Tuesday 5 March 2013

ભક્તિનો આનંદ પ્રાપ્‍ત કરવાનો ઉપાય


ભક્તિનો આનંદ પ્રાપ્‍ત કરવાનો ઉપાય..

આ સંસારમાં સિમિત બુધ્ધિના અજ્ઞાનતાવાળા લોકો દિવાલો બનાવે છે,પરંતુ જ્ઞાની મહાપુરૂષો પુલ બનાવવાનું કામ કરે છે.એકબીજાના સુખ દુઃખને વહેંચવાનું કામ કરે છે.તેઓ ફક્ત ધર્મોના નામ જ લેતા નથી,પરંતુ ધર્મના મર્મને ૫ણ જાણે છે અને માને છે..
        જહનમાં એક વાર્તા આવે છે કેઃ એક ગામમાં પીવાના પાણીનો એકમાત્ર કૂવો હતો.તે કૂવામાં એકવાર એક કૂતરો પડીને મરી જાય છે.જેથી કૂવાનું પાણી દૂષિત બની જાય છે.જેથી સમગ્ર ગામના લોકોના પીવાના પાણીનો પ્રશ્ન ઉ૫સ્થિત થાય છે.તે ગામમાં એક મહાત્મા આવતાં ગામલોકોને સલાહ આપે છે કેઃ બધા ગ્રામજનો ભેગા મળીને આ કૂવાના તમામ દૂષિત પાણીને બહાર કાઢી નાખો.ગામના લોકોએ સખત મહેનત કરીને કૂવામાંનું તમામ પાણી બહાર કાઢી નાખ્યું. બીજા દિવસે કૂવામાંથી પાણી કાઢવામાં આવ્યું તો તે દૂષિત અને ર્દુગંધયુક્ત માલૂમ પડ્યું. ફરીથી મહાત્માને ફરીયાદ કરી કેઃ તમામ દૂષિત પાણી બહાર કાઢી નાખવા છતાં બીજા દિવસે દૂષિત ગંધવાળું જ પાણી આવે છે.આનો ઉપાય શું? ત્યારે મહાત્માએ કહ્યું કેઃતમામ દૂષિત પાણી કાઢી નાખ્યા પછી કૂવામાં ૫ડેલા મરેલા કૂતરાને બહાર કાઢ્યું હતું? ત્યારે ગામ લોકોએ કહ્યું કેઃઆપે તો અમોને પાણી જ કાઢવાનું કહ્યું હતું એટલે મરેલું કૂતરૂં તો કૂવામાંથી કાઢ્યું જ નથી..!!
        કહેવાનો ભાવ..આવી સમજ છે આજના માનવીની..!! સંતો મહાપુરૂષો માનવને સમજાવે છે કેઃ પોતાના મનમાંથી વેર-ઇર્ષ્‍યા-નફરત-લોભ-લાલચ-સ્વાર્થ ભાવના..વગેરે ભાવોને બહાર કાઢી નાખશો,ત્યારે જ વાસ્તવિક આનંદની પ્રાપ્‍તિ થશે.આપણે બધા ભક્તિ કરીએ છીએ,પરંતુ વિષય વિકારોરૂપી ગંદકી દૂર કરતા નથી..જીવનમાં પ્રેમનો અભાવ છે..તેથી ભક્તિનો આનંદ પ્રાપ્‍ત કરી શકતા નથી.
      પ્રેમ-નમ્રતા-સમદ્રષ્‍ટ્રિ-સહજતા-વિશાળતા-ધીરજ-સંતોષ..વગેરે ગુણોથી ભક્તજનોનું જીવન સુશોભિત બને છે.આ ગુણો જ ભક્તોની સાચી ઓળખાણ હોય છે.





સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com


No comments:

Post a Comment