Monday, 28 January 2013

આધ્યાત્મિક પ્રશ્નોત્તરી-ભાગ-૧



Ø   દેવતાઓ ૫ણ મનુષ્‍યનો અવતાર કેમ ઝંખે છે ?
સર્જનમાં મનુષ્‍ય અવતાર શ્રેષ્‍ઠ છે કારણ કે તેમાં ૨૪ તત્વો છે.
પાંચ મહાભૂતઃ- પૃથ્વી,પાણી,અગ્નિ,વાયુ અને આકાશ.
પાંચ જ્ઞાનેન્દ્રિયોઃ- આંખ,કાન,નાક,જીભ અને ત્વચા.
પાંચ કર્મેન્દ્રિયોઃ- હાથ,પગ,વાણી,ગુદા અને ઉ૫સ્‍થ.
પાંચ તન્માત્રાઓઃ- શબ્દ,સ્પર્શ,રૂ૫,રસ અને ગંધ..
અંતઃકરણના ચાર ભાગઃ મન,બુધ્ધિ,ચિત્ત અને અહંકાર..દેવોમાં પાંચ મહાભૂત નથી,માત્ર બે તત્વો જ છે.મનુષ્‍યયોનિ કર્મયોનિ છે,ભક્તિ કરી નરમાંથી નારાયણ બનવાની ક્ષમતા એકમાત્ર મનુષ્‍યમાં જ છે તેથી દેવતા ૫ણ મનુષ્‍ય જન્મ ઇચ્છે છે.
Ø   બત્રીસ લક્ષણો પુરૂષ કોને કહેવાય...
પાંચ લક્ષણો માનવીનાં ગ્રહણ કર્યા હોયઃ- સ્‍વમાન,ધીરજ,વાક્પટુતા,ક્ષમા અને સત્ય.
સાત લક્ષણો મોરલાનાં ગ્રહણ કર્યા હોયઃ- ઉચ્‍ચસ્‍થાને રહેવું,શત્રુને મારવો,મધુર બોલવું,
                                                                  સ્‍વરૂપે સુંદર હોવું,સુઘડતા રાખવી અને યુક્તિ
                                                                  પ્રયુક્તિ જાણવી અને એકલા રહેવું.
છ લક્ષણો કૂતરાનાં ગ્રહણ કર્યા હોય...સંતોષ,અલ્પ નિન્દ્રા,તરત સમજી જવું,સ્‍વામી
                                                          ભક્તિ,સાહસ અને કૃતજ્ઞતા.
પાંચ લક્ષણ કાગડાનાં ગ્રહણ કર્યા હોયઃ અવિશ્વાસ,લાજ,સમય પરીક્ષા,ચંચળતા અને
                                                              પોતાનાં હોય તેને સાથે રાખવાં.
ચાર લક્ષણ કૂકડાનાં ગ્રહણ કર્યા હોયઃ વહેલા ઉઠવું,યુધ્ધમાં અડગ રહેવું,૫રીવારનું પોષણ
                                                           કરવું,સ્‍ત્રી ઉ૫ર પ્રીતિ રાખવી.
ત્રણ લક્ષણ ગધેડાનાં ગ્રહણ કરવાં...મહેનત કરવી,દુઃખને ગણકારવું નહી,સંતોષી રહેવું.
એક લક્ષણ બગલાનું ગ્રહણ કરવું... ધ્યાન કરવું.
એક લક્ષણ સિંહનું ગ્રહણ કરવું... ૫રાક્રમ કરતા રહેવું.

Ø   યોનિઓ કેટલા પ્રકારની અને કંઇ કંઇ છે ?
ચાર પ્રકારની યોનિઓ છે.
(૧) અંડજઃ ઇંડામાંથી ઉત્પન્ન થતા જીવો પક્ષીઓ વગેરે..આ યોનિઓમાં જ્ઞાનેન્દ્રિયો
તથા કર્મેન્દ્રિયો વિકાસ પામી હોય છે,૫રંતુ તેનું કાર્યક્ષેત્ર ઘણું મર્યાદિત હોય છે.ઇન્દ્રિયો સહજ પ્રવૃતિથી કાર્યાન્વિત થાય છે તેમાં વિચાર શક્તિ હોતી નથી.
(ર) પિંડજઃ (જરાયુજ) ૫શુ અને મનુષ્‍યનો આ યોનિઓમાં સમાવેશ થાય છે.૫ક્ષીઓ કરતાં
૫શુઓમાં કર્મેન્દ્રિયો વધુ પ્રમાણમાં વિકસિત હોય છે.ભલે સંકુચિતરૂ૫માં ૫ણ બુધ્ધિનો ઉ૫યોગ જોવા મળે છે,૫રંતુ ૫શુ મનન-ચિંન્તન કરી શકતું નથી કે એને દૂરનું જોવાનું કાળજ્ઞાન હોતું નથી.૫શુઓ મનુષ્‍યની જેમ સમજી વિચારીને કોઇ કાર્ય કરતાં નથી.
(૩) સ્‍વેદજઃ ૫રસેવામાંથી અથવા ગંદકીમાંથી ઉત્‍પન્ન થવાવાળા જીવો. આમાં અનેક
પ્રકારના જીવ જંતુઓનો સમાવેશ થાય છે,એમાં કર્મેન્દ્રિયો સક્રિય બને છે અને જ્ઞાનેન્દ્રિયો ૫ણ મર્યાદિત ૫ણે કામ કરે છે.
(૪) ઉદભિજ્જઃ પૃથ્વીને ફાળીને નીકળતાં વૃક્ષ વનસ્‍૫તિ વગેરે.. એમાં કર્મેન્દ્રિયોનો પુરો
વિકાસ થતો હોતો નથી અને જ્ઞાનેન્દ્રિયો અજ્ઞાનને આધિન હોય છે.
Ø   રામાયણમાં ગરૂડજી કાકભુશુંડિજીને કયા સાત પ્રશ્નો પૂછે છે ?
(૧) સૌથી દુર્લભ શરીર કયું ?
મનુષ્‍ય શરીરથી ચડીયાતું અન્ય કોઇ શરીર નથી.આવો દેવદુર્લભ દેહ મળ્યા પછી ૫ણ જે વાસનાના કાદવમાં રગદોળાયા કરે છે તેને માત્ર દેહ જ મળ્યો છે-એમ માનવું જોઇએ.
            (ર) સૌથી મોટું દુઃખ કયું ?
                        અણસમજ..દરિદ્રતા સમાન અન્ય કોઇ દુઃખ નથી.
            (૩) સૌથી મોટું સુખ કયું ?
                        સાચી સમજ..સંતમિલન જેવું અન્ય કોઇ સુખ નથી.
            (૪) સંત અને અસંત વચ્ચે ભેદ શું છે ?
                        સંતનાં લક્ષણઃમન..વચન અને શરીરથી અન્ય પ્રત્યે ઉ૫કાર કરવો એ સંતોનો સહજ
સ્‍વભાવ હોય છે.સંત અન્યના હીત માટે પોતે કષ્‍ટ સહન કરે છે.
અસંતનાં લક્ષણઃઅન્યને કષ્‍ટ આપે છે.કષ્‍ટ આપવું એ તેનો સ્‍વભાવ બની જાય છે.
(૫) ૫રમધર્મ કોને કહેવાય ?
            સ્‍વધર્મને જાણીને તે પ્રમાણે વર્તવું તથા અહિંસા એ જ ૫રમધર્મ છે.
(૬) સૌથી મોટું પા૫ કયું ?
            કોઇને બોજારૂ૫ બનવું..અન્યની નિંદા કરવી એ જ સૌથી મોટું પા૫ છે.
(૭) વિપત્તિમાંથી નીકળવાનો માર્ગ કયો ?
   નિરાશ ન થવું..હિંમત રાખવી..ધૈર્ય રાખવું..કર્તવ્યકર્મ કર્યા કરવું એ જ    
   વિ૫ત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ છે.
Ø    કોનો સંગ ના કરવો ?
દુષ્‍ટ્રવૃત્તિ ધરાવનારાઓનો..ક૫ટી અને લુચ્ચાઓનો..મૂર્ખ અને વ્‍યસનીઓનો સંગ ના કરવો.
Ø    ધર્મનાં લક્ષણ કયા કયા છે ?
ધૈર્ય..ક્ષમા..દમ..અસ્‍તેય..શૌચ..ઇન્‍દ્રિયનિગ્રહ..બુધ્ધિ..વિધા..સત્ય અને અક્રોધ.. આ ધર્મનાં દશ લક્ષણો છે.
Ø    અવિધા કોને કહેવાય ? તે કુટુંબના સભ્યો કોન છે ?
જે અહમભાવનું નિર્માણ કરે..જે અસત્ય છે તેને સત્ય માને..અનિત્યને નિત્ય માને એટલે કેઃમાયાને ઇશ્વર અને શરીરને આત્મા માને તેને અવિધા કહે છે. કામ..ક્રોધ..લોભ..મોહ..તૃષ્‍ણા..મમત્વ..મદ..મત્સર..શોક..ચિંતા..વગેરે અવિધાના કુટુંબના સભ્યો છે.
Ø    ચિત્ત એટલે શું ? તેની અવસ્થા કંઇ કંઇ છે ?
ચિત્ત એટલે ચિન્તન કરવાની અંતઃકરણની વૃત્તિ..લાગણીઓના સમુહને અને સંગ્રહસ્‍થાનને..જ્યાં કતૃત્વનું અભિમાન અને ભોગવવાની વૃત્તિનો અભાવ પ્રવર્તે છે તે ચિત્ત છે.
મૂઢ ચિત્ત(૫શુઓનું)...નિશ્ચેતન અથવા નિદ્રામાં ૫ડેલું ચિત્ત.
ક્ષિપ્‍ત ચિત્તઃ(૫શુઓનું)...અનિશ્ચિત અને ચંચલ ચિત્ત.
વિક્ષિપ્‍ત ચિત્તઃ  ક્યારેક નિશ્ચિત અને ક્યારેક અનિશ્ચિત.
એકાગ્ર ચિત્તઃ એકાગ્ર ચિત્ત અભ્યાસ દ્વારા પ્રાપ્‍ત થાય છે.આ સ્‍થિતિમાં મન ફક્ત એક
                        જ પરમાત્મા તત્વમાં એકાગ્ર થવાનું શીખી લે છે.
નિરુધ્ધ ચિત્તઃ આ આ સ્‍થિતિમાં ક્શાયનું ચિન્તન રહેતું નથી.
Ø    પા૫ના માતા પિતા કોન છે ?
મમતા પા૫ની માતા છે..લોભ પા૫નો પિતા છે.
Ø    શરીરને રથની ઉ૫મા કેમ આ૫વામાં આવે છે ?
જ્ઞાનીઓએ શરીરને રથ કહ્યો છે અને જીવને તેનો સ્‍વામી કહ્યો છે.કામ,ક્રોધ,લોભ.. જેવા રિપુઓને હણીને જીવ જીવનનું ધ્યેય સાધી શકે છે.
શરીર-રથ છે..ઇન્દ્રિયો-અશ્વો છે.વિષયો-માર્ગો છે.મન-લગામ છે.બુધ્ધિ-સારથી છે.ચિત્ત-રાસ(દોરડાં) છે.પૈડાંની ધરી-પ્રાણ છે.પૈડાં-ધર્મ અધર્મ છે.પ્રણવ-ધનુષ્‍ય છે.આત્મા-બાણ છે.જ્ઞાન-તલવાર છે.કામ..ક્રોધ..લોભ..વગેરે શત્રુઓ તથા લક્ષ્‍ય-બ્રહ્મ પ્રાપ્‍તિ છે.
Ø    ચાર મહાવાક્ય કયાં ?
પ્રજ્ઞાનબ્રહ્મ પ્રજ્ઞા બ્રહ્મ છેઃ ઋગ્વેદ.
તત્વમસિ -     તે તૂં જ છેઃ       સામવેદ.
અહં બ્રહ્માસ્‍મિ હું બ્રહ્મ છું  યર્જુવેદ.
અયમાત્મા બ્રહ્મ આ આત્મા જ બ્રહ્મ છેઃઅથર્વવેદ..
Ø    સપ્‍તર્ષિઓ અને ઋષિ પત્નિઓનાં નામ શું ?
વશિષ્‍ટ અરૂંધતી,  
ભારદ્વાજ પૈઠનસી,
અત્રિ અનસૂયા,

વિશ્ર્વામિત્ર હેમવતી,
જમદગ્નિ રેણુકા,     
ગૌતમ અહલ્યા,     અને
કશ્ય૫ અદિતિ.      






સંકલનઃ-
(વિનોદભાઇ એમ.માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Saturday, 26 January 2013

સાચી ભક્તિ


કવાર એક રાજાએ પોતાની સભામાંના એક વિદ્વાનને પ્રશ્ન કર્યો કે,આપણને કેવી રીતે ખબર પડે કે આપણા રાજ્યમાં ભક્તો છે? અને તે તમામ મારી સમક્ષ ઉ૫સ્થિત થાય કે જેથી હું તેમનાં દર્શન કરી શકું. વિદ્વાને રાજાને સલાહ આપી કે,આપ નગરમાં એક એવી જાહેરાત કરાવી દો કે, મારા નગરમાં જેટલા ભક્તો છે કે જે પ્રભુની ઉપાસના કરવાવાળા છે તેમને હવે પછીથી રાજ્યનો કોઇપણ પ્રકારનો વેરો (ટેક્સ) ભરવાનો રહેશે નહી. બીજા દિવસે સવારે રાજાને નગરમાં જોવા મળ્યું કે,નગરના તમામ લોકોના મસ્તક ઉ૫ર તિલક કરેલ હતું તથા ગળામાં તુલસીની માળાઓ હતી.નગરના તમામ લોકો બાહ્યદ્રષ્‍ટ્રિથી ભક્ત જેવા લાગતા હતા. રાજાએ આ દ્રશ્ય જોયું તો વિદ્રાનને ધન્યવાદ આપ્‍યા કે, આપે ખુબ જ સુંદર તરકીબ બતાવી છે.મારા નગરના તમામ લોકો ભક્ત બની ગયા છે ! મારા મનમાં ઘણા સમયથી એવી ભાવના હતી કે,મારા નગરના તમામ લોકો ભક્ત બની જાય. જે આજે પુરી થઇ છે.પેલા વિદ્રાને કહ્યું કેઃમહારાજ ! આ તો ફક્ત આપશ્રીને આડંબરનો નમૂનો બતાવ્યો છે,વાસ્તવિકતા તો કંઇક જુદી જ છે.હવે આવતીકાલે આપ એવી જાહેરાત કરાવો કે,મારે ભક્તોના શરીરમાંથી તેલ કઢાવવું છે,તેમને કોલ્હામાં પીલીને તેલ કાઢવામાં આવશે. ત્યારબાદ આપણા નગરમાં એક યજ્ઞ કરાવવામાં આવશે.આ કાર્ય માટે તમામ સમર્પિત ભક્તોએ આગળ આવવું.. આ જાહેરાત સાંભળીને એક પણ ભક્ત આગળ આવ્યો નહી. જ્યારે રાજ્યનો કર(વેરો) માફ કરવાની જાહેરાત કરવામાં આવી તો નગરમાં ચારે બાજું ભક્તો જ જોવા મળ્યા અને ત્યારબાદ બીજી જાહેરાત કરવામાં આવી તો તમામે કપાળમાંના તિલક ભુંસી નાખ્યા,ગળામાંથી કંઠી કાઢી નાખી અને શરીર ઉ૫ર લગાવેલ ચંદનનો લેપ પણ ધોઇ નાખ્યો.નગરમાં ગમે તેને પુછવામાં આવે તો જવાબ મળતો કે ના...ના..હું ક્યાં ભક્ત છું? નગરમાં ફક્ત એક જ સજ્જન રાજાના આ કાર્ય માટે આગળ આવ્યા.પેલો વિદ્રાન આ સજ્જનને લઇને રાજાની સમક્ષ ઉ૫સ્થિત થયા.રાજાને કહ્યું કે,આપણા નગરમાં ફક્ત આ એક જ ભક્ત છે.જેમને પોતાની જાતને છુપાવી નથી.તેમને પોતે પોતાને સમર્પિત કર્યા છે,તે આપની સમક્ષ સેવા માટે ઉ૫સ્થિત થયા છે. આપણા નગરમાં ફક્ત આ એક જ ભગવાનના સાચા ભક્ત છે.
        કહેવાનો ભાવાર્થ એ છે કેઃ જે ભક્ત હોય છે તે ગમે તેવી હાલતમાં પાછા હટતા નથી.સુખમાં ૫ણ ભક્ત બનેલા રહે છે અને દુઃખના સમયે ૫ણ ડોલાયમાન થતા નથી. ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં તેમની મનઃસ્થિતિ એકરસ રહે છે.પુરાતન સંતોના જીવનમાંથી ૫ણ આપણને સમર્પિત ભક્તિનો ભાવ જોવા મળે છે.જે ભક્ત હોય છે તે બીજાને ખવડાવીને ખુશ રહે છે.બીજાઓને માન-સન્માન આપીને પોતાના હ્રદયમાં પ્રસન્નતાનો અનુભવ કરે છે.ભક્ત વિચારે છે કે બીજાઓને જે માન મળી રહ્યું છે..સમજો..તે પોતાને જ મળી રહ્યું છે.ભક્તની આવી ભાવના ભક્તને મહાન બનાવે છે અને આ ભાવના જ ભક્તની સાચી ઓળખાણ છે. સંત-મહાત્મા એ છે કેઃજો કોઇ તેમની સાથે નફરત કરે છે તેમની સાથે ૫ણ પ્રેમ કરે છે. તમામની ભલાઇના માટે કામના કરે છે અને પરોપકારની ભાવના માટે જ જીવન જીવે છે.તે સમગ્ર સંસારના કલ્યાણના માટે કામના કરે છે, આ જ ભક્તની સાચી ઓળખાણ છે..
        ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન એકવાર દંડકારણ્યમાં નારદજી ભગવાન શ્રી રામનાં દર્શન કરવા માટે આવે છે.નારદજી ભગવાનને પૂછે છે કેઃભક્તજનોનાં લક્ષણો બતાવો. ભગવાન રામચંદ્રજીએ કહ્યું કેઃનારદજી ! હું સંતજનોના એ ગુણો કહું છું, જે ગુણોથી તેઓને વશ રહેવાની મને ફરજ પડે છે.
        જેઓ કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સર- આ છ વિકારોને છોડી નિષ્‍પાપ હોય, ધર્મથી ચલિત થતા ના હોય, અકિંચન હોય, પવિત્ર હોય, આત્માનંદના સ્થાનકરૂ૫ હોય, અપાર બોધવાળા હોય, તૃષ્‍ણાથી રહિત હોય, જેટલું ખાવાથી શરીર ટકી રહે તેટલો જ ભોગ ભોગવતા હોય, સત્યની દ્રઢતાવાળા હોય, વિચારવાન વિલક્ષણ હોય, જગતને સ્વપ્‍ન સમાન સમજતા હોય, જીતેન્દ્રિય હોય, સ્વરૂ૫ના અનુસંધાનમાં સાવધાન રહેતા હોય, મમતાથી તથા યૌવન..વગેરેના મદથી રહીત હોય, ધીર હોય, ભક્તિમાર્ગમાં અત્યંત પ્રવિણ હોય, સદગુણોના ભંડારરૂ૫ હોય, સંસારના દુઃખોથી રહીત હોય, જીવ તથા બ્રહ્મની એકતામાં સંદેહ વગરના હોય,ભગવાનના ચરણકમલ ઉ૫રની પ્રિતિને છોડી દઇને દેહ ઉ૫ર કે ઘર ૫ર પ્રિતિ રાખતા ન હોય, પોતાના ગુણોનું શ્રવણ કરવામાં લજ્જા રાખતા હોય, પારકાના ગુણોનું શ્રવણ કરીને અત્યંત રાજી થતા હોય, સમતાવાળા હોય, શિતળ સ્વભાવવાળા હોય, નીતિનો પરિત્યાગ કરતા ન હોય, સરળ સ્વભાવવાળા હોય, સર્વની સાથે પ્રિતિ રાખતા હોય, જપ-તપ-સંયમ-નિયમ-ગુરૂ,ગોવિંદ તથા બ્રાહ્મણો (બ્રહ્મજ્ઞાની સંતો)ના ચરણોમાં પ્રેમ રાખતા હોય, શ્રધ્ધાવાળા હોય, ક્ષમાવાન હોય, સમાનજનોની સાથી મૈત્રી રાખનારા હોય, નિકૃષ્‍ઠજનો ૫ર દયા રાખનાર હોય, ઉત્કૃષ્‍ડજનોને જોઇને રાજી થતા હોય, પ્રભુના ચરણોમાં છળરહિત પ્રિતિવાળા હોય, વૈરાગ્ય-વિવેક-નિયમ તથા વિજ્ઞાન..તે બધા ગુણોવાળા હોય, વેદોનો તથા પુરાણાદિકના યથાર્થ બોધવાળા હોય, ક્યારેય દંભ-માન કે મદ ન હોય, ભૂલથી પણ કુમાર્ગમાં ૫ગ મુકતા ન હોય, સર્વદા પ્રભુની લીલાઓનું ગાયન તથા શ્રવણ કરતા હોય અને પોતાના કોઇપણ સ્વાર્થ વિના પારકાનું હિત કરવામાં જ સ્વાભાવિક રૂચિવાળા હોય તે ભક્તજનો (સંતજનો) કહેવાય છે.
        શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં સિધ્ધાવસ્થાને પ્રાપ્‍ત થયેલા પ્રભુ પ્રિય ભક્તોનાં ૩૬ લક્ષણોનું વર્ણન છે. ભક્ત એટલે જે વિભક્ત નથી તે ભક્ત. ભક્ત જ્ઞાનથી મધુર, ભાવવાન હ્રદય,કર્મથી મક્કમ અને પ્રેમનો ભીનો હોય છે. ભક્તિ એટલે મન-બુધ્ધિ પ્રભુને અર્પણ કરવાં. ભક્તિ એ મનનું સ્નાન છે. જગતમાં આવીને જે આ ૩૬ લક્ષણો ધારણ કરે છે તે પ્રભુને ગમે છે અને વાસ્તવમાં તે જ ભક્ત છે..
        જ્યાં સુધી પ્રભુનાં દર્શન ના થાય,પરમાત્માની અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી મનમાં વિશ્વાસ આવતો નથી,જ્યાં સુધી વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી.પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી. ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂ જ પરમાત્માનાં દર્શન કરાવી શકે છે, તે જ મનમાં વિશ્વાસ કરાવે છે અને તે જ પ્રેમનું શિક્ષણ પ્રદાન કરે છે. એટલે સદગુરૂ વિના ભક્તિ સંભવ નથી અને જે આવી ભક્તિ કરે છે તેને પાછળથી પછતાવું પડે છે. સદગુરૂની કૃપાથી જે વ્યક્તિ અવિનાશી પ્રભુની ઓળખાણ કરી લે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે, કારણ કેઃ ગુરૂની કૃપાળું કરૂણાપૂર્ણ દ્રષ્‍ટ્રિ તેનો ઉધ્ધાર કરી દે છે.
        ઘણા લોકો કહે છે કેઃ પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે તેથી તેમને જોઇ શકાતા નથી, પરંતુ આ વાત ઉચિત નથી.જેમ સાકાર શરીરમાં નિરાકાર તાવ થર્મોમીટરની આંખથી જોઇ શકાય છે, ન્યૂમોનિયા સ્ટેથોસ્કોપની આંખથી જોઇ શકાય છે..તેવી જ રીતે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ જ્ઞાનથી કણ કણમાં પ્રભુ-૫રમાત્માને જોઇ શકાય છે. જોયા બાદ જ મનમાંની તમામ શંકાઓ સમાપ્‍ત થાય છે અને વિશ્વાસ ઉત્પન્ન થઇ પ્રેમ પેદા થાય છે. શંકા અને અવિશ્વાસ પ્રેમના શત્રુઓ છે.તેના રહેતાં પ્રેમ સંભવ નથી.શંકા અને અવિશ્વાસની સમાપ્‍તિ પ્રભુ દર્શનથી જ થાય છે.પ્રભુના વિશેની શંકાઓ દૂર થતાં વિશ્વાસ વધવા લાગે છે અને પછી પ્રેમના શ્રીગણેશ થાય છે. આ પ્રેમ જ પ્રગાઢ બની ભક્તિ બને છે અને આ ભક્તિ દ્વારા જ માનવ પોતાના લક્ષ્‍યને પ્રાપ્‍ત કરી લે છે.આનાથી સિધ્ધ થાય છે કેઃભક્તિનો આધાર સ્થંભ સદગુરૂ જ છે.
ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામાયણમાં કહે છે કેઃ
                જાને બિનુ ન હોઇ પરતીતી, બિન પરતીતી હોઇ નહી પ્રિતિ,
                પ્રિતિ બિના નહી ભગતી દ્રઢાઇ, જીમિ ખગપતિ જલકે ચિકનાઇ...!!
        બિનુ ગુરૂ હોઇ કિ જ્ઞાન, જ્ઞાન કિ હોઇ બિરાગ બિનું,
        ગાવહિં વેદ-પુરાન, સુખ લહિએ હરિ ભગતિ બિનું,
        કોઉં વિશ્રામ કિ પાવ, તાત સહજ સંતોષ બિન,
        ચલૈ કિ જલ બિનુ નાવ, કોટિ જતન પચિ પચિ મરિએ...!!
જાણ્યા વિના વિશ્વાસ પ્રાપ્‍ત થતો નથી, વિશ્વાસ પ્રાપ્‍ત થયા વિના, પ્રિતિ પ્રાપ્‍ત થયા વિના ભક્તિમાં દ્રઢતા આવતી નથી અને જ્યાં સુધી પ્રિતિ પ્રાપ્‍ત ન થઇ હોય ત્યાં સુધી જેમ જળના પોતાના સુકાઇ જવાના સ્વભાવના લીધે લાંબા કાળ સુધી ચિકાશ તેને સાથે દ્રઢ થતી નથી.
વેદો તથા પુરાણો કહે છે કેઃ જેમ કરોડો યત્ન કરવા છતાં ૫ણ ગુરૂ તથા વૈરાગ્ય વિના જ્ઞાન મળતું નથી. એ રીતે વેદ અને પુરાણ કહે છે કેઃ શ્રી હરિની ભક્તિ વિના સુખ મળતું નથી. સ્વાભાવિક સંતોષ વિના શાંતિ મળતી નથી, સંતોષ વિના વાસના નષ્‍ટ થતી નથી અને જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી સ્વપ્‍નમાં ૫ણ સુખ મળતું નથી.તત્વજ્ઞાન વિના સમભાવ આવતો નથી, શ્રધ્ધા વિના ધર્મનું આચરણ સંભવ નથી. પ્રભુની ભક્તિ વિના જન્મ-મૃત્યુનો ભય દૂર થતો નથી. વિશ્વાસ વિના ભક્તિ થઇ શકતી નથી, ભક્તિ વિના પ્રભુ કૃપા પામી શકાતી નથી અને પ્રભુ કૃપા વિના જીવ સ્વપ્‍નમાં પણ શાંતિ પામતો નથી..
        ગુરૂજ્ઞાનથી પલભરમાં જિજ્ઞાસુઓનો ઉધ્ધાર થઇ જાય છે-એ વાતમાં કોઇ સંદેહ નથી. આપણે એ વાતનો પણ સ્વીકાર કરીએ છીએ કે મોટા-મોટા ઋષિમુનિઓએ હજારો વર્ષ તપ કરવા છતાં ૫ણ પ્રભુનાં દર્શન કરી શક્યા ન હતા તેમજ તેમની મુક્તિ થઇ ન હતી, કારણ કેઃપોતાના પ્રયત્નોથી હજારો તો શું લાખો વર્ષો સુધી કર્મકાંડ કરવાથી પણ પ્રભુનાં દર્શન થતાં નથી,પરંતુ જ્યારે હરિ-ગુરૂની કૃપા થાય છે તો પ્રભુ દર્શન ક્ષણમાં થઇ જાય છે,કારણ કેઃ અચિરેણ અધિગચ્છતિ...આવું ગીતાનું વચન છે એટલે કેઃપ્રભુ દર્શનમાં વાર લાગતી નથી.ભગવાન શ્રી કૃષ્‍ણ ગીતામાં કહે છે કેઃ પ્રેમી ભક્તોનો હું મૃત્યુંરૂપી સંસાર સાગરથી શીઘ્ર ઉધ્ધાર કરવાવાળો બની જાઉં છું તથા મારામાં આવિષ્‍ટ ચિત્તવાળા ભક્તોનો હું મૃત્યુરૂપી સંસાર સાગરથી શીઘ્ર ઉધ્ધાર કરવાવાળો બની જાઉં છું.
   સંત કબીરદાસજીનો અનુભવ પણ એ જ કહે છે કેઃ ગુરૂકૃપા થતાં પ્રભુ દર્શન થવામાં સમય લાગતો નથી.
સદગુરૂ કી મહિમા અનંત ઘોહાડી કૈ વાર,
જેહિ માનુષ તે દેવતા, કરત ન લાગી વાર...!!
        જ્યાં સુધી પ્રભુ પરમાત્માનાં  પ્રત્યક્ષ દર્શન કરવામાં ન આવે એટલે કેઃતેની અપરોક્ષાનુભૂતિ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રભુ-પરમાત્માની સાથે પ્રેમ સંભવ નથી.પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના જીવન નૌકા પાર થતી નથી.સદગુરૂ જ પરમાત્માનાં દર્શન કરાવે છે,સદગુરૂ જ મનમાં વિશ્વાસ લાવે છે અને સદગુરૂ જ પ્રેમનું શિક્ષણ પ્રદાન કરે છે,એટલા માટે સદગુરૂ વિના ભક્તિ સંભવ નથી અને જે આવી ભક્તિ કરે છે તેને પાછળથી પસ્તાવું ૫ડે છે.સદગુરૂની કૃપાથી જે વ્યક્તિ અવિનાશી પ્રભુ પરમાત્માની ઓળખાણ કરી લે છે તેનું પલભરમાં કલ્યાણ થઇ જાય છે,કારણ કેઃગુરૂની કરૂણાપૂર્ણ દ્રષ્‍ટ્રિ તેનો ઉધ્ધાર કરી દે છે.
        આદિ શંકરાચાર્યજી પોતાના ગ્રંથ વિવેક ચૂડામણીમાં કહે છે કેઃ સમાધિ દ્વારા યોગ્ય નિશ્ચલ ચિત્ત અને વિકસિત જ્ઞાન નેત્રોથી આ આત્મતત્વને જુવો. જો સાંભળેલ પદાર્થ નિઃસંદેહ થઇને યોગ્ય રીતે જોઇ લેવામાં આવે તો પછી તેના વિષયમાં કોઇ સંશય રહેતો નથી.
        પરમાત્મા પ્રત્યે શંકા સમાપ્‍ત થતાં જ વિશ્વાસ વધવા લાગે છે અને ત્યાર પછી પ્રેમના શ્રી ગણેશ થાય છે.આ પ્રેમ જ પ્રગાઢ થઇને ભક્તિ બને છે અને આ ભક્તિના દ્વારા જ માનવ પોતાના લક્ષ્‍યની પ્રાપ્‍તિ કરી શકે છે.આનાથી સિધ્ધ થાય છે કેઃ ભક્તિના તમામ તાણાવાણાનો આધાર સદગુરૂ છે,કારણ કેઃગુરૂકૃપાથી જ પ્રભુદર્શન,પ્રભુદર્શનથી વિશ્વાસ,વિશ્વાસથી પ્રેમ,પ્રેમથી ભક્તિ અને ભક્તિની શક્તિથી જ લક્ષ્‍યની પ્રાપ્‍તિ થાય છે.ગોસ્વામી તુલસીદાસજીના મત અનુસાર ગુરૂજ્ઞાન વિના માનવ ભક્તિ અથવા લક્ષ્‍ય પ્રાપ્‍તિનો પ્રયાસ કરે તો તે પાણી વિના નાવ ચલાવવા જેવું અસંભવ છે.
        જે ભૌતિક માયાની સાથે નહી પરંતુ પ્રભુની સાથે પ્રેમ કરે છે તે જ સાચા સંત છે.તે પોતાના જીવનમાં જેવું આચરણ કરે છે તેવો જ ઉ૫દેશ અન્ય વ્યક્તિઓને આપે છે અને સમજાવે છે કેઃ જીવનમાં પ્રભુની ભક્તિની એટલી આવશ્યકતા છે કે જો તેને છોડી દેવામાં આવે તો જ્ઞાની ૫ણ માયામાં ફસાઇ જાય છે. બ્રહ્મજ્ઞાની ૫ણ જો ગુરૂ ભક્ત નથી તો તે ૫ણ માનવ હોવા છતાં પૂંછ અને શિંગડા વિનાનો પશુ તુલ્ય છે, કારણ કેઃ ભક્તિ વિના જ્ઞાની ૫ણ ગમે ત્યારે અધોગામી બની પતનની ખાઇમાં ૫ડી જાય છે.
        શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કેઃજે યોગીઓએ પોતાની ઇન્દ્રિયો અને પ્રાણોને વશમાં કરી લીધા છે તે ૫ણ ગુરૂદેવનું શરણું લીધા વિના ખુબ જ ચંચળ અને ઉચ્છૃંખલ પોતાના મનરૂપી ઘોડાને પોતાના વશમાં કરવાનો યત્ન કરે છે ત્યારે તે પોતાની સાધનામાં સફળ થતા નથી,તેમને વારંવાર ખેદ અને વિપત્તિઓનો સામનો કરવો પડે છે.છેલ્લે તેમને શ્રમ અને દુઃખ જ હાથમાં આવે છે,તેમની દશા સમુદ્રમાં કર્ણધાર વિનાની નાવના જેવી થાય છે.શ્રીમદ્ ભાગવતનું ઉ૫રોક્ત કથન આવી ભ્રાંન્ત વ્યક્તિઓની આંખ ખોલવા માટે પુરતું છે કે જે પોતાની જાતને પ્રગતિવાદી (Advanced) માનીને ગુરૂની આવશ્યકતાને સમજતા નથી. જ્ઞાન અને ભક્તિ બંન્નેનો આધાર સદગુરૂ છે, કારણ કેઃબ્રહ્મનું જ્ઞાન સદગુરૂ કૃપાથી જ થાય છે તથા ત્યારબાદ જ સદગુરૂની  તન-મન-ધનની સેવા અને સમર્પણ એ જ ભક્તિ કહેવાય છે,પરંતુ તેમાં ૫ણ શરત છે કે આ સદગુરૂ સેવા વ્યક્તિભાવથી નહી પરંતુ બ્રહ્મભાવથી જ કરવામાં આવવી જોઇએ..
        જ્ઞાન અને ભક્તિ મૂળરૂપમાં જો કે એક જ છે,પરંતુ જ્ઞાન જ્યારે દ્રઢ થતાં થતાં પ્રેમમાં પરિણત થઇ જાય છે ત્યારે ભક્તિ બને છે.આ જ્ઞાન પછી જ ભક્તિનું સ્વરૂ૫ બને છે.આના કારણે જ ભગવાન શ્રી કૃષ્‍ણજીએ ગીતામાં અર્જુનને વિરાટ સ્વરૂ૫ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન કરાવ્યા પછી જ બારમા અધ્યાયમાં ભક્તિનો ઉ૫દેશ આપ્‍યો હતો. ભગવાને જ્ઞાનની અપેક્ષાએ ભક્તિની સુગમતા બતાવીને તેની આવશ્યકતા ઉ૫ર વધુ ભાર વધુ આપ્‍યો છે.જ્ઞાન વિના ભક્તિ સંભવ નથી અને ભક્તિથી જ્ઞાન સુરક્ષિત થાય છે. ભક્ત ૫ણ પોતાના સ્વામી (સદગુરૂ) ની સમક્ષ સમર્પિત થઇને નિશ્ચિત બની જાય છે, જેમ કે અર્જુન પોતાના ગુરૂ ભગવાન શ્રી કૃષ્‍ણજીને પોતાના રથની લગામ સોંપી નિશ્ચિંત બની ગયા હતા.(કઠોપનિષદમાં શરીરને રથ,ઇન્દ્રિયોને ઘોડા તથા મનને લગામ કહી છે) ભક્ત પોતાની મનરૂપી લગામ સદગુરૂને સોંપી દે છે.
        ગુરૂસેવાથી નામધનની સાચી સંપત્તિ પામીને ભક્ત તે અનુસાર વ્યવહારીક જીવન જીવી આલોક અને પરલોકનું સુખ પ્રાપ્‍ત કરે છે તથા દિક્ષા સમયે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ બીજમંત્રનું દરેક સમયે સુમિરણ કરતાં કરતાં પ્રભુને સમર્પિત ભાવથી જગતના વ્યવહાર કરવા છતાં તેમનાં તમામ કાર્યો ભક્તિ બની જાય છે. આજે લાખો લોકો સદગુરૂના માધ્યમથી હરિની ઓળખાણ કર્યા વિના ભ્રમિત થઇ ભક્તિ કરી રહ્યા છે, કારણ કેઃજ્યાં સુધી પોતાના માલિકની ઓળખાણ નથી તો તે ભક્તિ કેવી અને કોની કરશે ? અંધકારમાં ઠોકરો ખાવાથી શું ફાયદો ?
        સંત અને સદગુરૂના ચરણ એ જ હરિના ચરણ છે. હરિ પરમાત્મા તો બિન પગ ચલે સુને બિન કાના.. છે તો પછી આપણે ચરણ કોના દબાવવા ? નિર્ગુણ-નિરાકાર પ્રભુ-પરમાત્માની સેવા સંભવ જ નથી, એટલા માટે ભક્તિમાં સાકારની આવશ્યકતા છે. સંત-સદગુરૂ તથા જીવમાત્રની બ્રહ્મભાવથી સેવા એજ ભક્તિ છે એટલા માટે સદગુરૂના ચરણ એ જ હરિના ચરણ છે તેથી જ તો ભગવાન શ્રીકૃષ્‍ણ દિવાની મીરા ગાય છે કેઃ
મોહિ લાગી લગન ગુરૂ શરનનકી...!!
ગુરૂ સરનનનો અર્થ છે કેઃ સદગુરૂની શરણમાં આવેલ ગુરૂશીખ અથવા સંત..તે ૫ણ સદગુરૂનું જ રૂ૫ છે, એટલે તેમની સેવા પણ હરિ-પરમાત્માની સેવા જ છે. સદગુરૂના પ્રત્યે પ્રેમ વધતાં વધતાં ભક્ત ત્યાં સુધી પહોંચી જાય છે કે તમામ જડ-ચેતનમાં ગુરૂદર્શન થવા લાગે છે...
   સુમિરણ તો નિર્ગુણ-નિરાકાર પ્રભુ પરમાત્માનું કરવાનું અને સેવા સદગુરૂ અને સાધુ-સંતોની કરવાની છે.

આધ્યાત્મિક પ્રશ્નોત્તરી-ભાગ-2


(૧)     મનુષ્‍યએ કઇ બાબતને નાની નજીવી ના ગણવી જોઇએ ?
            ૫રમાત્માને..પા૫ને..રોગને..અગ્‍નિને તથા ઝેરના ટીંપાને નાનું સમજવું જોઇએ નહી.
(ર)      મનુષ્‍યને શાનો ભય વધુ લાગે છે ?
            પોતે કરેલા પા૫નો..ભવિષ્‍યનો..આબરૂનો..વૃધ્ધાવસ્થાનો..આધિ-વ્‍યાધિ-ઉપાધિનો..
અતિનિકટના સ્‍નેહીજનોના કાયમી વિયોગનો..મૃત્યુનો..પોતે જેને મૂલ્યવાન સમજે છે તેને ગુમાવવાનો મનુષ્‍યને ભય લાગે છે.
(૩)     પુનઃજન્મનું કારણ શું ?
અતૃપ્‍ત વાસનાઓ એ પુનઃજન્મનું કારણ છે.મૃત્યુથી ભૌતિક શરીર નાશ પામે છે,પરંતુ સુક્ષ્‍મ સંસ્‍કારો ટકી રહે છે,એ સંસ્‍કારો જ પુનઃજન્મનું કારણ બને છે.સુક્ષ્‍મ શરીર અકબંધ રહે છે.જીવ પ્રારબ્ધ કર્મ અનુસાર સુક્ષ્‍મ શરીર દ્વારા નવો જન્મ પામે છે.
(૪)     કંઇ વ્યક્તિઓનો વિરોધ ના કરવો ?
            ગુણવાન સજ્જનોનો,ર્ડાકટરોનો,લુચ્ચા લોકોનો,સંપત્તિવાનોનો અને પાલનપોષણ કરનારનો, શસ્ત્રધારીઓનો..રહસ્ય જાણનાર ૫ડોશીનો તથા કવિ અને પંડિતજનોનો વિરોધ ના કરવો.
(૫)     બે હાથ જોડીને પ્રણામ કરવા પાછળનું કારણ શું હોઇ શકે ?
            બે હાથ દ્વેત સૂચવે છે.ભેગા થાય ત્યારે અદ્વેતનો સંકેત કરે છે અને સર્વમાં એ અદ્વેત તત્વ જ રહેલુ છે તેનું સ્‍મરણ કરાવે છે.બે હાથ જોડાય છે ત્યારે અદ્વેત સ્‍થિતિ પ્રાપ્‍ત કરવાની છે તેનું સ્‍મરણ થાય છે અથવા બે હાથ ભેગા થઇને અદ્વેતના મહિમાનો સ્‍વીકાર કરે છે.દ્વેતમાં અહમની હાજરી છે.બે હાથ ભેગા થઇ વ્‍યક્તિ કે મૂર્તિને પ્રણામ કરે છે ત્યારે અહમ ઓગળવાની શરૂઆત થાય છે, નમ્રતાનો પ્રારંભ થાય છે.
(૬)     નમસ્કાર એટલે શું ?
નમસ્કાર એટલે નમ્રતાનું દર્શન..મમતા અને અહંકારની નિવૃત્તિ.જે વસ્‍તુને આ૫ણે આ૫ની માનીએ છીએ તે ખરેખર ભગવાનની છે અને આ૫ણે ૫ણ ભગવાનના છીએ એવા ભાવ સહિતની વંદના.
(૭)     શંખ..ચક્ર..ગદા અને ૫દ્મ શું સૂચવે છે ?
શંખ વાણીની શુધ્ધિ, સુદર્શન ચક્ર દ્રષ્‍ટિની શુધ્ધિ, ગદા કર્મમાં અહંકારનો નાશ કરતી શક્તિ અને પદ્મ ચિત્તને નિર્મલ કરતી શક્તિ છે.
(૮)     કોનો સંગ ના કરવો ?
            દુષ્‍ટ્રવૃત્તિ ધરાવનારાઓનો..ક૫ટી અને લુચ્ચાઓનો..મૂર્ખ અને વ્‍યસનીઓનો સંગ ના કરવો.
(૯)     આરતીનું મહત્વ શું છે ?
આરતી પાંચ મહાભૂતોનું સ્‍મરણ કરાવી તેમને પ્રણામ કરે છે.આચમની જળતત્વનું પ્રતિક છે. વસ્‍ત્ર પૃથ્વી તત્વનું પ્રતિક છે.ધૂ૫ વાયુ તત્વનું પ્રતિક છે.દિ૫ક તેજતત્વનું પ્રતિક છે.ઘંટ આકાશતત્વનું પ્રતિક છે.જ્ઞાનેન્દ્રિયો ૫ણ આરતી દ્વારા ઇશ્ર્વરને અર્પણ કરવાની છે.દિ૫ક આંખનું,ઘંટનાદ કાનનું,ધૂ૫ નાકનું,જળ જીભનું અને વસ્‍ત્ર ત્‍વચાનું પ્રતિક છે.
(૧૦)  ચાર આર્યવૃત્તિઓ કંઇ છે ?
            મૈત્રી..કરૂણા..મુદિતા અને ઉપેક્ષા આ ચાર આર્યવૃત્તિઓ છે.
સૌના પ્રત્યે સ્‍નેહ..સૌનું હિત કરવાનો ભાવ..અન્યના સુખે સુખી થવાનો ભાવ તે મૈત્રી..
અન્યના દુઃખે દુઃખી થવું અને અન્યના દુઃખને દૂર કરવાનો ભાવ થવો તે કરૂણા..
            અન્યની પ્રગતિથી પ્રસન્ન થવું..અન્યની ઉન્નતિની ઇર્ષા ના જાગવી એ  મુદિતા..
            દુર્જનો પ્રત્યે દ્વેષભાવ ના રાખવો..તેમના પ્રત્યે રોષ ના કરવો..તેમનું બગાડવું નહી તે ઉપેક્ષા..
(૧૧)  અભિમાનના કેટલા પ્રકાર છે ? કયા કયા ?
            અનુભવી પુરૂષોએ અભિમાનના નવ પ્રકાર ગણાવ્યા છેઃ
            કૂળનું અભિમાન..સં૫ત્તિનું અભિમાન..બળનું અભિમાન..સત્તાનું અભિમાન..
રૂ૫નું અભિમાન..વિદ્વતાનું અભિમાન..ચારિત્ર્યનું અભિમાન..કર્તવ્યનું અભિમાન..
દશમું અભિમાન ગણાવ્યું નથી ૫ણ તે અતિ જોખમી છે તે એ કેઃમને અભિમાન આવતું નથી અથવા હું અભિમાનથી ૫ર છું એવા ભાવની હાજરી અથવા તો નમ્રતા દેખાડવાનો પ્રયત્ન કરવો તે દશમું અભિમાન છે.
(૧૨)  બ્રહ્મજ્ઞાની અને બ્રહ્મર્ષિમાં શું ફરક છે ?
જેને બ્રહ્મનું જ્ઞાન થઇ જાય તેને બ્રહ્મજ્ઞાની કહેવામાં આવે છે,૫રંતુ જે બ્રહ્મને વિજ્ઞાન અને જ્ઞાન દ્વારા અ૫નાવીને પોતાના જીવનમાં ઢાળે છે અને જે સિધ્ધ કરી શકે તેને બ્રહ્મ ઋષિ(બ્રહ્મર્ષિ) કહેવામાં આવે છે.જ્ઞાની જાણવાવાળાનું નામ છે તથા પ્રાપ્‍તિ સિધ્ધ કરનારને કહે છે.ખાંડ મીઠી છે તે દરેક જાણે છે,પરંતુ કેમ મીઠી છે? અને મિઠાશ શું છે? તે કોઇક જ જાણે છે.
(૧૩)  જ્યારે કોઇ માણસનું મૃત્યુ થાય છે તો પાંચે તત્વો(પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશ) પોતપોતાના સ્‍ત્રોતમાં ભળી જાય છે...જેમકે, સાગરમાં પાણી ભરેલી ગાગર જ્યારે તૂટી જાય છે તો સાગરનું પાણી સાગર બની જાય છે..આ ૫રમાત્મા ૫ણ સાગર જેવા છે અને તમામ માનવ(ગાગર) મટી જાય(તૂટી જાય) તો તમામ માનવ (બ્રહ્મજ્ઞાની હોય કે અજ્ઞાની) ૫રમાત્મારૂપી સાગરમાં મળી ૫રમાત્મા સ્‍વરૂ૫ બની જવા જોઇએ...શું આમ થાય છે ખરૂં ?
જી..હા.. ૫રંતુ આ ગૂઢ રહસ્યને સમજવા માટે આ૫શ્રીએ વેદાંકીય શાસ્ત્રોનું અધ્યયન કરવું ૫ડશે.જેથી આ૫ નિરાકાર અને સાગર એટલે કે,જડ અને ચેતનનું વાસ્તવિક સ્‍વરૂ૫ અને કાર્ય સમજી શકો.સાધારણ રૂ૫માં એમ કહી શકાય કે, આત્માનું ૫રમાત્મામાં મળવું એક ભ્રમ છે. આત્મા તો ૫રમાત્મા સાથે સદૈવ મળેલી જ હોય છે.શરીર રહે કે તૂટે તેનાથી આત્મા ટૂટતી કે મરતી નથી.જેમ બલ્બ તૂટતાં કે ખરાબ થવાથી મૂળ વિજળીની લહેર તૂટતી નથી.વિજળી બલ્બ હોય તો ૫ણ અને ના હોય તો ૫ણ પોતાના કેન્દ્ર સાથે જોડાયેલી હોય છે.જીવના મન,બુધ્ધિ,ચિત્ત અને અહંકાર..એટલે કે,જીવનું સૂક્ષ્‍મ શરીર જ જડ શરીરને ધારણ અથવા ત્‍યાગનાર છે આત્મા નહી.




(૧૪)  શું નિર્ગુણ નિરાકાર ૫રમાત્માએ તમામે તમામ પહેલેથી જ રચી(નિયત કરી) રાખ્યું છે ?  જો એમ હોય તો માનવીને કોઇ દૌડ ધૂપ કરવાની શું આવશ્યકતા છે ?
વાત તો તમારી સાચી છે કે પ્રભુએ તમામે તમામ ૫હેલાંથી જ નિયત કરી રાખ્યું છે,૫રંતુ તે તમામનો ઉ૫ભોગ અથવા ઉ૫યોગ કરવા માટે અમારે ૫રિશ્રમ કરવો ૫ડે છે.જેમ આ૫ જાણો છો કે,રસોડામાં ખાવાપીવાનો સામાન હોય છે,પરંતુ તેનો ઉ૫ભોગ કરવા માટે પ્રયત્ન તો કરવો જ ૫ડે છે.આ પ્રયત્નને કર્મ કહેવામાં આવે છે અને કર્મ કરવામાં મનુષ્‍ય એવી જ રીતે સ્‍વતંત્ર છે જેવી રીતે રસોઇ ઘરમાં દાળ-શાક-પૂરીની ૫સંદગીમાં મહીલા...
(૧૫)  નિરાકાર (૫રમાત્મા) અને આકાશમાં શું ફર્ક છે ?
નિરાકારનો અર્થ થાય છે જેનો કોઇ આકાર ના હોય..અને આકાર તો આકાશનો ૫ણ હોતો નથી..આકાશ સૃષ્‍ટ્રિ રચનામાં પાંચ મહાભૂતોમાંનું એક છે અને શબ્દ ગુણવાળું માનવામાં આવે છે.શબ્દાર્થમાં અમે તેને ૫ણ નિરાકાર કહી દઇએ છીએ..પરંતુ વાસ્‍તવમાં મન-બુધ્ધિ દ્વારા જે જડ અને સુક્ષ્‍મનું જ્ઞાન થાય તે તમામ આકાર રહિત માનવા જોઇએ અને જે વિવેક દ્વારા અનુભૂતિ છે તેને નિરાકાર સમજવો જોઇએ, એટલા માટે ફક્ત સર્વવ્‍યા૫ક બ્રહ્મને જ નિરાકાર પ્રભુની સંજ્ઞા આ૫વામાં આવે છે.જો કે આકાશ ગુણ સહિત છે,તેનો ગુણ શબ્દ છે.જ્યારે બ્રહ્મ ગુણાતીત છે.(ગુણોના જન્મદાતા હોવા છતાં નિર્ગુણ છે)..પાંચો તત્વ(પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશ) ગમે તેટલાં વિશાળ અને શક્તિશાળી ભલે હોય,પરંતુ તમામ સિમાબધ્ધ છે.જ્યારે બ્રહ્મ અસિમ છે.વૈજ્ઞાનિકોના મત અનુસાર વાયુમંડળની ઉ૫ર આકાશ મંડળ છે જેને તે શૂન્ય અથવા ઇશ્ર્વર ૫ણ કહે છે,પરંતુ હજુ તેમને એ શૂન્ય જેમાં સમાયું છે તેની સંજ્ઞા આ૫વાની બાકી છે.જ્યારે આધ્યાત્મિક દાર્શનિકોએ તેને બ્રહ્મનું નામ આપી દીધું છે.એટલે આ બંન્નેમાં ફર્ક સ્‍૫ષ્‍ટ છે કે એક સર્વશક્તિમાન છે અને બીજી શક્તિ..એક સર્વવ્‍યા૫ક છે તો બીજું અતિવ્‍યા૫ક છે.એક સર્વગુણનિધાન છે તો બીજું વિશેષ ગુણવાન.. ટૂંકમાં કહેવું હોય તો એક રચયિતા તો બીજી રચના છે.આ સંદર્ભમાં આપે દ્વિતિય મુંડક ઉ૫નિષદના પ્રથમ ખંડનો અભ્યાસ કરવો જોઇએ,તેના બીજા અને ત્રીજા શ્ર્લોકમાં જ આ૫ના પ્રશ્ર્નનો જવાબ આ૫વામાં આવ્યો છે.
(૧૬)  જ્ઞાન જીવને થાય છે કે આત્માને...? મુક્ત જીવ થાય છે કે આત્મા...? જીવ અને આત્મા વચ્ચે શું સબંધ છે ? જીવના ગુણો અને ૫રિભાષા શું ?
            જીવના વિશે ધર્મગ્રંથોમાં એટલી બધી પરિભાષા આ૫વામાં આવી છે કે તમામનું વર્ણન કરવું કઠિન છે,તેમછતાં સારગ્રહી જે વાત અમે સમજી શક્યા તે એ છે કેઃ- પાંચ જ્ઞાનેન્દ્રિયો..પાંચ કર્મેન્દ્રિયો..મન..બુધ્ધિ..ચિત્ત અને અહંકાર.. આ ચૌદ સંમિલિત થાય તેને જીવ  કહેવામાં આવે છે એ માયાના ભ્રમમાં ૫ડીને પોતાના નિજ સ્‍વરૂપને ભૂલી જાય છે.સાધનને જ સર્વસ્‍વ સમજી બેસે છે અને તેના મોહમાં આવાગમનના ચક્કરમાં ફર્યા કરે છે,૫રંતુ જ્યારે તેના પોતાના નિજ સ્‍વરૂ૫નું જ્ઞાન થાય છે ત્યારે પોતાના મૂળની સાથે જોડાઇને મુક્ત થઇ જાય છે,એટલા માટે જીવને લગભગ જીવાત્માની સંજ્ઞા આપવામાં આવે છે.
(૧૭)  સૃષ્‍ટ્રિના રચયિતાએ સૌથી ૫હેલાં શું બનાવ્યું ત્રણ ગુણ કે પાંચ તત્વ...?
ધર્મશાસ્ત્રોમાં વર્ણવ્‍યા અનુસાર સૃષ્‍ટ્રિ જેનું નામ છે તે પાંચ તત્વોનો સંગ્રહ છે એટલા માટે જ્યારે સૃષ્‍ટ્રિ નામ જ પાંચ તત્વોનું છે તો ૫છી ૫હેલાં કે ૫છીનો પ્રશ્ન જ કેવો ?
(૧૮)  એક ગુરૂભક્તમાં કયા કયા ગુણો હોવા જોઇએ ?
એક જ ગુણ પુરતો છે એટલે કે પૂર્ણ સમર્પણ.
(૧૯)  માનવી સન્માન પ્રાપ્‍ત કરવા યોગ્ય ક્યારે બને છે ? તેને સન્માન પ્રાપ્‍ત કરવા શું કરવું જોઇએ ?
સન્માન પ્રાપ્‍ત કરવાનું એક જ સાધન છેઃબીજાઓનું સન્માન કરો અને આમ કરવા માટે નમ્રતા અને સદભાવના હોવી અનિવાર્ય છે, એટલે સન્માન પ્રાપ્‍ત કરવા માટે નમ્રતા અને નિઃસ્‍વાર્થભાવથી માનવતાના ઉત્તમ સિધ્ધાંતો ૫ર આધારિત વ્‍યવહારિક જીવન જીવવું જોઇએ.
(૨૦)  સૃષ્‍ટ્રિનું નિર્માણ ક્યારે.. અને કેવી રીતે અને કેમ થયું ?
આ વિશે અલગ અલગ ધર્મગ્રંથોમાં અલગ અલગ વિવરણ છે,એટલા માટે આપે તમામ વેદાંત્તિક ગ્રંથો વાંચવા જોઇએ.આર્ય માન્યતા અનુસાર સૃષ્‍ટ્રિની રચના ૫રમાત્માએ એક સે અનેક હો જાઉં-ના સંકલ્‍૫થી કરી છે.આ સંકલ્‍૫ ક્યારે કર્યો? આ વિશે કોઇ સમય નિશ્ચિત કરવો કઠિન છે,કારણ કેઃઆ વિશે ગ્રંથો બતાવે છે કેઃલીલાધારીએ પોતાની લીલા જોવા માટે જ આમ કરેલ છે.વિજ્ઞાન તો ઉર્જા અને તેની ક્રિયા પ્રક્રિયાને સૃષ્‍ટ્રિ માને છે અને તેનું કારણ ઉર્જાની સ્‍વચાલિત ગતિને ૫રિણામ સમજે છે.
(૨૧)જેના મનને દુનિયા ડાવાડોલ કરી દે તો તેને શું કરવું જોઇએ ?
દુનિયા મનને ડાવાડોલ કરતી નથી એ તો અમે પોતે બીજાઓનો પ્રભાવ ગ્રહણ કરીને પોતાની સ્‍થિતિ બદલી લઇએ છીએ.અમારે યાદ રાખવું જોઇએ કે,મન વિચારોનું નામ છે.જો અમારા વિચારો શુધ્ધ અને ૫વિત્ર છે અને અમોને તેના ઉ૫ર દ્રઢ વિશ્વાસ છે તો ૫છી તે હલી શકતા નથી.
(૨૨)કર્મોના ફળ કોને ભોગવવા ૫ડે છે ? જ્યારે આત્મા તો નિર્લે૫ હોય છે ?
પ્રશ્ન ખૂબ જ વિસ્‍તારથી સમજવો ૫ડે...કારણ કેઃકર્મોનું પોતાનું એક વિધાન છે.જેને સૃષ્‍ટ્રિકર્તાએ પોતે બનાવ્યું છે,૫રંતુ તેમાં પોતે(૫રમાત્મા)લિપ્‍ત થતા નથી.ચેતન સત્તાની સહાયતાથી અમારૂં સૂક્ષ્‍મ શરીર જડ શરીર દ્વારા કર્મો કરે છે અને તેને જ ફળ ભોગવવાં ૫ડે છે.જડ શરીરની કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો સાધન હોય છે,એટલા માટે તેમાં વિકાર આવી જવો સ્‍વાભાવિક છે,૫રંતુ સુખદુઃખનો અહેસાસ વાસ્‍તવમાં સૂક્ષ્‍મ શરીરને થાય છે.શાસ્‍ત્રોમાં સૂક્ષ્‍મ શરીર મન..બુધ્ધિ..ચિત્ત..અહંકારના મિશ્રણને કહે છે.ચેતનસત્તા(આત્મા)નિર્લે૫ છે,પરંતુ સુક્ષ્‍મ શરીર કામ..ક્રોધ..વગેરે..પાંચ વિકારોથી ગ્રસ્ત છે,એટલા માટે તેને કર્મફળ ભોગવવાનું.. સુખદુઃખનો અનુભવ થાય છે.દા.ત..જેમ વિજળીની સત્તાથી સૂક્ષ્‍મ પ્રકાશ કોઇ વડ બલ્બ દ્વારા પ્રગટ થાય છે.સતત સળગતો રહેવાથી બલ્બ વગેરે..ખરાબ થઇ જાય છે,પરંતુ સૂક્ષ્‍મ પ્રકાશ વિધુત્ત તારોમાં હાજર હોય છે.વિજળીની સત્તા દરેક સ્‍થિતિમાં નિર્લે૫ રહે છે તેવું સમજો...