોથી અતિત થવું જરૂરી છે.અનન્યભક્તિથી મનુષ્‍ય આ ત્રણ ગુણોથી રહીત થઇ શકે છે.
v      આ સંસારનો મૂળ આધાર અને અત્યંત શ્રેષ્‍ઠ પરમ પુરૂષ એક પરમાત્મા જ છે- એવું માનીને અનન્યભાવથી તેમનું ભજન કરવું જોઇએ.
v      દુર્ગુણ-દુરાચારોથી મનુષ્‍ય ચૌરાશી લાખ યોનિઓ તથા નરકોમાં જાય છે અને દુઃખ પામે છે,એટલે જન્મ-મરણના ચક્કરમાંથી છુટવા માટે દુર્ગુણ-દુરાચારોનો ત્યાગ કરવો પરમ આવશ્યક છે.
v      મનુષ્‍ય શ્રધ્ધાપૂર્વક જે પણ શુભ કર્મ કરે તેને ભગવાનનું સ્મરણ કરીને જ શુભારંભ કરવો જોઇએ.
v      તમામ ગ્રંથોનોનો સાર વેદ છે,વેદોનો સાર ઉ૫નિષદ છે,ઉ૫નિષદોનો સાર ગીતા છે અને ગીતાનો સાર ભગવાનની શરણાગતિ છે.જે અનન્યભાવથી ભગવાનનું શરણ લે છે તેને ભગવાન તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે.

No comments:

Post a Comment